Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Paris Olympic: મેડલ કેટલી હોય છે કિંમત? આ વસ્તુનો કરાયો ઉપયોગ

10:38 PM Jul 17, 2024 | Hiren Dave

Paris Olympic: પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે.જેમાં 10 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે.પેરિસ ઓલિમ્પિકમાં ભારતના 117 ખેલાડીઓ ભાગ લેશે. જોકે, ફ્રાન્સમાં કેટલીક રમતો 24 જુલાઈથી જ શરૂ થશે. પેરિસ ઉપરાંત ફ્રાન્સના 16 અલગ-અલગ શહેરોમાં પણ ગેમ્સનું આયોજન કરવામાં આવશે. ઓલિમ્પિકમાં વિજેતાઓને મેડલ આપવામાં આવે છે. જે પ્રથમ સ્થાને છે તેને ગોલ્ડ અને બીજા સ્થાને રહેનારને સિલ્વર અને ત્રીજા સ્થાનને બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે. ઘણી ઈવેન્ટ્સમાં ચોથા સ્થાને રહેનારને બ્રોન્ઝ પણ મળે છે.

ગોલ્ડ મેડલમાં કેટલું હોય છે સોનું?

પેરિસ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક્સ માટે કુલ 5084 મેડલ બનાવવામાં આવ્યા છે. તેની જાડાઈ 9.2 mm અને વ્યાસ 85 mm હશે. ગોલ્ડ મેડલનું વજન 529 ગ્રામ છે જ્યારે સિલ્વર મેડલનું વજન 525 ગ્રામ છે. બ્રોન્ઝ મેડલ 455 ગ્રામ છે. ઓલિમ્પિક ગોલ્ડ મેડલમાં 92.5 ટકા ચાંદી હોય છે અને 6 ગ્રામ સોનું છે. સિલ્વર મેડલમાં પણ 92.5 ટકા સિલ્વર છે. બ્રોન્ઝ મેડલમાં 97 ટકા કોપર હોય છે. બ્રોન્ઝ મેડલમાં 2.5 ટકા ઝીંક અને 0.5 ટકા ટીન પણ છે.

મેડલની કિંમત કેટલી હોય છે?

એક રિસર્ચ અનુસાર, ઓલિમ્પિક ગોલ્ડ મેડલની કિંમત $758 છે. ભારતીયરૂપિયામાં તેની કિંમત લગભગ 63 હજાર 357 રૂપિયા છે. સિલ્વર મેડલની કિંમત $250 અર્થાત 20,890 રૂપિયા છે,બ્રોન્ઝ મેડલની કિંમત 5 ડોલર એટલે કે 417 રૂપિયા છે.

મેડલની કુલ સંખ્યા તૈયાર

પેરિસ ઓલિમ્પિક 2024 માટે કુલ 5084 મેડલ બનાવવામાં આવ્યા છે. જેમાં ગોલ્ડ મેડલનું વજન 529 ગ્રામ અને સિલ્વર મેડલનું વજન 525 ગ્રામ છે. જ્યારે બ્રોન્ઝ મેડલ 455 ગ્રામનો હશે. તમને જણાવી દઈએ કે, ગોલ્ડ મેડલ સંપૂર્ણ રીતે સોનાથી બનેલો નથી, તેમાં 92.5 ટકા ચાંદી અને માત્ર 6 ગ્રામ સોનું હોય છે. એ જ રીતે સિલ્વર મેડલમાં પણ 92.5 ટકા સિલ્વર અને બ્રોન્ઝ મેડલમાં 97 ટકા કોપર હોય છે.

આ પણ  વાંચો – Paris Olympics: ઓલિમ્પિક્સની સુરક્ષા ભારતીય K-9 ના હવાલે

આ પણ  વાંચો – ક્રિકેટર પોતાની પત્ની સાથે સુતો હતો અને અચાનક જાગ્યોને જોયું તો…

આ પણ  વાંચો – Controversy: ભારતીય ટીમના આ ભૂતપૂર્વ ખેલાડીઓ સામે નોંધાઈ FIR