Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajkot AIIMS માં 107 વર્ષના ‘બા’ની સફળ સર્જરી, પરિવારમાં ખુશીનો માહોલ

02:26 PM May 23, 2024 | VIMAL PRAJAPATI

Rajkot AIIMS: ગુજરાત અત્યારે મેડિકલ ક્ષેત્રે પણ વિકસિક થઈ રહ્યું છે. અત્યારે રાજકોટ AIIMS હોસ્પિટલમાં એક 107 વર્ષના વૃદ્ધાની સફળ સર્જરી કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે ઘરમાં પડી જતા વૃદ્ધાને સાથળના ભાગે ફ્રેક્ચર થયું હતું. જેથી તેમને સારવાર માટે Rajkot AIIMS હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરો દ્વારા વૃદ્ધાની સફળ રીતે સર્જરી કરવામાં આવી છે. નોંધનીય છે કે, મવડી વિસ્તારમાં રહેતા સમજુબેન નામના વૃદ્ધાની સફળ સર્જરી કરવામાં આવી છે.

AIIMSમાં ડોક્ટરોએ મેજર ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડ્યું

ઉલ્લેખનીય છે કે, ખાનગી હોસ્પિટલમાં રિસ્ક લાગતા સમજુબેન સારવાર AIIMSમાં લાવવામાં આવ્યા હતા. અહીં Rajkot AIIMSમાં મેજર ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે, સમજુબેન 107 વર્ષના છે અને આ ઉંમરે આટલી જટિલ સર્જરી કરવી ખુબ જ અધરી અને જોખમી ભરી હોય છે. પરંતુ ડોક્ટરો દ્વારા ફેક્ટર જેવુ મેજર ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યુ છે. તમને જણાવી દઇએ કે, સમજુબેન સ્વસ્થ થઈ જતાં ડોક્ટરોને આશીર્વાદ આપ્યાં હતાં.

માજી સ્વસ્થ્ય થઈ જતા અત્યારે પરિવારમાં પણ ખુશીનો માહોલ

અત્યારે મેડિકલ ક્ષેત્રે ખુબ જ વિકસિત થઈ રહીં છે પરંતુ મોટી ઉંમરના લોકો માટે આવી સર્જરી કરવી ખરેખર જોખમ ભરી હોય છે. પરંતુ AIIMSમાં ડોક્ટરો દ્વારા જટિલ ઓપરેશનને પણ સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું છે. નોંધનીય છે કે, માજી સ્વસ્થ્ય થઈ જતા અત્યારે પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારજનો દ્વારા પણ Rajkot AIIMSના તમામ ડોક્ટરોનો આભાર માનવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આ સર્જરી કરીને ફરી એકવાર ડોક્ટરોએ પોતાની ભગવાન તરીકેની ભૂમિકા અદા કરી છે. ઉલ્લેખનીય છે કે, આ ઉંમરના દર્દીની પણ જો સફળ રીતે સર્જરી કરવામાં આવે તો મેડિકલ ક્ષેત્રે મોટી સફળતા કહેવાય છે.

આ પણ વાંચો: PORBANDAR : પોરબંદરથી ATS ની ટીમે પાકિસ્તાની જાસૂસને પકડ્યો, ISI ને મોકલતો હતો ભારતની સંવેદનશીલ જાણકારી

આ પણ વાંચો: Fake Office Scandal in Modasa: અરવલ્લીની નકલી કચેરી મુદ્દે થયો સનસનીખેજ ખુલાસો, આ નેતાનું નામ આવ્યું સામે..

આ પણ વાંચો: Veraval: નગરપાલિકાના પાપે ધરતીપુત્રો પરેશાન, અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય!