Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બાંગ્લાદેશની જીત સાથે T20 World Cup 2024માં સુપર-8ની સ્થિતિ સ્પષ્ટ, જાણો કઇ ટીમો વચ્ચે થશે ટક્કર

10:01 AM Jun 17, 2024 | Hardik Shah

હવે T20 World Cup 2024માં સુપર-8 (Super-8) માં પહોંચનારી ટીમોની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. ગ્રુપ સ્ટેજ (Group Stage) ની 40માંથી 35 મેચ બાદ હવે સુપર-8નું ચિત્ર પણ સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું છે. રવિવારે સ્કોટલેન્ડ સામે ઓસ્ટ્રેલિયા (Scotland vs Australia) ની 5 વિકેટની જીતે ઈંગ્લેન્ડ (England) ના નસીબને ચમકાવી દીધું અને તેણે સુપર 8માં પ્રવેશ કર્યો. T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 20 ટીમોમાંથી પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સહિત 12 ટીમો બહાર થઈ ગઈ છે, જ્યારે ભારત, ઓસ્ટ્રેલિયા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સહિત કુલ 8 ટીમ સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. બાંગ્લાદેશ સુપર-8માં પહોંચનારી 8મી અને છેલ્લી ટીમ બની ગઈ છે. બાંગ્લાદેશે નેપાળને 21 રને હરાવીને સુપર 8માં પ્રવેશ કર્યો છે. સુપર-8માં કઈ ટીમ કોની સામે ટકરાશે? ચાલો જાણીએ T20 વર્લ્ડ કપ 2024નું સંપૂર્ણ શેડ્યૂલ શું છે.

બાંગ્લાદેશ સુપર-8માં પહોંચનારી 8મી ટીમ બની 

અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2024 હવે સુપર-8માં પ્રવેશ કરી લીધો છે. આજે નેપાળ સામે બાંગ્લાદેશની ટીમે શાનદાર પ્રદર્શન કર્યો અને 21 રને વીજય મેળવ્યો હતો. આ રીતે બાંગ્લાદેશની ટીમ સુપર-8માં પહોંચનારી 8મી ટીમ બની ગઇ છે. આ રીતે હવે T20 World Cup 2024 માં સુપર-8નું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. ભારતીય ટીમ અને અમેરિકા (યુએસએ) ગ્રુપ-Aમાંથી ક્વોલિફાય થઇ ગયા છે. ગ્રુપ Bમાંથી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડે પ્રવેશ કર્યો છે. અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે ગ્રુપ Cમાંથી જગ્યા બનાવી છે. જ્યારે ગ્રુપ Dમાંથી દક્ષિણ આફ્રિકા અને હવે બાંગ્લાદેશ સુપર-8માં ક્વોલિફાય થયા છે.

ભારતની પ્રથમ મેચ 20મી જૂને

સુપર-8માં 4 ટીમોના બે ગ્રુપ હશે. જો આ બંને ગ્રુપમાંથી બે ટીમ ટોપ પર રહેશે તો તેમને સેમિફાઈનલમાં જગ્યા મળશે. ગ્રુપ-1માં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન છે. વેસ્ટ ઈન્ડિઝ, યુએસએ, દક્ષિણ આફ્રિકા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ગ્રુપ-2માં રાખવામાં આવ્યા છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ સુપર-8 તબક્કામાં તેની પ્રથમ મેચ 20 જૂને બાર્બાડોસમાં રમશે. આ મેચ અફઘાનિસ્તાન સામે થશે. આ પછી બીજી મેચ 22 જૂને એન્ટિગુઆમાં રમાશે. આ મેચમાં બાંગ્લાદેશ સાથે ટક્કર થશે. ભારતીય ટીમ સુપર-8માં તેની છેલ્લી મેચ 24 જૂને સેન્ટ લુસિયામાં રમશે. આ સ્પર્ધા કઠિન હોઈ શકે છે, જેમાં ઓસ્ટ્રેલિયા સાથે યુદ્ધ થશે. સુપર 8માં ભારતની તમામ મેચો ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે.

સુપર 8નું ગ્રુપ

ગ્રુપ-1: ભારત, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન
ગ્રુપ-2: યુએસએ, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા

T20 વર્લ્ડ કપ 2024માં સુપર 8 મેચોનું શેડ્યૂલ

  • જૂન 19 – યુએસએ વિ દક્ષિણ આફ્રિકા, એન્ટિગુઆ, રાત્રે 8 વાગ્યે
  • જૂન 20 – ઈંગ્લેન્ડ વિ વેસ્ટ ઈન્ડિઝ, સેન્ટ લુસિયા, સવારે 6 વાગ્યે
  • 20 જૂન – અફઘાનિસ્તાન વિરુદ્ધ ભારત, બાર્બાડોસ, રાત્રે 8 વાગ્યે
  • 21 જૂન – ઓસ્ટ્રેલિયા વિ બાંગ્લાદેશ, એન્ટિગુઆ, સવારે 6 વાગ્યે
  • 21 જૂન – ઇંગ્લેન્ડ વિ દક્ષિણ આફ્રિકા, સેન્ટ લુસિયા, રાત્રે 8 વાગ્યે
  • 22 જૂન – યુએસએ વિ વેસ્ટ ઈન્ડિઝ, બાર્બાડોસ, સવારે 6 વાગ્યે
  • 22 જૂન – ભારત વિ બાંગ્લાદેશ, એન્ટિગુઆ, રાત્રે 8 વાગ્યે
  • 23 જૂન – અફઘાનિસ્તાન વિ ઓસ્ટ્રેલિયા, સેન્ટ વિન્સેન્ટ, સવારે 6 વાગ્યે
  • 23 જૂન – યુએસએ વિ ઈંગ્લેન્ડ, બાર્બાડોસ, રાત્રે 8 વાગ્યે
  • 24 જૂન – વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, એન્ટિગુઆ, સવારે 6 વાગ્યે
  • 24 જૂન – ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત, સેન્ટ લુસિયા, રાત્રે 8 વાગ્યે
  • 25 જૂન – અફઘાનિસ્તાન વિ બાંગ્લાદેશ, સેન્ટ વિન્સેન્ટ, સવારે 6 વાગ્યે
  • જૂન 27 – સેમિફાઇનલ 1, ગયાના, સવારે 6 વાગ્યે
  • જૂન 27 – સેમિફાઇનલ 2, ત્રિનિદાદ, રાત્રે 8 વાગ્યે
  • જૂન 29 – ફાઇનલ, બાર્બાડોસ, રાત્રે 8 વાગ્યે

આ 12 ટીમોની સફર પૂરી થઈ

હવે T20 વર્લ્ડ કપમાં 8 ટીમ સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. આ વખતે વર્લ્ડ કપમાં 20 ટીમોએ ભાગ લીધો હતો. બીજી તરફ વર્લ્ડ કપમાંથી 12 ટીમોની સફર ખતમ થઈ ગઈ છે. જેમાં બે મોટી ટીમો પણ સામેલ છે. જેમાં પાકિસ્તાન, ન્યૂૂઝીલેન્ડ, પાપુઆ ન્યુ ગીની, નામીબિયા, આયર્લેન્ડ, કેનેડા, ઓમાન, સ્કોટલેન્ડ, શ્રીલંકા, યુગાન્ડા, નેપાળ અને નેધરલેન્ડ સામેલ છે.

આ પણ વાંચો – 11 વર્ષ બાદ આખરે ભારતનું ICC ટ્રોફી જીતવાનું સપનું થશે સાકાર! ખાસ સંયોગોનો સમજો ઈશારો

આ પણ વાંચો – T20 World Cup 2024 માં અત્યાર સુધી 10 ટીમો થઈ બહાર, આ સૌથી નબળી ટીમ સુપર-8માં પહોંચી