Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Stock Market : શેરબજાર સતત ત્રીજા દિવસે લાલ નિશાનમાં બંધ ,Sensex માં મોટો કડાકો

05:01 PM Jan 18, 2024 | Hiren Dave

Stock Market : ભારતીય શેરબજાર (Stock Market) માં આજે ગુરુવારે કારોબાર રેડ ઝોનમાં બંધ આવ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે બંધ થયા હતા. સવારે પણ માર્કેટ નેગેટિવ ઝોનમાં ઓપન થયું હતું. ભારતીય શેરબજાર સતત બે દિવસથી ગગડી રહ્યું છે. સેન્સેક્સ 331 પોઈન્ટ અને નિફ્ટી 290 પોઈન્ટ ગગડી ગયો હતો. HDFC બેંકના શેરમાં પ્રોફિટ બુકિંગના કારણે બેંક નિફ્ટીમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

 

આજે માર્કેટમાં સવારના સેશનમાં મિડ કેપ અને સ્મોલ કેપમાં જોરદાર ધબડકો થયો હતો, ત્યારબાદ મિડ કેપ ઈન્ડેક્સ 1300 પોઈન્ટ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ 400 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપની આગેવાનીમાં બજારે નીચલા સ્તરેથી ઉત્તમ રિકવરી દર્શાવી હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 314 પોઈન્ટના ઘટાડા સાથે 71,187 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 110 પોઈન્ટના ઘટાડા સાથે 21,462 પોઈન્ટ પર બંધ થયો હતો.

 

જાણો  કયા  સેકટરની સ્થિતિ

આજના કારોબારમાં ઓટો, ફાર્મા, રિયલ એસ્ટેટ, ઈન્ફ્રા હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી. જ્યારે બેન્કિંગ, આઈટી, ફાઈનાન્સિયલ સર્વિસ, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે.સવારે મોટો ઘટાડો જોયા બાદ નિફ્ટી મિડકેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ સપાટ બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 12 વધ્યા અને 18 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50માંથી 22 શેરો વધ્યા અને 28 નુકસાન સાથે બંધ થયા.

 

દેશની સૌથી મોટી HDFC બેંકના શેરમાં 2.42 ટકાનો  ઘટાડો  
ગુરુવારે પણ બજાર મૂલ્યની દૃષ્ટિએ દેશની સૌથી મોટી HDFC બેંકના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને માત્ર 10 મિનિટના ટ્રેડિંગમાં તે 2 ટકાથી વધુ ઘટી ગયો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી, સવારે 9.10 વાગ્યે તે 2.42 ટકાના ઘટાડા સાથે રૂ. 1502.95 પર ટ્રેડ કરી રહ્યો હતો. બુધવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે, તે 8 ટકાથી વધુ ઘટ્યું હતું અને HDFC (HDFC MCap) ના માર્કેટ કેપમાં રૂ. 1 લાખ કરોડનો ઘટાડો થયો હતો. HDFC બેંક ઉપરાંત, LTIMindTree, Power Grid Corp, Asian Paints અને SBI Life Insuranceના શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે

BSE માર્કેટ કેપ ઘટ્યું
આજના કારોબારમાં, નીચલા સ્તરે ખરીદીના વળતરને કારણે BSEના માર્કેટ કેપમાં કોઈ મોટો ઘટાડો જોવા મળ્યો નથી. આજે બજાર બંધ સમયે, BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 67,000 કરોડ ઘટીને રૂ. 369.75 લાખ કરોડ પર બંધ થયું હતું, જે અગાઉના સત્રમાં રૂ. 372.42 લાખ કરોડ હતું.

આ  પણ  વાંચો  – HDFC Bank Share Price: Covid બાદ સૌથી વધુ ઘટાડો આવ્યો HDFC શેરમાં