Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પાલનપુરના મોટી ભટામલથી ભુતેડી તરફ જવાનો કાચો માર્ગ જલ્દી નહિ બને તો ચૂંટણી બહિષ્કાર ની ચીમકી

09:04 PM Jul 19, 2023 | Vishal Dave

અહેવાલઃ સચિન શેખલિયા, બનાસકાંઠા 

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોટી ભટામલથી ભુતેડી તરફ જવાનો કાચો માર્ગ હોવાથી લોકોને હાલાકી પડતા આ માર્ગ પાકો બનાવવા અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન આવતા આખરે રોષે ભરાયેલા સ્થાનિકોએ સુત્રોચ્ચાર કરીને પાકો માર્ગ નહિ બને તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

પાલનપુર તાલુકાના મોટી ભટામલ ગામથી ભુતેડી ગામ તરફ જવાનો માર્ગ વર્ષોથી કાચો અને રેતી વાળો છે જેથી આ માર્ગને લઈને સ્થાનિક લોકો ,વિધાર્થીઓ અને ખેડૂતો વર્ષોથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ કાચો માર્ગ મોટી ભટામલ અને ભુતેડી ગામને જોડતો માર્ગ છે અને આ માર્ગથી ભુતેડી ગામમાં અભ્યાસ માટે જતા બાળકો તેમજ ખેડૂતો અને સ્થાનિકો રોજ પસાર થઈ રહ્યા છે જોકે આ કાચા માર્ગ ઉપર ખુબજ રેતી હોવાથી બાઇક ચાલકો મહામુસીબતે પસાર થઈ રહ્યા છે તો ખેડૂતો પોતાના ખેતરોમાં પણ જતા હાલાકી ભોગવી રહ્યા છે તો મોટી ભટામાલથી ભુતેડી સ્કૂલે જતા વિધાર્થીઓ પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે ચોમાસાની ઋતુમાં આ કાચા માર્ગ ઉપર પાણી ભરાઈ જતા માર્ગ બંધ થઈ જતા ખેતરોમાં રહેતા ખેડૂતો ગામમાં પણ આવી શકતા નથી તો સ્થાનિક લોકો અને વિધાર્થીઓને 5 -6 કિલોમીટર ફરીને ભુતેડી જવું પડે છે ,જેને લઈને આ કાચા માર્ગને પાકો બનાવવા માટે સ્થાનિકોએ માર્ગ અને મકાન વિભાગથી લઈને કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી પરંતુ આજદિન સુધી કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો રોષે ભરાયા છે અને તેમને સુત્રોચાર કરીને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

આ બાબતે ગામના સ્થાનિક આગેવાન લીલાભાઈ રબારી જણાવ્યું હતું કે, આ માર્ગ કાચો છે જે ભટામલથી ભુતેડી જવા માટે ટૂંકો માર્ગ છે આ માર્ગ કાચો હોવાથી વિધાર્થીઓ,ખેડૂતો અને સ્થાનિકોને ખુબજ હાલાકી પડી રહી છે તેમજ આ કાચા માર્ગ ઉપર દુધ ભરવા માટે જવામાં તેમજ કોઈ બીમાર હોય તો જવામાં બહુ તકલીફ પડે છે

મોટી ભટામલથી ભુતેડી જવા માટે કાચા માર્ગ ઉપરથી જવા માટે ફક્ત 2 કિલોમીટરનું જ અંતર કાપવું પડે છે જોકે કાચો માર્ગ હોવાથી લોકોને મજબૂરીવશ 4-5 કિલોમીટર ફરીને જવું પડે છે જોકે કાચા માર્ગ ઉપર રહેતા પશુપાલકોને આજ માર્ગે દૂધ ભરાવવા માટે જવું પડતું હોવાથી તેમજ કાચો માર્ગ હોવાના કારણે કોઈ બીમાર હોય તો મોટું વાહન આ માર્ગ ઉપર ન આવી શકતા ગામલોકોને અનેકવાર મુશ્કેલીઓમાં મુકાવું પડી રહ્યું છે.જોકે આ માર્ગ પાકો બનાવવા માટે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 4 વર્ષ અગાઉ દરખાસ્ત કરવામાં આવી હતી અને માર્ગ પાકો બને તે માટે ધારાસભ્યથી લઈને મુખ્યમંત્રી સુધી અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી જોકે તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેથી સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે જો આ માર્ગ પાકો બને તો અમારે ભુતેડી ગામ જવા માટે ફરીને ન જવું પડે જેથી સમય અને પેટ્રોલની બચત થાય અને લોકોને હાલાકી ઓછી થાય