+

એસટી તંત્રના પાપે ભણશે ગુજરાતના સરકારના સ્લોગનો શોભાના ગાઠિયા સમાન……!!

એક તરફ સરકાર દ્વારા ભણશે ગુજરાત, રમશે ગુજરાત અને કન્યા કેળવણીની સુફયાણા સ્લોગનો વહેતા કર્યા છે પણ શિક્ષણ (Education) મેળવવા માટે વિદ્યાર્થીની દીકરીઓને કેવી હાલાકી ભોગવવી પડતી હોય તેની દકરાર સરકાર કે તંત્ર લેતું નથી તેની વરવી વાસ્તવિકતાઓ આખી અલગ હોય છે ત્યારે બી.એડ. અને બી.એચ.સી.જેવા ઉચ્ચ અભ્યાસ માટે વહેલી સવારે ભણવા જવામાં એસટી (GSRTC) તંત્રની મનમાની સામે વિદ્યાર્થીનીઓને પડતી હાલાકી અંગે
એક તરફ સરકાર દ્વારા ભણશે ગુજરાત, રમશે ગુજરાત અને કન્યા કેળવણીની સુફયાણા સ્લોગનો વહેતા કર્યા છે પણ શિક્ષણ (Education) મેળવવા માટે વિદ્યાર્થીની દીકરીઓને કેવી હાલાકી ભોગવવી પડતી હોય તેની દકરાર સરકાર કે તંત્ર લેતું નથી તેની વરવી વાસ્તવિકતાઓ આખી અલગ હોય છે ત્યારે બી.એડ. અને બી.એચ.સી.જેવા ઉચ્ચ અભ્યાસ માટે વહેલી સવારે ભણવા જવામાં એસટી (GSRTC) તંત્રની મનમાની સામે વિદ્યાર્થીનીઓને પડતી હાલાકી અંગે NSUI મેદાનમાં આવ્યું હતું અમરેલી (Amreli) જિલ્લાના સાવરકુંડલાનું (Savarkundla) એસટી બસ સ્ટેન્ડમાં સાવરકુંડલા શહેર તાલુકા માંથી આશરે 50 જેટલી વિદ્યાર્થીનીઓ અમરેલી પટેલ સંકુલ ખાતે બી.એડ.ના અભ્યાસ ક્રમ માટે જાય છે.
અમરેલીની  પટેલ સંકુલ ખાતે બી.એડ. નો અભ્યાસ ક્રમ વહેલી સવારે 6.30 એ ચાલુ થઈ જતો હોય ત્યારે વિદ્યાર્થીની ઓને વહેલી સવારે 5.30 ની એસટી બસમાં જવું પડતું હોય પણ એસટી તંત્ર દ્વારા વહેલી સવારે 5.30 કલાકે ઉપડતી ગુર્જર નગરી બસમાં વિદ્યાર્થીની પાસ ચાલતો ન હોવાથી ટિકિટના પૈસા વિદ્યાર્થીનીઓને ખર્ચવા પડે છે આથી ના છૂટકે 6.15 વાગ્યાની સાવરકુંડલા ભુજ એકમાત્ર અમરેલી જવા માટે વહેલી બસ સાવરકુંડલા થી મળતી હોય ત્યારે વિદ્યાર્થીની ઓને બી.એડ.કોલેજ પહોંચવામાં 7 વાગ્યા જેવો સમય થઈ જતો હોય ને વિદ્યાર્થીનીઓનો અભ્યાસ ક્રમ બગડી રહ્યો છે ને ઉપરથી લેટ આવવાની પનીશમેન્ટ પણ મળતી હોવાની વિદ્યાર્થિની ઓએ હૈયા વરાળ ઠાલવી હતી.
બી.એડ. (B.Ed.) અને બી.એચ.સી.જેવા ઉચ્ચ અભ્યાસક્રમો અમરેલી ખાતે પટેલ સંકુલ માંજ હોય ને સવારે ઉપડતી ગુર્જર નગરી એસટી બસમાં પાસ ચાલતો નથી જ્યારે 6.15 વાગ્યે ઉપડતી એસટી બસ બસ સ્ટેન્ડ થી જૂના બસ સ્ટેન્ડ રજકા પીઠ ને ત્યાંથી ગામડાઓમાં ચરખડિયા, ઓળીયા, ગોખરવળા ગામના સ્ટુડન્ટોને લેતી હોય આથી ટાઈમે કોલેજ પહોચતું નથી ને વહેલી સવારે દીકરીઓને બસ સ્ટેન્ડ સુધી મૂકવા વિદ્યાર્થીની પિતાઓ આવતા હોય ત્યારે આવી એસટી તંત્રની મનમાની સામે વિદ્યાર્થીની ઓના વાલીઓએ ભણશે ગુજરાતની વરવી વાસ્તવિકતાની પોલ ખોલી હતી.
છેલ્લા ઘણા સમયથી એક માત્ર એસટી બસનો ટાઇમ વહેલો કરવા વિદ્યાર્થીની અને વાલીઓએ એસટી તંત્રને રજૂઆત કરવા છતાં તંત્રના બહેરા કાને અથડાતી રજૂઆતો ઓને NSUI એ ધ્યાને લઈને આજે વહેલી સવારે એસટી બસ મથકે પહોચ્યા હતા ને ઇન્ચાર્જ ડેપો મેનેજર ને લેખિતમાં આવેદનપત્ર પાઠવીને 7 દિવસમાં દીકરીઓના અભાયસ ક્રમ માટે વહેલી બસ નહિ મૂકવામાં આવે તો કેતન ખુમાણ (મહામંત્રી પ્રદેશ NSUI) એસટી બસ સ્ટેન્ડ ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવેલ હતી.
સરકારી કાર્યક્રમો માટે ધડાધડ એસટી બંધ કરીને કાર્યક્રમો માં ફાળવાઇ છે પણ વિદ્યાર્થીની દીકરીઓને પડતી અગવડતા સામે એસટી તંત્ર લાચારી અનુભવતું હોય તો 7 દિવસમાં વિદ્યાર્થીની માટે 6 વાગ્યાની એસટી બસ શરૂ નહિ થાય તો ના છૂટકે ચક્કાજામ કરવાની લેખીત ચીમકી આપતા સાવરકુંડલા એસટી નિગમના ઇન્ચાર્જ ડેપો મેનેજર પુનિત જોશી દ્વારા ઘટતું કરવાની ખાતરી આપવામાં આવી હતી ત્યારે ચમત્કાર વગર નમસ્કાર ન કરતા એસટી તંત્ર સામે વિદ્યાર્થીની ઓની હાલાકી હોવા છતાં એસટી નિગમ 15 મિનિટ વહેલી બસ ઉપાડતી નથી જ્યારે સાવરકુંડલા શહેર તાલુકા સહિતની 50 જેટલી વિદ્યાર્થીની ઓનો અભ્યાસ ક્રમ બગડતો હોય ત્યારે NSUIની ચિમકીથી એસટી નિગમ સમયમાં ફેરફાર કરશે કે નવી બસ ફાળવશે કે પછી વિદ્યાર્થીની માટે એસટી બસ મથકનો ચક્કાજામ થશે તે તો સમય જ કહેશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter