+

શેરબજાર ઘટાડા સાથે બંધ, સેન્સેક્સ 123 પોઈન્ટ તૂટ્યો

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર ઘટડા સાથે બંધ થયું હતું. બીએસઈનો સેન્સેક્સ 123.52 પોઈન્ટના ઘટડા સાથે 60,682.70 પર બંધ રહ્યો છે જ્યારે નિફ્ટી 39.95 પોઈન્ટના ઘટાડા સાથે 17856.50 પર બંધ રહ્યો છે.સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત થઈ હતી વૈશ્વિક નબળા સંકેતોની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે. આજે સપ્તાહના અંતિમ સેશનમાં ભારતીય સ્ટોક માર્કેટમાં સવારે સુસ્ત શરૂઆત જોવા મળી રહી છે.

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર ઘટડા સાથે બંધ થયું હતું. બીએસઈનો સેન્સેક્સ 123.52 પોઈન્ટના ઘટડા સાથે 60,682.70 પર બંધ રહ્યો છે જ્યારે નિફ્ટી 39.95 પોઈન્ટના ઘટાડા સાથે 17856.50 પર બંધ રહ્યો છે.

સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત થઈ હતી 

વૈશ્વિક નબળા સંકેતોની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે. આજે સપ્તાહના અંતિમ સેશનમાં ભારતીય સ્ટોક માર્કેટમાં સવારે સુસ્ત શરૂઆત જોવા મળી રહી છે.  આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 60806.22ની સામે 99.41 પોઈન્ટ ઘટીને 60706.81 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17893.45ની સામે 45.90 પોઈન્ટ ઘટીને 17847.55 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 41554.3ની સામે 101.90 પોઈન્ટ ઘટીને 41452.4 પર ખુલ્યો હતો.

 લગભગ 1128 શેર વધ્યા છે

ખુલતાં જ 9-16 કલાકે સેન્સેક્સ 95.02 પોઈન્ટ અથવા 0.16% ઘટીને 60711.20 પર અને નિફ્ટી 44.20 પોઈન્ટ અથવા 0.25% ઘટીને 17849.30 પર હતો. લગભગ 1128 શેર વધ્યા છે, 846 શેર ઘટ્યા છે અને 110 શેર યથાવત છે. બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, યુપીએલ, એમએન્ડએમ અને બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ નિફ્ટીમાં મુખ્ય વધનારા હતા, જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ, એચસીએલ ટેક્નોલોજી, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફોસિસ સૌથી વધુ ઘટનારા સ્ટોક હતા.

આપણ  વાંચો- હવે ATMમાંથી તમે કાઢી શકશો સિક્કાઓ , RBIની જાહેરાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter