Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Stock Market : કેન્દ્રીય વચગાળાના બજેટ બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો

04:06 PM Feb 01, 2024 | Hiren Dave

Stock Market : બજેટના કારોબારી દિવસે ભારતીય બજાર આજે ઘટાડાની સાથે બંધ થયા છે. અંતમાં નિફ્ટી 21700 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 71645. પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 106 અંકો કડાકો  થયો  છે, તો નિફ્ટીએ 28 અંક તૂટયો  છે.જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં તૂટીને જોવા મળ્યા છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.46 ટકા ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.54 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.84 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

 

 

 

કેવું રહ્યું માર્કેટ ઓપનિંગ?
આજે શેરબજારના બંધમાં BSE સેન્સેક્સ 106.81 પોઈન્ટ અથવા 0.15 ટકા ઘટીને 71,645ના સ્તરે ટ્રેડ બંધ રહ્યો હતો. NSE નો નિફ્ટી 28.25 પોઈન્ટ અથવા 0.13 ટકાના ઘટાડા સાથે 21,697 ના સ્તર પર બંધ થયો.

સેન્સેક્સ-નિફ્ટી શેરની સ્થિતિ
સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 10 શેર જ ફાયદા સાથે અને 20 શેર નુકસાન સાથે બંધ થયા. તે જ સમયે, NSE નિફ્ટીના 50 માંથી 19 શૅર વધારા સાથે અને 31 શૅર ઘટાડાની સાથે બંધ થયા હતા.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 106.81 અંક એટલે કે 0.15 ટકાના ઘટાડાની સાથે 719645.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 28.20 અંક એટલે કે 0.13 ટકા તૂટીને 21697.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.આઈટી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ 0.01-1.03 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.42 ટકાના ઘટાડાની સાથે 46,188.65 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં ગ્રાસિમ, એલએન્ડટી, અલ્ટ્રાટેક સિમેન્ટ, ડૉ.રેડ્ડીઝ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાઈટન, ઓએનજીસી, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ અને નેસ્લે ઈન્ડિયા 1.53-2.60 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં મારૂતિ સુઝુકી, પાવર ગ્રિડ, સિપ્લા, એસબીઆઈ લાઈફ, આઈશર મોટર્સ, એચડીએફસી લાઈફ, એક્સિસ બેંક, બીપીસીએલ અને એનટીપીસી 1.26-4.09 ટકા સુધી વધીને બંધ થયા છે.મિડકેપ શેરોમાં ઓરબિંદો ફાર્મા, વોલ્ટાસ, નિપ્પોન, એસજેવીએન અને જુબિલન્ટ ફૂડ્ઝ 2.95-6.55 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં યુકો બેંક, આઈઓબી, બેંક ઑફ ઈન્ડિયા, ડિલહેવરી અને યુનિયન બેંક 3.43-6.10 ટકા સુધી ઉછળો છે.સ્મૉલોકપ શેરોમાં ટેક્સન ટેક, ફ્યુઝન મિક્રો, ફૂડ્ઝ, 3આઈ ઈન્ફોટેક અને દીપક ફર્ટીલાઈઝર 6.27-13.17 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં સંગમ ઈન્ડિયા, બીએલ કશ્યપ, જીઈ પાવર ઈન્ડિયા, એસએમએલ ઈસ્ઝુ અને ઈનફીબીમ એવેન્યૂ 10.21-17.31 ટકા સુધી ઉછળા છે.

 

આ  પણ  વાંચો Budget : 50 વર્ષ માટે રાજ્યોને વ્યાજમુક્ત લોન! આ લક્ષ્ય મેળવવા માટે કેન્દ્ર સરકારે ખોલી તિજોરી