Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શું ટેસ્ટ ક્રિકેટમાં સ્ટીવ સ્મિથ લેશે ડેવિડ વોર્નરનું સ્થાન ? આ વર્લ્ડકપ વિનીંગ કપ્તાને કર્યો સ્મિથને સપોર્ટ

11:34 PM Jan 08, 2024 | Harsh Bhatt

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર અને ઘાતક પ્લેયર  ડેવિડ વોર્નરે હવે ટેસ્ટ અને વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ડેવિડ વોર્નરે પોતાની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ શ્રેણી પાકિસ્તાન સામે રમી હતી. જે બાદ હવે ઓસ્ટ્રેલિયન ટીમ સામે મોટો સવાલ એ છે કે વનડે અને ટેસ્ટમાં ડેવિડ વોર્નરની જગ્યાએ કયો ખેલાડી લેશે. આ અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ડેવિડ વોર્નરની નિવૃત્તિ બાદ સ્ટીવ સ્મિથે તેની જગ્યાએ ઓપનિંગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ઓસ્ટ્રેલિયન લેજન્ડ સ્ટીવ સ્મિથ લઈ શકે છે વોર્નરનું સ્થાન 

સ્ટીવ સ્મિથ

ડેવિડ વોર્નરની નિવૃત્તિ બાદ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, તેના સ્થાને સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયા માટે ઓપનિંગ કરી શકે છે. જો કે આ બાબત અંગે  ઓસ્ટ્રેલિયન ક્રિકેટ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. અત્યાર સુધી ઉસ્માન ખ્વાજા અને ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ કરતા જોવા મળતા હતા. આ સિવાય ડેવિડ વોર્નર પણ ઓસ્ટ્રેલિયા માટે વનડે ક્રિકેટમાં ઓપનિંગ કરતો હતો.

સ્ટીવ સ્મિથને પણ ઓસ્ટ્રેલિયાના સૌથી અનુભવી ખેલાડી માંથી એક માનવામાં આવે છે. વિરાટ કોહલી, કેન વિલ્યમસન, જો રૂટની સાથે સ્ટીવ સ્મિથનો સમાવેશ FAB 4 એટલે વિશ્વના ટોપ 4 ખેલાડીમાં થાય છે. ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા માટે સ્ટીવે આમ તો કોઈ દિવસ શુરૂઆત કરી નથી. પરંતુ હવે સ્ટીવ, ડેવિડ વોર્નરના વિદાય ટેસ્ટમાં ઓપનઈંગ કરવામાં પોતે રસ દાખવી રહ્યા છે.

વર્લ્ડ કપ વિનીંગ કપ્તાને કર્યો સ્મિથને સપોર્ટ  

ઓસ્ટ્રેલિયાને વર્ષ 2015 નો વિશ્વ કપ જીતડનાર કપ્તાન માઇકલ ક્લાર્ક પણ સ્મિથને ટેસ્ટમાં ટોપ ઓર્ડરમાં બેટિંગ કરાવવા અને વોર્નરના સ્થાન લેવાના નિર્ણયમાં સ્મિથના સમર્થનમાં ઉતર્યો છે.

માઇકલ ક્લાર્ક એ સ્મિથને ટેકો આપતા કહ્યું કે – સ્મિથ જો ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટમાં પારીની શુરૂઆત કરે તો તેને ટેસ્ટમાં નંબર 1 ઓપનર બનતા ફક્ત 12 મહિનાનો જ સામે લાગશે અને તે બ્રાયન લારાના 400 રનનો રેકોર્ડ તોડવાની ક્ષમતા ધરાવે છે.

આ પણ વાંચો — રિયાન પરાગની છત્તીસગઢ સામે ટેસ્ટમાં T-20 જેવી તોફાની ઇનિંગ્સ, વાંચો અહેવાલ