Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Award : BCCIનું વાર્ષિક એવોર્ડ ફંક્શન યોજાયું,જાણો કોને મળ્યો કયો એવોર્ડ

10:38 PM Jan 23, 2024 | Hiren Dave

BCCI: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે( Awards) વાર્ષિક પુરસ્કારની જાહેરાત કરી છે. પુરસ્કાર  સમારંભ મંગળવારે હૈદરબાદ થયો, જ્યાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગુરુવારે પાંચ મેચની ટેસ્ટનો પ્રારંભ થશે. ભારતીય ટીમ પણ સમારંભમાં હાજર રહી. ભારતના હેડ કોચ રાહુલ દ્રવિડ અને ઈંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કુલમ પણ હાજર રહ્યા હતા.

 

 

BCCI Awards  વર્ષ 2019 બાદ પહેલી વખત આપ્યા છે. શુભમન ગિલને 2023 માટે પુરુષ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ ( Awards) અપાયો. સ્મૃતિ મંધાના 2020-21 અને 2021-22ની મહિલા ક્રિકેટ ઓફ ધ યર બની. ઓલરાઉન્ડર દીપ્તી શર્મા 2019-20 માટે સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી તરીકે પસંદ થઈ.

ફારુક એન્જીનિયર અને રવિ શાસ્ત્રીને લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ
પૂર્વ બેટ્સમેન ફારુખ એન્જીનિયરને કર્નલ સીકે નાયડૂ લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા. 84 વર્ષના ફારુખે ભારત તરફથી 46 ટેસ્ટમાં 2,611 રન બનાવ્યા. તેમણે 5 વનડેમાં 114 રન કર્યા. તેઓ 1961થી 1975 સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક્ટિવ રહ્યાં.

તો ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીને પણ લાઈફટાઈમ એચીવમેન્ટથી સન્માનિત કરવામાં આવ્યા. પૂર્વ ઓલરાઉન્ડર શાસ્ત્રીએ 1981થી 1992 સુધી 80 ટેસ્ટમાં 3,830 રન કર્યા, જ્યારે 150 વનડેમાં 3,108 રન કર્યા. તેઓ 1983 વર્લ્ડકપ જીતનારી ટીમમાં પણ હતા. સંન્યાસ લીધા બાદ શાસ્ત્રીએ કોમેન્ટર તરીકે પોતાની અલગ ઓળખ બનાવી.

એવોર્ડ મેળવનારની લિસ્ટ

  • 2019-20 બેસ્ટ મહિલા ક્રિકેટર (જૂનિયર ડોમેસ્ટિક)- કાશ્વી ગૌતમ (ચંડીગઢ)
  • 2021-22 બેસ્ટ મહિલા ક્રિકેટર (જૂનિયર ડોમેસ્ટિક)- સૌમ્યા તિવારી (મધ્યપ્રદેશ)
  • 2022-23 બેસ્ટ મહિલા ક્રિકેટર (જૂનિયર ડોમેસ્ટિક)- વૈષ્ણવી શર્મા (મધ્યપ્રદેશ)
  • 2019-20 બેસ્ટ મહિલા ક્રિકેટર (સીનિયર ડોમેસ્ટિક વનડે)- સાઈ પુરનડરે (મેઘાલય)
  • 2020-21 બેસ્ટ મહિલા ક્રિકેટર (સીનિયર ડોમેસ્ટિક વનડે)- ઈન્દ્રાણી રાય (ઝારખંડ)
  • 2021-22 બેસ્ટ મહિલા ક્રિકેટર (સીનિયર ડોમેસ્ટિક વનડે)- કનિકા આહૂજા (પંજાબ)
  • 2022-23 બેસ્ટ મહિલા ક્રિકેટર (સીનિયર ડોમેસ્ટિક વનડે)- નબમ યાપૂ (અરુણાચલ પ્રદેશ)
  • 2019-20માં સૌથી વધુ રન બનાવનાર બેટર (અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફી)- ઉદય સહારન (પંજાબ)
  • 2022-23માં સૌથી વધુ રન બનાવનાર બેટર (અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફી)- વિહાન મલ્હોત્રા (પંજાબ)

એમએ ચિદમ્બરમ ટ્રોફી

  • 2019-20 અંડર-19 કૂચબિહાર ટ્રૉફીમાં સૌથી વધુ વિકેટઃ હર્ષ દુબે (વિદર્ભ)
  • 2021-22 અંડર-19 કૂચબિહાર ટ્રૉફીમાં સૌથી વધુ વિકેટઃ એઆર નિષાદ (મહારાષ્ટ્ર)
  • 2022-23 અંડર-19 કૂચબિહાર ટ્રૉફીમાં સૌથી વધુ વિકેટઃ માનવ ચોઠાની (સૌરાષ્ટ્ર)
  • 2019-20 અંડર-19 કૂચબિહાર ટ્રૉફીમાં સૌથી વધુ રનઃ પી કાન્પીલેવર (મુંબઈ)
  • 2021-22 અંડર-19 કૂચબિહાર ટ્રૉફીમાં સૌથી વધુ રનઃ મયંક શાંડિલ્ય (હરિયાણા)
  • 2022-23 અંડર-19 કૂચબિહાર ટ્રૉફીમાં સૌથી વધુ રનઃ દાનિશ માલેવાર (વિદર્ભ)
  • 2019-20 અંડર- 23 કર્નલ સીકે નાયડૂ ટ્રૉફીમાં સૌથી વધુ વિકેટઃ અંકુશ ત્યાગી (મધ્યપ્રદેશ)
  • 2021-22 અંડર- 23 કર્નલ સીકે નાયડૂ ટ્રૉફીમાં સૌથી વધુ વિકેટઃ હર્ષ દુબે (વિદર્ભ)
  • 2022-23 અંડર- 23 કર્નલ સીકે નાયડૂ ટ્રૉફીમાં સૌથી વધુ વિકેટઃ વિશાલ બી જયસ્વાલ (ગુજરાત)
  • 2019-20 અંડર- 23 કર્નલ સીકે નાયડૂ ટ્રૉફીમાં સૌથી વધુ રનઃ પાર્થ પાલાવત (સિક્કિમ)
  • 2021-22 અંડર- 23 કર્નલ સીકે નાયડૂ ટ્રૉફીમાં સૌથી વધુ રનઃ વાઈવી રાઠોડ (વિદર્ભ)
  • 2022-23 અંડર- 23 કર્નલ સીકે નાયડૂ ટ્રૉફીમાં સૌથી વધુ રનઃ ક્ષિતિજ પટેલ (ગુજરાત)

માધવરાવ સિંધિયા એવોર્ડ

  • 2019-20 રણજી ટ્રૉફીમાં સૌથી વધુ વિકેટઃ જયદેવ ઉનડકટ (સૌરાષ્ટ્ર)
  • 2021-22 રણજી ટ્રૉફીમાં સૌથી વધુ વિકેટઃ શમ્સ મુલાની (મુંબઈ)
  • 2022-23 રણજી ટ્રૉફીમાં સૌથી વધુ વિકેટઃ જલજ સક્સેના (કેરળ)
  • 2019-20 રણજી ટ્રૉફીમાં સૌથી વધુ રનઃ રાહુલ દલાલ (અરુણાચલ પ્રદેશ)
  • 2021-22 રણજી ટ્રૉફીમાં સૌથી વધુ રનઃ સરફરાઝ ખાન (મુંબઈ)
  • 2022-23 રણજી ટ્રૉફીમાં સૌથી વધુ રનઃ મયંક અગ્રવાલ (કર્ણાટક)

લાલા અમરનાથ એવોર્ડ

  • 2019-20 બેસ્ટ ઓલરાઉન્ડર- ઘરેલૂ સીમિત ઓવર સ્પર્ધા- બાબા અપરાજિત (તમિલનાડુ)
  • 2020-21 બેસ્ટ ઓલરાઉન્ડર- ઘરેલૂ સીમિત ઓવર સ્પર્ધા- ઋષિ ધવન (હિમાચલ પ્રદેશ)
  • 2021-22 બેસ્ટ ઓલરાઉન્ડર- ઘરેલૂ સીમિત ઓવર સ્પર્ધા- ઋષિ ધવન (હિમાચલ પ્રદેશ)
  • 2022-23 બેસ્ટ ઓલરાઉન્ડર- ઘરેલૂ સીમિત ઓવર સ્પર્ધા- રિયાન પરાગ (આસામ)
  • 2019-20 બેસ્ટ ઓલરાઉન્ડર- રણજી ટ્રૉફી- એમબી મુરસિંઘ (ત્રિપુરા)
  • 2021-22 બેસ્ટ ઓલરાઉન્ડર- રણજી ટ્રૉફી- શમ્સ મુલાની (મુંબઈ)
  • 2022-23 બેસ્ટ ઓલરાઉન્ડર- રણજી ટ્રૉફી- સારાંશ જૈન (મધ્યપ્રદેશ)

બેસ્ટ ક્રિકેટ એસોસિએશન એવોર્ડ

  • 2019-20માં BCCIની ઘરેલૂ ટૂર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ પ્રર્દર્શન- મુંબઈ
  • 2021-22માં BCCIની ઘરેલૂ ટૂર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ પ્રર્દર્શન- મધ્યપ્રદેશ
  • 2022-23માં BCCIની ઘરેલૂ ટૂર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ પ્રર્દર્શન- સૌરાષ્ટ્ર

ઘરેલૂ ક્રિકેટ બેસ્ટ અમ્પાયર એવોર્ડ

  • 2019-20- અનંત પદ્મનાભન
  • 2020-21- વૃંદા રાઠી
  • 2021-22- જયરામ મદન ગોપાલ
  • 2022-23- રોહાણ પંડિત
  • 2019-20 સૌથી વધુ વનડે વિકેટ (મહિલા)- પૂનમ યાદવ
  • 2020-21 સૌથી વધુ વનડે વિકેટ (મહિલા)- ઝૂલન ગોસ્વામી
  • 2021-22 સૌથી વધુ વનડે વિકેટ (મહિલા)- રાજેશ્વરી ગાયકવાડ
  • 2022-23 સૌથી વધુ વનડે વિકેટ (મહિલા)- દેવિકા વૈધ
  • 2019-20 સૌથી વધુ વનડે રન (મહિલા)- પૂનમ રાઉત
  • 2020-21 સૌથી વધુ વનડે રન (મહિલા)- મિતાલી રાજ
  • 2021-22 સૌથી વધુ વનડે રન (મહિલા)- હરમનપ્રીત કૌર
  • 2022-23 સૌથી વધુ વનડે રન (મહિલા)- જેમિમા રોડ્રિગ્સ

લીપ સરદેસાઈ એવોર્ડ (ભારત-વેસ્ટ ઈન્ડિઝ 2023 સીરીઝ)

  • 2022-23 સૌથી વધુ ટેસ્ટ વિકેટ- રવિચંદ્રન અશ્વિન
  • 2022-23 સૌથી વધુ ટેસ્ટ રન- યશસ્વી જયસ્વાલ
  • 2019-20 બેસ્ટ ઈન્ટરનેશનલ ડેબ્યૂ (મહિલા)- પ્રિયા પૂનિયા
  • 2020-21 બેસ્ટ ઈન્ટરનેશનલ ડેબ્યૂ (મહિલા)- શેફાલી વર્મા
  • 2021-22 બેસ્ટ ઈન્ટરનેશનલ ડેબ્યૂ (મહિલા)- એમ મેઘના
  • 2022-23 બેસ્ટ ઈન્ટરનેશનલ ડેબ્યૂ (મહિલા)- અમનજોત કૌર
  • 2019-20 બેસ્ટ ઈન્ટરનેશનલ ડેબ્યૂ (પુરુષ)- મયંક અગ્રવાલ
  • 2020-21 બેસ્ટ ઈન્ટરનેશનલ ડેબ્યૂ (પુરુષ)- અક્ષર પટેલ
  • 2021-22 બેસ્ટ ઈન્ટરનેશનલ ડેબ્યૂ (પુરુષ)- શ્રેયસ અય્યર
  • 2022-23 બેસ્ટ ઈન્ટરનેશનલ ડેબ્યૂ (પુરુષ)- યશસ્વી જયસ્વાલ
  • 2019-20 બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર (મહિલા)- દીપ્તિ શર્મા
  • 2020-22 બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર (મહિલા)- સ્મૃતિ મંધાના
  • 2022-23 બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર (મહિલા)- દીપ્તિ શર્મા

પૉલી ઉમરીગર એવોર્ડ

  • 2019-20 બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર (પુરુષ)- મોહમ્મદ શમી
  • 2020-21 બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર (પુરુષ)- રવિચંદ્રન અશ્વિન
  • 2021-22 બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર (પુરુષ)- જસપ્રીત બુમરાહ
  • 2022-23 બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર (પુરુષ)- શુભમન ગિલ

આ પણ વાંચો ICC ODI Team of the Year : વનડે ક્રિકેટની બેસ્ટ ટીમની થઇ જાહેરાત