Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

HockeyIndia : ભારતીય મહિલા હોકી ટીમ પેરિસ ઓલિમ્પિકનું સ્વપ્ન તૂટ્યુ

08:33 PM Jan 19, 2024 | Hiren Dave

HockeyIndia : ભારતની હોકી ટીમ (HockeyIndia) સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાંચીમાં ચાલી રહેલી FIH ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં જાપાન સામે હાર્યા બાદ ભારતીય મહિલા હોકી (HockeyIndia) ટીમનું પેરિસ ઓલિમ્પિકમાં રમવાનું સપનું અધૂરું રહી ગયું છે. આ મેચમાં જાપાને 1 ગોલ કર્યો હતો. ભારતે મેચની છેલ્લી સેકન્ડ સુધી જાપાનના ખેલાડીઓને એક પણ ગોલ કરવા દીધો ન હતો અને મેચ 1-0થી જીતી લીધી હતી. આ જીત સાથે જાપાનની મહિલા ટીમ પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ ગઈ છે.

 

જાપાન સામેની મેચમાં ભારતીય ટીમને 0-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. જાપાને પેરિસ ઓલિમ્પિક માટે તેની ટિકિટ બુક કરી લીધી છે. જાપાન ઉપરાંત બે અન્ય ટીમો જર્મની અને અમેરિકા પણ પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ ગઈ છે.

 

 

આ ટુર્નામેન્ટની ટોચની આઠ ટીમોમાંથી માત્ર ત્રણને પેરિસ ઓલિમ્પિકમાં સ્થાન મળવાનું હતું. સેમિફાઇનલ મેચમાં ભારત જર્મની સામે હાર્યું હતું. ભારત એ મેચ શૂટઆઉટમાં હારી ગયું હતું. આ પછી જાપાન સામેની બ્રોન્ઝ મેડલ મેચ છેલ્લી આશા હતી.

જાપાને પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવ્યો

જાપાન માટે કાના ઉરાતાએ 9મી મિનિટે પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવ્યો અને ગોલ કર્યો. આ પછી બંને ટીમો વચ્ચે મેચ બરાબરી પર રહી હતી પરંતુ ભારતીય ટીમ આ લીડની બરાબરી કરવામાં નિષ્ફળ રહી હતી. જો મેચ ટાઈ થઈ હોત તો પણ શૂટઆઉટ દ્વારા વિજેતાનો નિર્ણય લેવામાં આવતો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં મેડલથી ચુકી ગયેલી ભારતીય ટીમ આ વખતે રમી શકશે નહીં. આ વર્ષે પેરિસ ઓલિમ્પિક યોજાશે.

ગઈકાલે રમાયેલી જર્મની સામેની સેમીફાઈનલ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ભારતે જાપાન સામેની મેચ કોઈપણ ભોગે જીતવી હતી, પરંતુ ભારતીય મહિલા હોકી ટીમને 1-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવાનું સપનું પણ અધૂરું રહી ગયું.

આ વાંચો – IND vs AFG 3rd T20 : ભારતની શાનદાર જીત, બિશ્નોઈએ કર્યો આ કમાલ