Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

School Open: શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, વાલીઓની ચિંતા વધી

09:38 AM Jun 05, 2023 | Viral Joshi

આજથી 35 દિવસના વેકેશન બાદ ધો.1થી ધો.12માં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વર્ષ 2023-24 માટેના નવા શૈક્ષણિક સત્રનો આરંભ થઇ રહ્યો છે. રાજ્યની 43 હજાર પ્રાથમિક અને 11,400 શાળાઓમાં સત્ર શરૂ થયુ છે. શૈક્ષણિક સત્ર અને દિવાળી વેકેશન જાહેર કરાયા છે તે મુજબ પ્રથમ સત્ર તા.5 જૂન,2023થી 8 નવેમ્બર, 2023 દરમિયાન 124 દિવસનું રહેશે. જ્યારે દિવાળી વેકેશન તા.9થી 29 નવેમ્બર સુધી 21 દિવસનું જાહેર કરાયું છે.

  • 9 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ 30 નવેમ્બરથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. બીજું શૈક્ષણિક સત્ર 30 નવેમ્બરથી 5 મે સુધી કુલ 125 દિવસનું રાખવામાં આવ્યું છે. 9 નવેમ્બરથી 21 દિવસનું દીવાળી વેકેશન રહેશે.

સ્ટેશનરી મોંઘી

ઉનાળુ વેકેશન પૂર્ણ થયું છે અને હવે નવા સત્રનો પ્રારંભ થયો છે તો બીજી તરફ પુસ્તકો, નોટબુક અને ચોપડા સહિતની સ્ટેશનરીના ભાવમાં 20 થી 25 ટકાનો ભાવવધારો થતા વાલીઓના બજેટ પર અસર પડી શકે છે. બેગ, યુનિફોર્મ અને બુટ-મોજાના ભાવમાં પણ 5 થી 10 ટકાનો વધારો થયો છે. વિવિધ સ્ટેશનરીની દુકાનો ખાતે ભારે ભીડ જોવા મળી રહી છે.

6 વર્ષ પૂર્ણ થયા હશે તો જ એડમિશન મળશે

નવા શૈક્ષણિક વર્ષમાં પ્રાથમિક શાળાઓમાં ધો.1માં હવે 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને જ એડમિશન મળશે. જ્યારે 5 વર્ષના બાળકોને બાલ વાટિકામાં પ્રવેશ મળશે. પહેલી જૂને છ વર્ષ પૂરા ન થયા હોય તેવા રાજ્યમાં અંદાજે ત્રણ લાખ બાળકો છે. અને આવા બાળકો માટે સરકારી સ્કૂલોમાં બાલવાટિકાઓ પણ શરૂ કરાઈ છે.

આ પણ વાંચો : પર્યાવરણ જાળવણી માટે અદાણી હજીરા પોર્ટનું ઉમદા કાર્ય, સુવાલી બીચ પર સફાઇ હાથ ધરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.