Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

‘મારે આ પરિસ્થિતિમાં યુક્રેનની સાથે જ ઉભા રહેવું છે’, ભારતીય વિદ્યાર્થીની બની માનવતાની મિસાલ

09:11 AM Apr 27, 2023 | Vipul Pandya

ઘણાં ભારતીય વિદ્યાર્થીઓ હાલમાં યુક્રેનમાં ફસાયેલા છે. આ વિષમ પરિસ્થિતિમાં વાલીઓ પોતાના બાળકોની સુરક્ષા માટે ચિંતિંત  છે. આવા વિષમ પરિસ્થિતિમાં એક ભારતીય વિદ્યાર્થીનીએ વતન પરત ફરવાનો ઇન્કાર કર્યો છે.  યૂક્રેનમાં ફસાયેલી ભારતની મેડિકલ વિદ્યાર્થિની નેહાની ઘર વાપસી માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ નેહાએ ભારતમાં પરત આવવાં  માટે ઇન્કાર કર્યો છે. 

વિદ્યાર્થિનીએ યુક્રેન છોડવાનો ઇન્કાર કરી દીધો
યૂક્રેનમાં રશિયા યુદ્ધના કારણે ખૂબ જ કપરી પરિસ્થિતિ બનતી જાય છે. આ  વિષમ પરિસ્થિતિમાં ભારતના ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા પણ ચલાવ્યું છે. આજે સવારે એર ઇન્ડિયાની 2 વિશેષ ફ્લાઇટ મરફતે 500થી વધુ વિદ્યાર્થીઓ સ્વદેશ પરત પણ આવી ચૂક્યાં છે. આવી ભયાનક પરિસ્થિતિમાં એક ભારતીય વિદ્યાર્થિની એવી પણ છે, જેણે જે આ જીવના જોખમ વચ્ચે સ્વદેશ પાછી ફરવાં તૈયાર નથી. હરિયાણાની આ મેડિકલની વિદ્યાર્થિનીએ યુક્રેન છોડવાનો ઇન્કાર કરી દીધો છે. હરિયાણાના ચરખી દાદરી જિલ્લાના એક શિક્ષકે જણાવ્યું કે ભારતની મેડિકલ સ્ટુડન્ટ બંકરમાં પરિવાર સાથે છુપાઇને રહી છે. 
 
મકાન માલિકના બાળકો સાથે બંકરમાં સંતાઇ 
નેહા mbbsનો અભ્યાસ કરવા કિવ ગઈ હતી. હોસ્ટેલની સુવિધા ન હોવાને કારણે તેણે એન્જિનિયરના ઘરમાં એક રૂમ ભાડે રાખ પી.જીમાં રહેતી હતી. નેહાની માતા  સવિતા જાખરે કહ્યું, ‘નેહા મકાનમાલિકના બાળકો સાથે નેહાની આત્મીયતા વધી ગઇ હતી. દેશમાં વધી રહેલા તણાવને જોતા તેમને દેશ છોડવાની સલાહ આપવામાં આવી હતી. નેહાના પિતા પણ ભારતીય સેનામાં હતા. 2 વર્ષ પહેલા જ તેમણે તેમના પિતાને ગુમાવ્યાં છે. નેહા યુક્રેનમાં ગત વર્ષથી મેડિકલનો અભ્યાસ કરી રહી છે. હાલ આ 17 વર્ષની નેહા તેના મકાન માલિક અને તેના બાળકો સાથે બંકરમાં છુપાયેલી છે.  

હું જીવીશ ત્યાં સુધી બીજાની રક્ષા કરીશ
નેહાની માતાએ તેને બહાર કાઢવા માટે અનેક પ્રયાસો કર્યા.આખરે નેહાને યુક્રેનથી રોમાનિયા આવવાનો મોકો મળ્યો પરંતુ તેણે ના પાડી અને આવી  મુશ્કેલ  પરિસ્થિતિમાં યુક્રેનના પરિવાર સાથે રહેવાનું નક્કી કર્યું છે.નેહાએ તેની માતા સાથે ફોન પર વાત કરતાં કહ્યું કે, ‘હું જીવી શકું કે ન જીવી શકું, પરંતુ હું આ બાળકો અને તેમની માતાને આ સ્થિતિમાં નહીં છોડું નહી આવી શકું હું જીવીશ ત્યાં સુધી તેની રક્ષા કરીશ’.નેહાએ સ્વજન સાથે ફોનમાં વાત કરી હતી કે, બહાર સતત બ્લાસ્ટના સતત અવાજ આવી રહ્યા છે પરંતુ હજુ સુધી અમે સુરક્ષિત છીએ.તેણે કહ્યું કે મારે આ પરિસ્થિતિમાં  યુક્રેનની સાથે જ ઉભા રહેવું છે.