Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સતત બીજા દિવસે શેરબજારમાં આગઝરતી તેજી, Sensex હવે 71,000ને પાર, નિફ્ટી નવા ઓલ ટાઇમ હાઈ લેવલ પર

11:40 AM Dec 15, 2023 | Vipul Sen

ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ હાલ પણ યથાવત છે. સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસ શુક્રવારે પણ માર્કેટના બંને ઇન્ડેક્ટ લીલા નિશાનમાં ખુલીને રોકેટની જેમ દોડવા લાગ્યા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો 30 શેરો ધરાવતો સેન્સેક્સ (Sensex) 400 પોઈન્ટથી વધુ ઉછળીને 71,000ને પાર કરી ગયો હતો, જ્યારે બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જના (NSE) નિફ્ટી (Nifty) એ પણ ઓલ ટાઇમ હાઇનો રેકોર્ડ બનાવ્યો છે.

સેન્સેક્સ નવા ઓલ ટાઇમ હાઈ લેવલ પર પહોંચ્યો

ગુરુવારની જેમ શુક્રવારે પણ શેરબજારમાં શરૂઆતી તેજી જોવા મળી છે. બીએસઈ (BSE) સેન્સેક્સ 282.80 અંક અથવા 0.40 ટકા વધીને 70,797ના સ્તરે ખુલ્યો હતો અને થોડા જ સમયમાં નવા ઓલ ટાઇમ હાઈ લેવલ પર પહોંચ્યો હતો. આ સમાચાર લખાય ત્યાં સુધી BSE સેન્સેક્સ 432.52 પોઇન્ટ અથવા 0.61 ટકા વધીને 70,945.33 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે લગભગ 10.28 વાગ્યા દરમિયાન 519.34 અંક વધીને 71,033.54ના લેવલે પહોંચ્યો હતો.

આ શેરોમાં તેજીનો માહોલ

એનએસઈ નિફ્ટી (Nifty)ની વાત કરીએ તો શુક્રવારે નિફ્ટી-50 87.30 અંક અથવા 0.41 ટકા વધીને 21,270 પર શરૂઆત કર્યાં પછી થોડા સમય બાદ 21,300ના સ્તરે પહોંચ્યો. આ સમાચાર લખાય ત્યાં સુધી નિફ્ટી ઇન્ડેક્સ 131.90 અંક અથવા 0.62 ટકા વધીને 21,315.05 પર ટ્રેડ કરી રહ્યો છે. જણાવી દઈએ કે, ટ્રેડિંગના શરૂઆતમાં 1712 જેટલી કંપનીઓના શેર લીલા જ્યારે 411 જેટલી કંપનીઓના શેર લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યા હતા. જ્યારે 109 જેટલા શેરમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નહોતો. શુક્રવારે જે શેરોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો તેમાં ઈન્ફોસિસ, જેએસડબલ્યુ સ્ટીલ,હિન્દાલ્કો, ટાટા સ્ટીલ અને ઓએનજીસીનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો – USA બાદ ભારત પહોચ્યું કાળમુખા કોરોનાનું ખતરનાક નવું વેરિયન્ટ, આ રાજ્યમાં પહેલો કેસ આવતા ચિંતા વધી!