+

ભારત વિરુદ્ધ T20I સીરિઝ માટે શ્રીલંકા ટીમની જાહેરાત, અનુભવી સાથે યુવા ખેલાડીઓનો સમાવેશ

ભારત અને શ્રીલંકા વચ્ચે 24 ફેબ્રુઆરીએ T20 સીરિઝ રમાશે. જેના માટે શ્રીલંકાએ ટીમ જાહેર કરી દીધી છે. ભારત પ્રવાસ પર T20 સીરિઝમાં દસુન શનકા ટીમની કેપ્ટનશીપ કરશે. શ્રીલંકાએ ટીમમાં અનુભવી ખેલાડીઓની સાથે યુવા ખેલાડીઓનો પણ સમાવેશ કર્યો છે. તેમાં દિનેશ ચંડીમલ, ચરિથ અસલંકા અને કુસલ મેન્ડિસ પણ સામેલ છે.આપને જણાવી દઇએ કે, ભારત અને શ્રીલંકા વચ્ચે 24 માર્ચથી 3 મેચની T20 સીરિઝ શરૂ થવા જઈ રહી છે. શ્રીલંકા à
ભારત અને શ્રીલંકા વચ્ચે 24 ફેબ્રુઆરીએ T20 સીરિઝ રમાશે. જેના માટે શ્રીલંકાએ ટીમ જાહેર કરી દીધી છે. ભારત પ્રવાસ પર T20 સીરિઝમાં દસુન શનકા ટીમની કેપ્ટનશીપ કરશે. શ્રીલંકાએ ટીમમાં અનુભવી ખેલાડીઓની સાથે યુવા ખેલાડીઓનો પણ સમાવેશ કર્યો છે. તેમાં દિનેશ ચંડીમલ, ચરિથ અસલંકા અને કુસલ મેન્ડિસ પણ સામેલ છે.
આપને જણાવી દઇએ કે, ભારત અને શ્રીલંકા વચ્ચે 24 માર્ચથી 3 મેચની T20 સીરિઝ શરૂ થવા જઈ રહી છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે આ સીરિઝ માટે ટીમની જાહેરાત કરી છે. શ્રીલંકાની ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સાથે 5 મેચની T20 સીરિઝ રમી અને ભારત સાથે રમતી જોવા મળશે. ઓસ્ટ્રેલિયા સામે લંકાની ટીમ પાયાવિહોણી દેખાઈ છે. 5 મેચની સીરિઝમાં આ ટીમ માત્ર એક જ મેચ જીતી શકી છે. ઈજાગ્રસ્ત અવિષ્કા ફર્નાન્ડોને દાસુન શનાકાની આગેવાની હેઠળની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.
શ્રીલંકા ટીમ – 
દાસુન શનાકા (કેપ્ટન), પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, ચરિથ અસલંકા (વાઈસ કેપ્ટન), દિનેશ ચંડીમલ, દાનુષ્કા ગુણાથિલક, કામિલ મિશ્રા, જેનિથ લિયાનાગે, વાનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, દુષ્મંથા ચમીરા, લાહિરુ કુમારો, શિરન ફર્નાન્ડો, મહેશ દીક્ષાના, જેફરી વેન્ડરસે, પ્રવીણ જયવિક્રમા, આશિયાન ડેનિયલ.

અગાઉ, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ શુક્રવારે શ્રીલંકા સામેની 3 મેચની T20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી 3-0થી જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ઉત્સાહમાં છે. આ સીરિઝમાં વિરાટ કોહલી અને ઋષભ પંતને આરામ આપવામાં આવ્યો છે. જેથી ટીમમાં હાજર યુવા ખેલાડીઓને અજમાવી શકાય. 
ટીમ ઈન્ડિયા – 
રોહિત શર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, વેંકટેશ ઐયર, દીપક હુડ્ડા. જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અવેશ ખાન.
Whatsapp share
facebook twitter