Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IND vs AUS: ટીમ ઈન્ડિયા માત્ર 2003 ના સ્કોરનો જ નહીં પરંતુ 23 અઠવાડિયા જૂનો હિસાબ પણ કરશે સેટલ

09:01 AM Nov 18, 2023 | Harsh Bhatt

અહેવાલ – રવિ પટેલ, અમદાવાદ

વર્લ્ડ કપ 2023ની ફાઇનલ 19 નવેમ્બર રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ ફાઈનલ રોમાંચક હશે કે એકતરફી તે તો 19 તારીખે જ ખબર પડશે પરંતુ ભારતીય ટીમ અને તેના ચાહકો માટે આ ફાઈનલ બદલો લેવા જેવી છે. છેવટે, 20 વર્ષ પછી, ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની ફાઇનલમાં ટકરાશે અને ભારત પાસે અગાઉની હારનો સ્કોર સેટલ કરવાનો મોકો છે. પરંતુ માત્ર 20 વર્ષ જૂની હાર જ નહીં, ટીમ ઈન્ડિયાને 23 અઠવાડિયા પહેલા પણ હારનો સામનો કરવો પડ્યો હતો અને તેનો બદલો પણ અહીં જ લેવામાં આવશે.વર્લ્ડ કપના ઈતિહાસમાં આ બીજી વખત છે જ્યારે વર્લ્ડ કપની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. માત્ર ODI વર્લ્ડ કપ જ નહીં, પરંતુ કોઈપણ મર્યાદિત ઓવરની ICC ટૂર્નામેન્ટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા માત્ર એક જ વાર ફાઇનલમાં ટકરાયા છે. 23 માર્ચ 2003ના રોજ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 125 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ તેનું ત્રીજું ટાઇટલ જીતીને ભારતીય ચાહકો પર કાયમ માટે ઊંડો ઘા છોડી દીધો હતો.23 અઠવાડિયા જૂની હારનો બદલો હજુ બાકી છે

જ્યારે ટીમ ઈન્ડિયા રવિવારે અમદાવાદમાં આ ફાઈનલ માટે રમશે ત્યારે ચોક્કસપણે તે ફાઈનલનો બદલો લેવા માટે ચાહકોના દિલમાં આગ હશે. પરંતુ એટલું જ નહીં, બીજી ફાઈનલ છે જેમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને કારમી હાર આપી હતી અને સ્કોર સેટલ કરવાની જરૂર છે. આ હાર 23 અઠવાડિયા પહેલા ઈંગ્લેન્ડમાં ભોગવવી પડી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ લંડનના ઓવલ મેદાન પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતને 209 રનથી હરાવ્યું હતું.

જૂન 2023માં આયોજિત આ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનું સુકાની રોહિત શર્માએ સંભાળ્યું હતું જ્યારે ઓસ્ટ્રેલિયાનું સુકાન પેટ કમિન્સે સંભાળ્યું હતું. આવી સ્થિતિમાં રોહિત માટે આ હાર વધુ પીડાદાયક બની હતી અને હવે તે રવિવારે એ જ ઑસ્ટ્રેલિયન ટીમ અને એ જ કૅપ્ટન સામે તમામ સ્કોર સેટ કરવાનો પ્રયાસ કરશે.ટીમ ઈન્ડિયા દાવેદાર રહેશે

ટીમ ઈન્ડિયા ટાઈટલના દાવેદાર તરીકે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉતરશે. આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે અત્યાર સુધીની તેની તમામ 10 મેચો જીતી છે, જેમાં તેણે પહેલી જ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાને પ્રથમ 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારબાદ સતત 8 મેચ જીતીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

આ પણ વાંચો — શ્રીલંકાની સરકારે BCCI સેક્રેટરી જય શાહની માફી માંગી, અર્જુન રણતુંગાના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો