Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કારગીલમાં યુદ્ધ જોડાયેલા બે અમદાવાદના યુવકોની કહાની…

12:58 PM May 01, 2023 | Viral Joshi

દેશની વિવિધ સીમાઓ પર સૈનિકની વિવિધ બટાલિયન ફોજ રક્ષા કરી રહી છે જેના થકી દુશ્મનો આપણાં દેશમાં ઘુસી શકતા નથી. કારગીલ યુધ્ધ દરેક ભારતવાસી ભૂલી નહીં શકે જેમાં દુશ્મન દેશ પાકિસ્તાનના સૈનિકોની ભારત દેશના વીર સૈનિકોએ ધૂળ ચટાવી હતી. 26 જુલાઈ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવામાં આવે છે.

જમ્મુ કાશ્મીરમાં આવેલી કારગીલ હિલ ઉપર પાકિસ્તાન દ્વારા કબજો જમાવાની કોશિષ કરવામાં આવી હતી ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું જેને ‘‘કારગિલ વોર’’ તરીકે ઓળખવામાં આવે છે. આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે આવો જાણીએ દેશની રક્ષા માટે કારગીલ યુદ્ધમાં શહીદ થનારા વીર સપૂતો વિશે….

બંને મિત્રો સાથે સેનામાં જોડાયા

અમદાવાદનાં વતની લાલજીભાઈ વાલજીભાઈ સિપાઈ અને નાયક અરુણકુમાર આ બંને દોસ્તોએ એક સાથે જ દસમા ધોરણની પરીક્ષા પાસ કરી અને વર્ષ 1990 સૈન્યમાં પણ બંને સાથે જોડાયા હતા. 29 જુન 1990નાં રોજ બંને એક સાથે ભારતીય સેનાની મહાર રેજીમેન્ટની 12મી બટાલિયનમાં જોડાયા. નવ વર્ષ જેટલો સમય સેનામાં વિતાવ્યા બાદ આ બંને અમદાવાદી યુવાનો ખડતલ બની ગયા હતા.

બંનેની અલગ ઓળખ

લાલજીભાઈ તેમની પલટનમાં માથાભારે સૈનિક તરીકે ઓળખાતા હતા સાથે જ તેઓ એક સખત અને ખડતલ પણ સંયમી અને ઉદારદિલ વ્યક્તિ તરીકે જાણીતા હતા તો વળી સ્વભાવમાં હસમુખો નાયક અરુણકુમાર પાક્કો અમદાવાદી હતો તે ઉપરી અધિકારીઓને પોતાની વાત કહેવામાં ક્યારેય સંકોચાતો નહોતો.

વાર્ષિક રજામાં ઘરે આવ્યા અને યુદ્ધ છેડાયું

લાલજીભાઈ અને અરુણકુમાર વાર્ષિક રજાઓમાં ઘરે આવ્યા હતાં પણ જેવી બંને મિત્રોને કારગીલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયાની જાણ થતાં જ બંને તેઓ પહેલી ટ્રેનમાં જનરલ ડબ્બામાં બેસી અમદાવાદથી દિલ્હી અને ત્યાંથી દિલ્હીથી જમ્મુ પહોંચી પલટનમાં જોડાઈ ગયા હતા.

યુદ્ધમાં અભુતપૂર્વ પરાક્રમ દેખાડ્યું

લાલજીભાઈ પાસે રહેલા શસ્ત્રની રેન્જ કરતા પાકિસ્તાનું બંકર દુક હોવાથી બંને સેનાના વરસાદ છાંટાની જેમ વરસતી ગોળીઓ વચ્ચે આ બંને અમદાવાદી યુવકોએ પોતાના બુદ્ધિચાતુર્યથી દુશ્મન બંકરની નજીક પહોંચી પાકિસ્તાની મોરચા પર પ્રબળ હુમલો કર્યો અને બે કલાકનાં સંઘર્ષને અંતે લક્ષ્ય પર વિજય મેળવ્યો.

આ પણ વાંચો : કારગિલના જંગમાં પાકિસ્તાની સૈનિકોને હંફાવ્યા, દુશ્મનની ગોળી શરીરના આરપાર નિકળી અંતે શહીદી વ્હોરી