Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IND Womens vs SA Women : સ્મૃતિ મંધનાએ દક્ષિણ આફ્રિકાના બોલરોની લીધી ક્લાસ, રચ્યો ઈતિહાસ

03:59 PM Jun 28, 2024 | Hardik Shah

IND Womens vs SA Women : T20 World Cup 2024 માં મેન્સ ટીમ ઈન્ડિયાની ક્રિકેટ ટીમ (Men’s Team India Cricket Team) આવતી કાલે (Saturday) ફાઈનલ મેચ રમવાની છે તે પહેલા આજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Women’s Cricket Team) દક્ષિણ આફ્રિકા ટીમ (South African Team) ની ક્લાસ લઇ રહી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Women’s Cricket Team) અને દક્ષિણ આફ્રિકાની ટીમ (South African Team) વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ (Test Match) ચેન્નાઈમાં રમાઈ રહી છે. જ્યા ઓપનિંગ બેટર સ્મૃતિ મંધાના (Smriti Mandhana) એ એક માત્ર ટેસ્ટના પ્રથમ દિવસે પ્રથમ ઇનિંગમાં સદી (Century) ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. મંધાનાની કારકિર્દીની આ બીજી ટેસ્ટ સદી છે. આ ઇનિંગ સાથે તેણે ઘણા ખાસ રેકોર્ડ બનાવ્યા છે. આવો નજર કરીએ તેના ખાસ રેકોર્ડ પર…

આ રેકોર્ડ તોડનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સૌથી સફળ બેટર સ્મૃતિ મંધાના વિદેશમાં અને ઘરઆંગણે ટેસ્ટ અને ODI બંનેમાં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની ગઇ છે. અગાઉ 2021માં તેણે કારારા ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામે 127 રનની ઇનિંગ રમી હતી. મંધાનાએ ટેસ્ટ ક્રિકેટમાં 500 રન પણ પૂરા કર્યા અને આ આંકડા સુધી પહોંચનારી તે નવમી ભારતીય ખેલાડી બની ગઈ છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાઈ રહેલી મેચમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ અત્યાર સુધી ઘણી સારી રહી છે. ટીમ ઈન્ડિયાની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ આ મેચની પ્રથમ ઈનિંગમાં શાનદાર બેટિંગ કરી અને શાનદાર સદી ફટકારી હતી. આ સિવાય મંધાનાએ ટીમ ઈન્ડિયાની પૂર્વ કેપ્ટન મિતાલી રાજનો એક ખાસ રેકોર્ડ પણ તોડ્યો છે.

પૂર્વ કેપ્ટનનો તોડ્યો રેકોર્ડ

સ્મૃતિ મંધાનાએ દક્ષિણ આફ્રિકા સામેની એકમાત્ર ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. મંધાનાએ બેટિંગ કરી અને 149 રનની ઇનિંગ રમી. આ ઇનિંગમાં મંધાનાએ 27 ચોગ્ગા અને એક શાનદાર સિક્સર ફટકારી હતી. આ સાથે સ્મૃતિએ ટેસ્ટ ક્રિકેટમાં કોઈપણ મહિલા ક્રિકેટર દ્વારા સૌથી વધુ ચોગ્ગા મારવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જે અત્યાર સુધી ટીમ ઈન્ડિયાની પૂર્વ કેપ્ટન મિતાલી રાજના નામે હતું. જેણે ટેસ્ટ ક્રિકેટમાં 87 ચોગ્ગા ફટકાર્યા હતા. હવે સ્મૃતિના નામે 90 ચોગ્ગા છે.

કેવી રહી મંધાનાની ઇનિંગ અને ભાગીદારી?

ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. મંધાનાએ આવતાની સાથે જ મોટા શોટ મારવાનું શરૂ કર્યું અને 122 બોલનો સામનો કરીને તેની સદી પૂરી કરી હતી. મંધાના 161 બોલમાં 149 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન તેણે 27 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 92.55 હતો. શેફાલી વર્માએ તેને શાનદાર સમર્થન આપ્યું હતું અને બંને વચ્ચે 292 રનની ભાગીદારી થઈ હતી. મહિલા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ બીજી સૌથી મોટી ભાગીદારી છે.

આ પણ વાંચો – IND vs ENG : ટીમ ઈન્ડિયાની જીત પર પાકિસ્તાનમાં જશ્નનો માહોલ

આ પણ વાંચો – T20 World Cup 2024 : એક દાયકા બાદ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી, શનિવારે થશે ખરાખરીનો ખેલ