Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Savarkundla : શેરડીનું ફાર્મ બન્યું સિંહ પરિવારનું કાયમી સરનામું, જુઓ Video

08:33 PM May 17, 2023 | Viral Joshi

સાવરકુંડલાથી 6 કિમીના અંતરે આવેલા નાના ભામોદ્રા નજીક પ્રતાપભાઇ ખુમાણના શેરડીના ફાર્મમાં સિંહ પરિવાર કાયમી વસવાટ કરે છે. દરરોજ સવારે 7.00 આસપાસ નર સાવજ, સિંહણ અને ચાર યુવા એટલે કે પાઠડા સાવજ શેરડી ના વાડ માં દાખલ થઈ જાય કારણકે વાડ માં દરરોજ પાણી છોડવામાં આવતું હોવાથી ખૂબજ ઠંડક હોય અને પીવા માટે પાણી પણ મળી રહે અને દરરોજ સાંજે 7.00 વાગ્યે વાડમાંથી બહાર નીકળી, આખી રાત આજુબાજુ શિકાર શોધવા ફર્યા કરે છે.

વાડીના માલિક કોઈ પણ વ્યક્તિને પોતાના આ ફાર્મમાં સિંહ દર્શન માટે આવવાની સખત મનાઈ કરે છે અને આ સિંહ પરિવારની દરરોજની જીવન શૈલીમાં સહેજ પણ કોઈ અડચણ ન આવે તેની કાળજી રાખે છે. વાડીમાં મજુરી કામ કરતા હોય ત્યારે સિંહ પરિવાર ક્યારેય બહાર આવતો નથી. બહેનો પણ જાણે સિંહ પરિવાર એક બીજા ના પરિચિત હોય તેમ સહેજ પણ ડર રાખ્યા વગર પોતાનું કામ કરતા રહે છે.

અહેવાલ – ફારૂક કાદરી, અમરેલી

આ પણ વાંચો : સિંહણનું માતૃત્વ…! પોતાના ઘાયલ બચ્ચાંને સારવાર કરાવવા સિંહણ જ પથદર્શક બની…વાંચો અનોખો કિસ્સો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.