Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

માટી અને કચરામાંથી બનાવી અદભૂત કાર, વાયરલ થઈ રહ્યો છે વીડિયો

07:37 AM Apr 28, 2023 | Vipul Pandya

આજની યુવા પેઢી કઈક નવું
કરવામાં માહેર છે. ત્યારે 
સોશિયલ મીડિયા
પર કેટલાક યુવાનોનું એક અદભૂત પરાક્રમ વાયરલ થઈ રહ્યું છે
, જેમાં તે માટી, ભંગાર, પ્લાસ્ટિક વગેરેમાંથી સુપરકાર બનાવી રહ્યા છે. જ્યારે કાર તૈયાર થાય
છે
, ત્યારે તે બુગાટી જેવી લાગે છે.

 

જોરદાર સ્પીડ અને શાનદાર દેખાવ ધરાવતી
સુપરકારની કિંમત કરોડોમાં છે
, જેનું ડ્રાઇવિંગ
કરવાનું ઘણા યુવાનો સપના જુએ છે. 
પરંતુ
તેમનું બેન્ક બેલેન્સ
તેનું સ્વપ્ન સાકાર થવા દેતું નથી! 


જો
કે
, કેટલાક લોકો એવા હોય છે જેમની પાસે પૈસા ઓછા
હોય છે. પરંતુ તેમની પાસે સર્જનાત્મકતા વધુ
 હોય છે. આવા જ કેટલાક યુવાનોનું એક અદભૂત પરાક્રમ સોશિયલ મીડિયા પર વાયરલ
થઈ રહ્યું છે.  આ પરાક્રમ એટલે 
માટી, કચરો અને પ્લાસ્ટિકમાંથી બનાવેલી સુપરકાર. જેને જોઈને તમને
બુગાટીની યાદ આવી જશે.

 

સોશિયલ મીડિયા પર આ અદભૂત કારની  2.19 મિનિટની ક્લિપ વાયરલ થઈ છે. જેમાં કેટલાક યુવાનો પ્લાસ્ટિક, માટી અને ટીન વગેરેથી તેમના ક્રિએટીવ વિચારોનો ઉપયોગ કરીને સુપરકારબનાવી રહ્યા છે. જે આબેહૂબ બુગાટી જેવી લાગે છે, જેની કિંમત
કરોડોમાં
હોય છે. આ લોકોની ક્રિએટિવિટી એટલી અદભૂત છે કે, કારને
જોઈને એ કહેવું મુશ્કેલ થઈ જાય છે કે તે તેની માત્ર નકલ છે. જો તમારી પાસે અબજોની ક્રિએટીવી છે તો કરોડો રૂપિયાની કાર ખરીદવાની શું જરૂર છે?