Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IND vs SA 3rd ODI : સંજુ સેમસન અને તિલક વર્માએ કહેર વર્તાવ્યો, સાઉથ આફ્રિકાને 297 રનનો લક્ષ્ય

09:00 PM Dec 21, 2023 | Vipul Sen

ભારત (India) અને સાઉથ આફ્રિકા (South Africa) વચ્ચે 3 મેચની વન ડે સીરિઝની અંતિમ મેચ (IND vs SA 3rd ODI) આજે પાર્લના બોલેંડ પાર્ક (Boland Park) ખાતે રમાઈ રહી છે. આ મેચમાં સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, ભારતીય ઇનિંગની શરૂઆત ખરાબ રહી હતી. બંને ઓપનર બેટ્સમેન રજત પાટીદાર 16 બોલમાં 22 રન જ્યારે સાંઇ સુદર્શન 16 બોલમાં 10 રન બનાવીને પેવેલિયન ભેગા થયા હતા. ત્યાર પછી કેપ્ટન કે.એલ. રાહુલ (KL Rahul) પણ 21 રન બનાવીને આઉટ થયો હતો.

સંજુ સેમસન અને તિલક વર્મા વચ્ચે શાનદાર ભાગેદારી

જો કે, સંજુ સેમસને (Sanju Samson) શાનદારી બેટિંગ કરી સદી ફટકારી હતી. સંજુ સેમસને 114 બોલમાં 108 બનાવ્યા. સંજુએ તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. સંજુ સેમસન અને તિલક વર્મા (Tilak Varma) વચ્ચે શાનદારી ભાગેદારી થઈ હતી. તિલક વર્માએ પણ 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અડધી સદી (52) ફટકારી હતી. તોફાની બેટ્સમેન રિંકુ સિંહે 27 બોલમાં 38 રન બનાવ્યા હતા. રિંકુ સિંહે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ત્યાર બાદ અક્ષર પટેલ (1), વોશિંગ્ટન સુંદર (14), અર્શદીપ સિંહ (7*) અને આવેશ ખાન (1*) રન બનાવ્યાં.

નંદ્રે બર્ગર અને હેન્ડ્રિક્સેની ઘાતક બોલિંગ

સાઉથ આફ્રિકાની બોલિંગની વાત કરીએ તો નંદ્રે બર્ગર (Nandre Burger) અને બ્યુરાન હેન્ડ્રિક્સે (Lizaad Williams) ઘાતક બોલિંગ કરી. હેન્ડ્રિક્સે 3 વિકેટ જ્યારે બર્ગરે 2 વિકેટ લીધા. લિઝાદ વિલિયમ્સ, વિલિયમ મુલ્ડર અને કેશવ મહારાજે 1-1-1 વિકેટ ઝડપી. ભારતીય ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 296 રન બનાવ્યા છે. સાઉથ આફ્રિકાને મેચ જીતવા માટે 297 રનનો ટાર્ગેટ મળ્યો છે. જણાવી દઈએ કે, બંને ટીમ માટે આજની મેચ ખૂબ જ મહત્ત્વની છે. કારણ કે બંને ટીમે 1-1 મેચ જીતી છે. જે ટીમ આજે મેચ જીતશે તે સીરિઝ પર દાવો કરશે.

 

આ પણ વાંચો – IND vs SA 3rd ODI : ટીમ ઇન્ડિયાની ખરાબ શરૂઆત, 3 ખેલાડી આઉટ, IPL સ્ટાર આ ખેલાડીએ વનડેમાં કર્યું ડેબ્યૂ