Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Stock Market Crash : સ્મોલકેપ-મિડકેપ શેરમાં રોકાણકારોના આટલા કરોડ ધોવાયા

03:30 PM Mar 13, 2024 | Hiren Dave

Stock Market Crash:ભારતીય શેરબજાર (Share Market) માટે બુધવારનો દિવસ ‘કાળો દિવસ’ સાબિત થયો. 13 માર્ચના ટ્રેડિંગ સેશનમાં મિડકેપ અને સ્મોલકેપ શેરો( Small Cap Midcap Crash) ખરાબ રીતે તૂટ્યા હતા. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 1730 પોઈન્ટ અથવા 3.61 ટકા ઘટ્યો હતો. જ્યારે નિફ્ટીનો સ્મોલકેપ ઈન્ડેક્સ 676 પોઈન્ટ એટલે કે 4.50 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ 1824 પોઈન્ટ અને મિડકેપ ઈન્ડેક્સ 1382 પોઈન્ટ ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં બબલ અંગે સેબી ચીફના નિવેદન બાદ આ સેક્ટરના શેર સતત ઘટી રહ્યા છે.

 

બજાર લીલા નિશાન સાથે ખુલ્યું હતું 
ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે બજાર લીલા નિશાન સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો લીલા નિશાન સાથે ખુલ્યા. સવારે 9.15 વાગ્યે, બીએસઈનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 247.61 પોઈન્ટ અથવા 0.34 ટકાના વધારા સાથે ખુલ્યો અને પછી તે 73,915.57 પર ખુલ્યો. જ્યારે NSEનો નિફ્ટી 61.70 પોઈન્ટ અથવા 0.28 ટકાના વધારા સાથે 22,397.40 પર ખુલ્યો હતો. બજાર ખુલતાની સાથે જ લગભગ 1281 શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે 948 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. લગભગ એક કલાક પછી માર્કેટમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો અને રોકાણકારોનું 11 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું.

 

 

11 લાખ કરોડ ધોવાણ

ભારતીય બજારમાં ઘટાડાને કારણે બુધવારે 12.67  લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હતું. એટલું જ નહીં, માર્કેટ ઓપન થયાના માત્ર ત્રણ કલાકમાં જ રોકાણકારોનું રૂ. 7 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને રૂ. 374.79 લાખ કરોડ થયું છે. જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એટલે કે મંગળવારે રૂ. 385.57 લાખ કરોડ હતો. આ રીતે રોકાણકારોને બુધવારના ટ્રેડિંગમાં લગભગ 13  લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે

 

 

સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ ઘટાડો નોંધાયો

શેરબજારમાં સવારથી જ સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ મોટા એટલે કે લાર્જ કેપ શેરોમાં પણ ઘટાડો થવા લાગ્યો. આ પછી BSE સેન્સેક્સ 510 પોઈન્ટ્સ અને નિફ્ટી 213 પોઈન્ટ્સ તૂટ્યો હતો.નિફ્ટીના નેક્સ્ટ 50 ઈન્ડેક્સે 1854 પોઈન્ટ્સ ઘટીને ટ્રેડિંગ શરૂ કર્યું હતું. સેક્ટરમાં એનર્જી શેરોના ઈન્ડેક્સમાં 1657 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે સરકારી કંપનીઓ નિફ્ટી પીએસઈનો ઈન્ડેક્સ 5.72 ટકા અથવા 531 પોઈન્ટ ઘટી રહ્યો છે. તે જ સમયે, નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ પણ 3.61 ટકા ઘટ્યો હતો.

 

અદાણીના શેરમાં ભારે ઘટાડો
અદાણીના શેરોના પતનને કારણે, અદાણી જૂથના માર્કેટ કેપમાં રૂ. 90,000 કરોડનો ઘટાડો થયો હતો અને ગૌતમ અદાણી $100 અબજની ક્લબમાંથી બહાર થઈ ગયા હતા. બુધવારે, અદાણીના તમામ શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેમાંથી અદાણી ગ્રીન એનર્જીના શેરમાં સૌથી વધુ 9 ટકાનો ઘટાડો થયો હતો. આ સિવાય અદાણી ટોટલ ગેસ 7%, અદાણી એન્ટરપ્રાઇઝ 6%, અદાણી વિલ્મર 4%, અદાણી પોર્ટ 5%, અદાણી ગ્રીન સોલ્યુશન 4.5% અને અદાણી પાવર 5% ઘટ્યા હતા. શેરોમાં ઘટાડા વચ્ચે ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને $99.9 બિલિયન થઈ ગઈ છે.

 

આ  પણ  વાંચો Rama Steel Tubes: 71 પૈસાથી 40 રૂપિયા પાર પહોંચી ગયો આ મલ્ટીબેગર,આ કંપની આપે છે 2 બોનસ શેર

આ  પણ  વાંચો Gold Rate : સોનાના ભાવમાં તેજી,જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો

આ  પણ  વાંચો – Threat : 12 માર્ચ સુધીમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં થઇ શકે છે કંઇક મોટું, તપાસ એજન્સીઓ દોડતી થઇ…