+

ઉત્તર પ્રદેશ સરકારનું 6.90 લાખ કરોડનું બજેટ, જાણો યોગીની ઝોળીમાંથી કોને શું મળ્યું?

ઉત્તરપ્રદેશની (Uttar Pradesh) યોગી સરકારે (Yogi Aditya Nath) આજે બજેટ (UP Budget 2023-24) રજુ કર્યું. આ યોગી સરકાર 2.0નું બીજું બજેટ છે. યોગી સરકારે વર્ષ 2023-24 માટે કુલ 690242.43 કરોડનું બજેટ (UP Budget) રજુ કર્યું. બજેટમાં 32721.96 કરોડની નવી યોજનાઓ સામેલ કરવામાં આવી છે. દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી છે એવામાં આ બજેટ રાજકિય રીતે ખુબ મહત્વરપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ઉત્તરપ્રદેશના નાણાંમંત્રી સુરેશ ખન્નાએ (Suresh Khanna) બજેટમાં અનેક મ
ઉત્તરપ્રદેશની (Uttar Pradesh) યોગી સરકારે (Yogi Aditya Nath) આજે બજેટ (UP Budget 2023-24) રજુ કર્યું. આ યોગી સરકાર 2.0નું બીજું બજેટ છે. યોગી સરકારે વર્ષ 2023-24 માટે કુલ 690242.43 કરોડનું બજેટ (UP Budget) રજુ કર્યું. બજેટમાં 32721.96 કરોડની નવી યોજનાઓ સામેલ કરવામાં આવી છે. દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી છે એવામાં આ બજેટ રાજકિય રીતે ખુબ મહત્વરપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ઉત્તરપ્રદેશના નાણાંમંત્રી સુરેશ ખન્નાએ (Suresh Khanna) બજેટમાં અનેક મોટી જાહેરાતો કરી.
નાણાંકિય વર્ષ 2023-24નું બજેટ
નાણાંમંત્રીએ કહ્યું કે, વર્ષ 2023-24માં બુંદેલખંડમાં ડિફેન્સ કોરિડોર માટે 550 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ટેબલેટ-સ્માર્ટફોન માટે 3600 કરોડ રૂપિયા, પોલીસ વિભાગમાં રહેણાંક સુવિધા માટે 1000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
વારાણસી-ગોરખપુરમાં મેટ્રો માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. રખડતા પશુઓની સમસ્યાનો અંત લાવવા 750 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. 17000 કિસાન પાઠશાળાઓ ખોલવામાં આવશે. ‘મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના’ માટે બજેટમાં 1,050 કરોડ રૂપિયાની જોગવાઈનો પ્રસ્તાવ છે.
બજેટમાં કરવામાં આવેલી જાહેરાતો…..
  • નવા ઉત્તરપ્રદેશની પર્યટન નીતિ 2022ના અંતર્ગત આગામી પાંચ વર્ષમાં 10 લાખ કરોડ રૂપિયાના રોકાણ અને 20 હજાર રોજગારીની તકોનું નિર્માણનો લક્ષ્ય નક્કી કરાયો છે.
  • ઈન્ક્યૂબેટર્સને પ્રોત્સાહન આપવા તથા સ્ટાર્ટઅપ માટે શરૂઆતની મૂડી માટે રૂ. 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • ઉત્તર પ્રદેશ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ પોલિસી માટે 60 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • ગ્રામીણ વિસ્તારોમાં એગ્રીટેક સ્ટાર્ટઅપ્સ સ્થાપવા યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે એગ્રીકલ્ચર એક્સીલેટર ફંડ માટે બજેટમાં રૂ. 20 કરોડની દરખાસ્ત કરવામાં આવી છે.
  • વૃદ્ધાવસ્થા/ખેડૂત પેન્શન યોજના માટે 2023-24ના બજેટમાં રૂ. 7,248 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ‘મુખ્યમંત્રી જન આરોગ્ય યોજના’ હેઠળ 100 કરોડ રૂપિયાની જોગવાઈનો પ્રસ્તાવ છે.
  • નાણામંત્રીએ કહ્યું કે, વર્ષ 2023-24ના બજેટમાં રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન હેઠળ વિવિધ કાર્યક્રમો ચલાવવા માટે 12,631 કરોડ રૂપિયાની જોગવાઈનો પ્રસ્તાવ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ, માર્ચ 2017 થી 17.62 લાખ નવા મકાનોને મંજૂરી આપવામાં આવી છે.
  • કામના પ્રથમ ત્રણ વર્ષ માટે પુસ્તકો અને સામયિકો ખરીદવા માટે યુવા વકીલોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે રૂ. 10 કરોડની જોગવાઈ અને યુવા વકીલો માટે કોર્પસ ફંડ માટે રૂ. 5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • સ્વામી વિવેકાનંદ યુવા સશક્તિકરણ યોજનાના પાત્ર વિદ્યાર્થીઓને ટેબ્લેટ/સ્માર્ટફોન પ્રદાન કરવા માટે નાણાકીય વર્ષ 2023-2024 ના બજેટમાં 3600 કરોડ. વ્યવસ્થા પ્રસ્તાવિત છે. ઉત્તર પ્રદેશ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ્સ પોલિસી માટે રૂ. 60 કરોડની જોગવાઈ પ્રસ્તાવિત છે.
  • પ્રદેશમાં કાયદો અને વ્યાવસ્થાને ધ્યાને લઈ મહિલાઓની મહત્તમ ભાગીદારી નોંધાવવવા 03 મહિલા PAC બટાલિયનનું હઠન કરવામાં આવી રહ્યું છે. નાણાંકિય વર્ષમાં પુર નિયંત્રણ અને જળ વ્યવસ્થાપન હેતું રૂ. 2,803 કરોડના બજેટ વ્યવસ્થા પ્રસ્તાવિત છે.
  • પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, વર્ષ 2022-2023માં અત્યાર સુધીમાં રૂ. 51,639.68 કરોડ થી વધુ DBT દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
  • રાજ્ય સરકારે દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ સ્થાપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. 14 નવી મેડિકલ કોલેજોની સ્થાપના અને સંચાલન માટે 2491 કરોડ 39 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • એક જિલ્લામાં એક મેડિકલ કોલેજની યોજના હેઠળ રાજ્યના 45 જિલ્લાઓને મેડિકલ કોલેજમાં આવરી લેવામાં આવ્યા છે, 14 જિલ્લામાં મેડિકલ કોલેજો નિર્માણાધીન છે.
  • મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના હેઠળ લાભાર્થી દીઠ રૂ. 15,000 સુધીની રકમનો લાભ મળી રહ્યો છે. નાણાકીય વર્ષ 2023-2024 માટે રૂ. 1050 કરોડની જોગવાઈ પ્રસ્તાવિત છે.
  • આ ઉપરાંત રોડ અને બ્રિજના નિર્માણ માટે 21,159 કરોડ 62 લાખ રૂપિયા અને રોડ અને બ્રિજની જાળવણી માટે 6,209 કરોડ 50 લાખ રૂપિયાની જોગવાઈ બજેટમાં પ્રસ્તાવિત છે.
  • બુંદેલખંડ એક્સપ્રેસ વેની સાથે ડિફેન્સ કોરિડોર પ્રોજેક્ટ માટે 550 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગોરખપુર લિંક એક્સપ્રેસ વેની બંને બાજુએ ગોરખપુરમાં ઔદ્યોગિક કોરિડોર વિકસાવવા માટે 200 કરોડ રૂપિયાની જોગવાઈનો પ્રસ્તાવ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter