Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IND vs NZ : ભારતે ટોસ જીતી પહેલા બેટિંગનો કર્યો નિર્ણય

01:47 PM Nov 15, 2023 | Hardik Shah

ICC ODi World Cup 2023 ની પ્રથમ સેમી ફાઈનલ મેચ થોડી ક્ષણોમાં શરૂ થવાની છે. મેચમાં કોણ પહેલા બેટિંગ કરશે અથવા બોલિંગ કરશે તેના નિર્ણયને લઇને ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમના કેપ્ટન મેદાનમાં આવી ગયા છે. તાજા જાણકારી મુજબ ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી લીધો છે અનેે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

ટીમ ઈન્ડિયાએ ટોસ જીત્યો

આજે (15 નવેમ્બર) મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ICC ODI વર્લ્ડ કપ 2023માં ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઇનલ મેચ છે. આ મેચમાં ટોસની ભૂમિકા મહત્વની કહેવાતી હતી, જેમા ટીમ ઈન્ડિયાએ બાજી મારી છે. જીહા, રોહિત શર્માએ અહીં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરતા 300+ સ્કોર કરવા મેદાને ઉતરશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે રોમાંચક સેમીફાઇનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થોડી જ ક્ષણોમાં શરૂ થશે, જે નિર્ધારિત સમયે બપોરે 2 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ લીગ તબક્કામાં નવ મેચમાં નવ જીત સાથે પ્રથમ સ્થાને તો છે જ, પરંતુ આત્મવિશ્વાસથી પણ ભરપૂર છે, જ્યારે કિવી ટીમ નવ મેચમાં પાંચ જીત સાથે સેમીફાઇનલમાં પહોંચી છે. ત્યારે આંકડાકીય રીતે આ ટૂર્નામેન્ટમાં ભારતનો પલડો ભારે દેખાઇ રહ્યો છે.

ભારતની રેકોર્ડ સુધારવાની અને ફાઈનલમાં પહોંચવાની સુવર્ણ તક

આ વખતે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં સતત 9 મેચ જીતી છે. વળી, ટીમ ઇન્ડિયા આ સેમી ફાઇનલ દ્વારા માન્ચેસ્ટરમાં 2019 વર્લ્ડ કપમાં કિવી ટીમ દ્વારા મળેલી હારનો બદલો પણ લેવા માંગશે. ન્યૂઝીલેન્ડે 2021 ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ ભારતને હરાવ્યું હતું. આ તમામ બાબતો ટીમ ઈન્ડિયાના મગજમાં હશે. જો કે, ખાસ વાત એ છે કે આ એ જ વાનખેડે સ્ટેડિયમ છે, જ્યાં 2011માં ભારતે 28 વર્ષ બાદ ODI વર્લ્ડ કપ જીત્યો હતો. જણાવી દઇએ કે, આજ સુધી ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ જેવી મોટી મેચમાં કિવી ટીમ સામે જીત મેળવી શકી નથી. પરંતુ આ વખતે ટીમ ઈન્ડિયાની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ શાનદાર રહી છે, તેથી આજે ટીમ ઈન્ડિયા પાસે આ રેકોર્ડ સુધારવાની અને ફાઈનલમાં પહોંચવાની સુવર્ણ તક છે.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ 11

ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન (કેપ્ટન), ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, ટોમ લાથમ (વિકેટકીપર), માર્ક ચેપમેન, મિચેલ સેન્ટનર, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન.

આ પણ વાંચો – Revenge Time : ભારતીય ટીમને આજે જરૂર પડશે 140 કરોડ દેશવાસીઓની પ્રાર્થનાની, જાણો શું છે ભવિષ્યવાણી

આ પણ વાંચો – World Cup semifinal; પ્રથમ સેમિફાઇનલ, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલમાં પ્રવેશવાનો જંગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ