Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Smriti Mandhana એ T20I માં 3000 રન બનાવનાર બીજી ભારતીય

09:53 AM Jan 06, 2024 | Hiren Dave

 

Smriti Mandhana : સ્મૃતિ મંધાનાએ T20 ઈન્ટરનેશનલમાં 3000 રનનો આંકડો પાર કરી લીધો છે. મંધાના T20 ઇન્ટરનેશનલમાં 3 હજાર રનનો આંકડો પાર કરનાર એકંદરે છઠ્ઠી અને ભારતની બીજી ખેલાડી બની છે Smriti Mandhanaએ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ T20માં 3 હજારનો આંકડો પાર કર્યો હતો. મંધાના પહેલા માત્ર ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરે મહિલા ક્રિકેટમાં આ આંકડો પાર કર્યો હતો.

 

ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ T20માં મંધાનાએ લક્ષ્યનો પીછો કરતી વખતે 52 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેણે 7 ફોર અને 1 સિકસર ફટકારી હતી. તેણે ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

 

 

મંધાના 126 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે

મંધાનાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી 126 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ મેચોની 122 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 27.49ની એવરેજ અને 122.08ની સ્ટ્રાઇક રેટથી 3052 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 23 અડધી સદી આવી છે. આ મહિલા ભારતીય બેટ્સમેને 2013માં બાંગ્લાદેશ સામે ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. મંધાના એ ખેલાડીઓમાંથી એક છે જે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે.

ઓસ્ટ્રેલિયા સામે ભારતની શાનદાર જીત

પ્રથમ T20માં ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું છે. તિતસ સાધુ, સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ તિતસ સાધુએ ભારત માટે ચાર વિકેટ લીધી. આ પછી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ભારતને 9 વિકેટે જીત અપાવી. ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે પ્રથમ T20 DY પાટિલ સ્પોર્ટ્સ એકેડમી, નવી મુંબઈ ખાતે રમાઈ હતી, જેમાં ભારતે 17.4 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. ભારત તરફથી શેફાલી વર્માએ 6 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 64* રન બનાવ્યા હતા. આ સિવાય સ્મૃતિ મંધાનાએ 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા.

મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 19.2 ઓવરમાં 141 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કાંગારૂ ટીમ માટે ફોબી લિચફિલ્ડે 49 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. ભારત તરફથી તિતસ સાધુએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 4 ઓવરમાં 4.20ની ઈકોનોમી સાથે 17 રન ખર્ચ્યા. ત્યારબાદ લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતીય ટીમ માટે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ શાનદાર બેટિંગ કરીને મેચને એકતરફી બનાવી દીધી હતી.

આ પણ વાંચો – T20 WC 2024: T20 World Cup 2k24 ની સંપૂર્ણ માહિતી