Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પ્રજાસત્તાક દિને પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલે કમલમ્ ખાતેથી કર્યું ધ્વજારોહણ

01:48 PM Jan 26, 2024 | Harsh Bhatt

સી. આર પાટીલ ધ્વજારોહણ કાર્યક્રમ : ગુજરાતના મુખ્યમંત્રીએ જ્યારે જુનાગઢ ખાતે ધ્વજારોહણ કર્યું હતું ત્યારે બીજી તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ગાંધીનગર કમલમ ખાતેથી ધ્વજારોહણ કર્યું હતું અને આ ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમના ઉપક્રમે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

‘આ પ્રજાસતાક દિવસ મહત્વનો છે’ – સી આર પાટીલ 

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા ગાંધીનગરના કમલમ્ ખાતે આજના પ્રજાસત્તાક દિવસના રોજ ધ્વજારોહણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સી આર પાટીલે સૌને મીડિયાના માધ્યમ દ્વારા 75માં પ્રજાસતાક દિવસની શુભેચ્છા પાઠવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રજાસતાક દિવસ મહત્વનો છે. કારણ કે આજના દિવસે બાબા ભીમરાઓ આંબેડકર દ્વારા જે બંધારણની રચના કરવામાં આવી હતી તેને અમલમાં લાવ્યાને આજરોજ 75 વર્ષ પૂર્ણ થયા છે, માટે આજના દિવસનું મહત્વ ઘણું છે.

સી આર પાટીલ

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, શહીદ ક્રાંતિકારીઓ જે દેશ માટે શહીદ થયા હતા તેમની શહીદી અને ત્યાગ એડે ગયા નથી. એમની કલ્પનાનું ભારત બનવાનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે.

જુનાગઢ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો 

ગુજરાતમાં રાજ્યકક્ષાના પ્રોગ્રામની ઉજવણી જુનાગઢ ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહ્યા હતા. જૂનાગઢના રાષ્ટ્રવીર શ્રી છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય, પોલીસ પરેડ ગ્રાઉન્ડ બિલખા રોડ ખાતે  થઈ રહી છે. આચાર્ય દેવવ્રત દ્વારા અહી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

 

 

આ પણ વાંચો — જુનાગઢ ખાતે રાજ્યકક્ષાનો ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો, રાજયપાલ આચાર્ય દેવવ્રત દ્વારા લહેરાવાયો તિરંગો