Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કૃણાલ પંડ્યા અને પંખુડી શર્માના ઘરે આવ્યો નાનકડો મહેમાન, રાખ્યું આ યુનિક નામ

05:02 AM Apr 23, 2023 | Vipul Pandya

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી કૃણાલ પંડ્યા અને પંખુરી શર્માના ઘરે નાનકડો મહેમાન આવ્યો છે. કૃણાલ પહેલીવાર પિતા બન્યો છે. આ વાતનો ખુલાસો ખુદ કૃણાલ પંડ્યાએ સોશિયલ મીડિયા દ્વારા  માહિતી આપી હતી. સાથે જ પોતાના દીકરાનું  નામ પણ જાહેર કર્યું હતું.  
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા અને પંખુડી શર્માના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે. કૃણાલ પહેલીવાર પિતા બન્યો છે. આ વાતનો ખુલાસો ખુદ કૃણાલ પંડ્યાએ સોશિયલ મીડિયા દ્વારા કર્યો છે અને પુત્રનું નામ પણ આપ્યું છે. ક્રિકેટ અને આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર ટીમ ઈન્ડિયા કૃણાલ પંડ્યાએ ટ્વિટર દ્વારા પિતા બનવાની માહિતી શેર કરી છે. કૃણાલ પંડ્યાએ તેની પત્ની પંખુડી શર્મા સાથે તેના પુત્રની બે તસવીરો શેર કરી છે. જેમાં એક તસવીરમાં કપલ તેમના પુત્રને વહાલ કરતા જોવા મળે છે, જ્યારે બીજી તસવીરમાં કૃણાલ અને પંખુડી દીકરા સાથે ખુશ મૂડમાં જોવા મળે છે. જેમાં તેણે પુત્રનું નામ ‘કવીર કૃણાલ પંડ્યા’ જાહેર કર્યું. 

કૃણાલે  તેની સાથે ગ્લોબનું એક ઇમોજી પણ મૂક્યું છે, આ દીકરો ક્રિકેટર પોતાની દુનિયા માને છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કૃણાલ પંડ્યા અને મોડલ પંખુડી શર્માએ 27 ડિસેમ્બર 2017ના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના પાંચ વર્ષ બાદ તેઓ માતા-પિતા બન્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે પંખુડીને ક્રિકેટ જોવાનું પસંદ નથી, પરંતુ તે કૃણાલ પંડ્યાની તમામ મેચો જુએ છે. કૃણાલ પંડ્યાએ 2018માં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે 19 T20 અને 5 ODI મેચ રમ્યો છે.