Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુગરી,સુઘરી કે સુગૃહી?

01:18 PM Nov 25, 2023 | Kanu Jani

માનવીઓ પોતાના માટે ખૂજ સરસ બાંધકામ કરીને ઘર બનાવે છે તેવી જ રીતે દરજીડો, સુગરી, બુલબુલ જેવા પક્ષીઓ ખૂબ જ સુંદર માળા બનાવે છે અને એમાં સુગરીનો માળો તો એક્દમ અદભુત હોય છે. સુગરીને અંગ્રેજીમાં બયા અને વિવર બર્ડ પણ કહે છે. તેને સંસ્કૃતમાં સુગૃહી(સુંદર ઘર બનાવનાર) તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે સુગરી ચોમાસાની શરૂઆતમાં તળાવ કે કૂવા જેવી પાણી ભરેલી જગ્યા ઉપર કાંટાવાળા વૃક્ષની પાતળી ડાળી પર લટકતો રહે તે રીતે ગૂંથીને માળો તૈયાર કરે છે. આ રીતે લટકતો માળો તથા તેનો નાળ ચંબુ આકાર ખાસ કરીને સુરક્ષાના હેતુ માટે હોય છે.

નર સુગરી વૃક્ષની ડાળી પર ખજુરી, ઘાસ કે શેરડીના પાનના રેસાથી માળો ગૂંથે છે. નર સુગરી સ્વયંવરનાં ભાગ તરીકે અડધો માળો ગૂંથયા બાદ માદા સુગરી આ માળાનું નિરીક્ષણ કરવા આવે છે. જો માદા સુગરીને માળો પસંદ પડે તો જ નર સુગરી માળો ગૂંથવાનું પૂર્ણ કરે નહિતર એ મળો અધૂરો મૂકીને બીજો માળો નવેસરથી ગૂંથવાની શરૂઆત કરે છે. 2BHK ની જેમ સુગરિનો માળો અંદરથી બે ખંડોમાં વહેચાયેલો હોય છે.

વરસાદ કે વાવાઝોડામાં પણ માળો સલામત
સુગરીનો ગૂંથેલા આ નાળ ચંબુ આકારના માળાની ગૂંથણી એટલી ઝીણી, મજબૂત અને વિશિષ્ટ હોય છે કે ગમે તેટલો વરસાદ કે વાવાઝોડુ હોય પાણી અંદર દાખલ થતું નથી અને માળો તૂટતો પણ નથી. એકવાર આ માળામાં બચ્ચા મોટા થઈ ઊડી જાય એટ્લે સુગરી માળો છોડી દે છે. આમ સુગરી દર વર્ષે પોતાના માટે નવો માળો ગૂંથે છે. સુગરી દ્વારા ત્યજી દેવાયેલ આવા માળા ઘણા પ્રકૃતિ પ્રેમીઓ તોડીને પોતાના ડ્રોઈંગ રૂમના સુશોભન તથા ગુડલક માટે ઉપયોગ કરે છે

બે ફૂટ કે તેનાથી વધુ ઊંચાઈવાળા આ માળો બે ગોળાકાર, ગોળા વચ્ચે ભૂંગળી છેવાડે લાંબી ભૂંગરી જેથી ગોળાકાર ગોળામાં ઈંડાં મુકીને સેવીને બિન્દાસ્ત પોતાનાં બચ્ચાને ઉછેરી શકે. સુઘરીની આખી ઝૂલતી લટકતી કોલોની હોય. સુઘરીઓ સમૂહમાં રહેવાનું પસંદ કરે છે. ચકલી કુળની આ સુઘરીની આમ રંગેરૂપે તદ્દન ભિન્ન છે. પીળો, પોપટી, રંગ મોઢા પર ને ચાંચના ભાગે કાળાશને બાકી ચકલી જેવો રંગ પણ દેખાવમાં નયનરમ્ય લાગે. સમૂહમાં સુઘરીઓ ચી… ચી… કરતી જાય અને માળો ગૂંથતી જાય. માળામાં ભીની માટીનું લિપણ કરતી જાય ને લીલા ઘાસ કે ડાભના તણખલાની ગૂંથણીકરે છે.માળો બનાવતી વખતે મોજમાં મશગૂલ હોય છે. ચીવીઝ… ચીવીઝ સીટી વગાડતી જાય ને પોતાની ધારદાર ચાંચથી માળો ગૂંથતી જાય. પહેલાં માળો લીલોછમ દેખાય છે, કારણ કે ઘાસ લીલું હોય છે. સમય જતાં માળો ખાખી રંગનો બની જાય છે.

માળાની નીચેના ભાગે ગોળાકાર ટનલ પાસ કર્યા પછી અંદર ત્રણ ચાર ઇંચના ખાડાવાળા ભાગમાં ઈંડાં મૂકે છે. એક ખંડને તેની ઉપર દીવાનખંડ જેવો આરામ ખંડ આવો અદ્ભુત બે ભાગમાં વહેંચાયેલો વિશેષ માળો પક્ષી જગતમાં માત્ર સુઘરી જ બનાવી શકે છે. ઘાસની સુંદર ગૂંથણીમાંથી હવાની અવરજવર ખૂબ જ ઠંડક આપે છે…! તેની કને એરકન્ડિશન ઝાખું લાગે…! માળામાં બે કે ત્રણ ઈંડાં મુક્યા પછી માદાની અને બચ્ચાઓની દેખભાળની જવાબદારી નર નિભાવે છે.

નર સુગરી વૃક્ષની ડાળી પર ખજુરી, ઘાસ કે શેરડીના પાનના રેસાથી માળો ગૂંથે છે. નર સુગરી સ્વયંવરનાં ભાગ તરીકે અડધો માળો ગૂંથયા બાદ માદા સુગરી આ માળાનું નિરીક્ષણ કરવા આવે છે. જો માદા સુગરીને માળો પસંદ પડે તો જ નર સુગરી માળો ગૂંથવાનું પૂર્ણ કરે નહિતર એ મળો અધૂરો મૂકીને બીજો માળો નવેસરથી ગૂંથવાની શરૂઆત કરે છે.

પક્ષી સુઘરી' નેસુગરી’ નામે બોલાવે છે. સુગરી નામ સુગૃહી' પરથી ઊતરી આવેલું છે. કેટલાક તે નામસુગ્રીવ’ (સુંદર ગ્રીવાવાળું પક્ષી) શબ્દ પરથી ઊતરી આવ્યાનું માને છે. સુગરીની મોટાભાગની જાતિઓ આફ્રિકામાં જોવા મળે છે. તે પૈકી એશિયામાં પાંચ જાતિઓ છે. તેમાંની ત્રણ જાતિઓ ભારતમાં નોંધાયેલી છે. પ્રજનનકાળ સિવાય નર અને માદા સુગરીમાં ખાસ તફાવત નિહાળવા મળતો નથી. સુગરીની પ્રજનન ઋતુ મેથી સપ્ટેમ્બર ચૈત્રથી આસો માસ સુધી લંબાયેલી રહે છે. નર માદાને આકર્ષવાનું કાર્ય શરૂ કરે છે. સુંદર માળાઓ જોઈ માદા પણ આકર્ષાય છે. અહીં માદા પોતાનો વ્યવહારુ સ્વભાવ દર્શાવે છે. અર્થાત્‌‍ નર કરતાં પણ તેના ઘર પર પસંદગીનો કળશ ઢોળે છે! આ સુગરીનો સ્વયંવર જેવો પ્રસંગે ઊભો કરે છે. હંમેશાં નર-કે માદા પોતાનું સુરક્ષા કવચને પ્રથમ પ્રાયોરિટી આપે છે.

આ માનસિકતા આપણા ગૃહસ્થાશ્રમમાં પણ લાગુ પડે છે. સુગરી પરથી માનવીએ બોધપાઠ લેવો જેવા છે. કે હંમેશાં મહેનત કરતા રહો ને સર્વોત્કૃષ્ટ કલા બનાવો તો તમારી પણ વાહ વાહ જગતમાં થશે?