+

Sukhdev Gogamedi Murder : સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કેસમાં NIA નો સપાટો, રાજસ્થાનમાં 31 સ્થળોએ દરોડા

Sukhdev Gogamedi Murder :જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના (Rashtriya Rajput Karni Sena) પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી (Sukhdev Singh Gogamedi)ની હત્યા કેસમાં તપાસ એજન્સીની કાર્યવાહી ચાલી રહી છે.બુધવારે સવારે રાષ્ટ્રીય તપાસ…

Sukhdev Gogamedi Murder :જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના (Rashtriya Rajput Karni Sena) પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી (Sukhdev Singh Gogamedi)ની હત્યા કેસમાં તપાસ એજન્સીની કાર્યવાહી ચાલી રહી છે.બુધવારે સવારે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં હરિયાણા અને રાજસ્થાનમાં 31 સ્થળોએ દરોડા પાડ્યા હતા. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. આ હત્યા કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે.

 

 

રાજ્ય પોલીસ NIAને સહકાર આપી રહી છે

રાજસ્થાન પોલીસની ટીમ પણ NIAને તપાસમાં સહયોગ કરી રહી છે. રાજ્ય પોલીસના અધિક મહાનિર્દેશક દિનેશ એમએનએ આ મામલાની તપાસ માટે જયપુરના અધિક પોલીસ કમિશનર કૈલાશ બિશ્નોઈના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરી હતી. 5 ડિસેમ્બરે સુખદેવ સિંહ ગોગામેડી (Sukhdev Gogamedi Murder) ને મળવાના બહાને તેમના ઘરે પહોંચેલા ત્રણ બદમાશોએ તેમના પર 15થી વધુ ગોળીઓ ચલાવી હતી. સ્કૂટર પર આવેલા બે બદમાશોએ સુખદેવસિંહ ગોગામેડી Sukhdev (Gogamedi Murder)સાથે મળવાના બહાને વાત કરી હતી. લગભગ 10 મિનિટ સુધી વાત કર્યા બાદ બંને બદમાશોએ ગોળીબાર કર્યો હતો. આ હત્યાને લઈને રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાજપૂત સમુદાયના લોકોએ રાજસ્થાન અને એમપી સહિત ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કર્યું અને ગુનેગારોને કડકમાં કડક સજાની માંગ કરી.

રાજસ્થાન પોલીસે આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં લઈ પૂછપરછ હાથ ધરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસ પૂછપરછ દરમિયાન મહેન્દ્રગઢ જિલ્લાના અન્ય આરોપીઓ વિશે પણ કેટલીક કડીઓ મળી છે. જો કે હજુ સુધી આ મામલે ટીમ દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. ત્યારે પૂછ પરછામાં બાદ હકીકત સામે આવશે.

 

આ પણ વાંચો-ફરી વિવાદમાં સપડાયા TMC નેતા મોઇત્રા, હવે આ શખ્સે લગાવ્યો જાસૂસીનો આરોપ!

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter