Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પાલનપુર સિવિલમાં હોસ્પિટલમાં 36 વર્ષીય યુવકના આંતરડાની સફળ સર્જરી 

07:35 PM Jun 07, 2023 | Vipul Pandya
અહેવાલ–સચિન શેખલીયા, બનાસકાંઠા
બનાસના પશુપાલકો સંચાલિત એક માત્ર જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે અત્યંત આધુનિક તબીબી સારવાર આપવામાં મોખરે છે. મેડીકલ કોલેજના ચેરમેન  પી.જે.ચૌધરીના  જણાવ્યા મુજબ બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે તમામ વિભાગોમાં ઉત્કૃષ્ઠ સારવાર આપવામાં મોખરે છે ત્યારે બિહારના મૂળ વતની અને હાલમાં ડીસા ખાતે મજુરી કરી પોતાના પરિવારનું પેટીયું રળતા ૩૬ વર્ષીય રીસીદેવ કુંદન ગણેશભાઈ. જેઓને નાનપણથી પેટમાં સતત દુ:ખાવો રહેતો હતો. જેના લીધે અગાઉ પોતાના વતન બિહાર અને ત્યારબાદ રાજસ્થાન સહિતની જાણીતી હોસ્પિટલોમાં અનેક વખત દવાઓ કરાવી હતી. છતાં પણ કોઇ જ પ્રકારનો ફરક ના પડતા વર્ષો સુધી અનેક ડોક્ટરોની સલાહ મુજબ દવાઓ લીધા રાખી પરંતુ કર્મની કઠણાઈ ગણો કે પછી તબીબી લાપરવાહી પણ સાચું નિદાન જ ન થયું. જેના લીધે લાંબો સમય પીડા ભોગવવી પડી.
જન્મજાત આંતરડામાં આંટી
જોકે થોડાક સમય પહેલાં પેટના આંતરડાના ભાગે જોરદાર દુ:ખાવો શરૂ થતા પાલનપુરની જાણીતી હોસ્પિટલમાં સીટીસ્કેન, સોનોગ્રાફી, સહિતના રિપોર્ટ કરાવ્યા તો જાણવા મળ્યું કે તેઓને જન્મજાત આંતરડામાં આંટી છે, જેનું  ઓપરેશન કરીને આંતરડાની આંટી દૂર કરવી પડશે. પરંતુ મજુરી કરીને ગુજરાન ચલાવતા આ પરિવાર માટે લાખો રૂપિયાના ખર્ચે થતું ઓપરેશન  કરાવવું શક્ય નહોતું. જેના લીધે સ્નેહીજનોની સલાહ પ્રમાણે પાલનપુર ખાતે ચાલતી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જનરલ હોસ્પિટલ ખાતે ગઈ તારીખ ૨૮ મે-2023 ના રોજ સર્જરી વિભાગના ડો. કલ્પેશભાઇ પટેલને બતાવ્યું હતું. જેમાં અગાઉના તમામ રીપોર્ટ જોઈ દર્દીના પેટના ભાગે આંતરડામાં આંટી હોવાનું માલુમ પડયું હતું. જેના લીધે આંતરડામાં લોહીનું પરિવહન કરતી નસ દબાતી હોવાથી મોટું આંતરડું પોતાની જગ્યા પર નથી. જેના લીધે ઓપરેશન કરવાની ફરજ પડતા  સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો. સુનિલભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ વિભાગના ડો. કલ્પેશભાઇ પટેલ, એનેથેસીયા ડૉ.ધવલ, નર્સિગ સ્ટાફ  સહિત તેમની ટીમ દ્વારા સફળ ઓપરેશન કરી  ચોથા દિવસે દર્દી સપૂર્ણ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે.
એક પણ રૂપિયાના ખર્ચ વગર લાખો રૂપિયાની સારવાર નિ:શુલ્ક
તેમના પરિવારજનોએ જણાવ્યું કે, અમે છૂટક મજુરી કરીને અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ પરંતુ છેલ્લા કેટલાય સમયથી અમે ઘણી બધી હોસ્પિટલોમાં સારવારો કરાવી હતી પરંતુ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં એક પણ રૂપિયાના ખર્ચ વગર લાખો રૂપિયાની સારવાર નિ:શુલ્ક મળતા સફળ ઓપરેશન પાર પડ્યું છે તે બદલ પરિવારજનોએ પાલનપુર સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.