Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને અપાયું ફરી માસ પ્રમોશન, વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય

11:04 PM Apr 14, 2023 | Vipul Pandya

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય
કરવામાં આવ્યો છે. ગુજરાતમાં
 ધોરણ 1 થી 8ના
વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત ગુજરાતના
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી છે. કોરોનાના પગલે ધોરણ
1 થી
8ના વિધાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વગર વર્ગ બઢતી
આપવાનો રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
 વિધાર્થીઓના હિતને ધ્યાને લઇ
વર્ષ
2022-23માં લેવાયેલ વાર્ષિક પરીક્ષાઓના પરિણામને આધારે વર્ગ બઢતી આપવા અંગેના તા 21
/09 / 2019 ના જાહેરનામાના અમલને રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષ
પુરતો મુલતવી રાખવામાં આવશે.
 

javascript:nicTemp();

શિક્ષણ વિભાગના આ મહત્વના નિર્ણયના પગલે
ધોરણ
1 થી 8 ના વિધાર્થીઓનું પરિણામ જે પણ હોય તેમાં એમના
ગુણ
, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વગર તમામ વિધાર્થીઓને
વર્ગબઢતી આપવામાં આવશે.
  પ્રાથમિક શાળાઓમાં
રાબેતા મુજબ દ્વિતીય સત્રાંત ( વાર્ષિક ) પરીક્ષા પૂર્ણ થઇ હોવાથી પરીક્ષાના
પરિણામની અસર વિધાર્થીઓની વર્ગબઢતી પર લાગુ કરવાની રહેશે નહી.