Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PM મોદી અને રસ્મિકા બાદ સચિનનો બન્યો Deep Fake વીડિયો, ક્રિકેટરે વ્યક્ત કર્યો ગુસ્સો

03:25 PM Jan 15, 2024 | VIMAL PRAJAPATI

Deep Fake: છેલ્લા કેટલાય સમયથી ડીપફેક વીડિયો અને ફોટો બન્યાના સમાચાર સામે આવે છે. રાજકારણીયોથી લઈને બોલીવુડના સેલેબ્સ પણ આ ડીપ ફેકના શિકાર બન્યા છે. પરંતુ હવે ક્રિકેટરો પણ તેનો શિકાર બનવા લાગ્યા છે. હવે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર પણ આવા ડીપફેક વીડિયોનો શિકાર બન્યા છે. મળતી વિગતો પ્રમાણે એક ગેમિંગ એપ દ્વારા સચિનના ઈન્ટરવ્યુના વીડિયોનો ડીપફેક વીડિયો તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે આ બાબતે પૂર્વ ક્રિકટરે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

પ્રમોશન માટે સચિનના વીડિયોનો કરાયો દૂરૂપયોગ

એક ગેમિંગ એપ દ્વારા સચિન તેંડુલકરના એક ઇન્ટરવ્યુ વીડિયોનો ઉપગોય કરવામાં આવ્યો છે. જો કે આ વીડિયોમાં ઉપયોગમાં લેવામાં આવેલ વીડિયો ડીપફેક છે. કારણ કે, આ ગેમિંગ એપે વીડિયોને મ્યુટ કરીને તેને સચિનના અવાજમાં ડબ કરી તેનો ખોટા પ્રમોશન માટે દુરૂપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ વીડિયો નીચે સબ ટાઇટલ પણ લખવામાં આવ્યું છે. સચિને સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરીને આ ડીપ ફેક વીડિયો મામલે પોસ્ટ લખીને લોકોને સાવધાન કર્યા છે અને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

સચિને પોસ્ટ કરીને લોકોને કર્યા એલર્ટ

સચિને તેની પોસ્ટમાં લખ્યું, ‘આ વીડિયો સંપૂર્ણપણે ફેક છે. ટેક્નોલોજીનો આ રીતે ઉપયોગ કરવો તદ્દન ખોટી બાબત છે. આપ સૌને વિનંતી છે કે આવા વીડિયો, આવી જાહેરાતો અને આવી એપ્સને મોટી સંખ્યામાં રિપોર્ટ કરો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મે સતર્ક રહેવું પડશે અને ફરિયાદો પ્રત્યે કડક બનવું પડશે. અત્યારે આવી ખોટી માહિતી અને ડીપફેક જેવી બાબતોને અટકાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.’

આ પણ વાંચો: હૃતિક-દીપિકાએ જગાવી દેશભક્તિની ભાવના, ડાયલોગ એવા કે…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ