Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

હાર્દિકના ગયા બાદ પહેલીવાર આશિષ નેહરાએ તોડી ચુપ્પી,જાણો શું કહ્યું

11:37 PM Dec 20, 2023 | Hiren Dave

ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા આ વખતે ટીમ છોડીને તેની જુની ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સમાં જોડાયો છે. આ અંગે ભારે હોબાળો થયો હતો. હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો ખુબ જ ગુસ્સે થઈ ગયા અને અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી હતી. ચાહકોએ મુંબઇ ઇન્ડિયન્સની જર્સી તથા ટોપી સળગાવી હતી, તથા તેમણે સોશિયલ મીડિયા પર MIને અનફોલો કરવાનું પણ શરૂ કરી દીધું હતું.

હાર્દિકને લઇ નેહરાનું મોટું નિવેદન

હાર્દિક પંડ્યાના ગયા બાદ ગુજરાતના બોલિંગ કોચ આશિષ નેહરા તરફથી નિવેદન આવ્યું છે. નેહરાએ કહ્યું કે હાર્દિક પંડ્યાનું જવું આશ્ચર્યજનક નથી, તે એ ટીમમાં ગયો છે જેના માટે તે ઘણા વર્ષોથી રમ્યો છે. તેણે તે ટીમમાં પાછા જવાની ઈચ્છા દર્શાવી હતી.

નેહરાએ કહ્યું કે અમારા મેનેજમેન્ટનું વર્તન એવું છે કે જો કોઈ જવા માંગે છે તો તેઓ રોકતા નથી. પંડ્યા ત્યાં ગયો કારણ કે તેને ત્યાં ખુશી મળી હશે. અમે હરાજી દરમિયાન ટીમ બનાવવામાં અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે પરંતુ હાર્દિક પંડ્યા જેવા ખેલાડીનું સ્થાન ભરવું મુશ્કેલ છે.

ગિલને બનાવાયો કેપ્ટન

ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાની વિદાય બાદ ગુજરાત ટાઇટન્સે શુભમન ગિલને પોતાના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. જો કે ગિલ માટે આ કામ આસાન રહેવાનું નથી. પહેલીવાર ગિલ આટલી મોટી ટૂર્નામેન્ટમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે, તેના પર ચોક્કસપણે દબાણ હશે.બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સે પોતાનો કેપ્ટન બદલીને હાર્દિક પંડ્યાને કમાન સોંપી છે. આનાથી મુંબઈના ચાહકો નારાજ થયા અને લાખો લોકોએ ટીમના ઈન્સ્ટાગ્રામ પેજને રાતોરાત અનફોલો કરી દીધું. રોહિત શર્મા હવે હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં રમતા જોવા મળશે.

ગુજરાત ટાઇટન્સ

ડેવિડ મિલર, શુભમન ગિલ (કેપ્ટન), મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, અભિનવ મનોહર, બી સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ તેવટિયા, મોહમ્મદ શમી, નૂર અહેમદ, સાઈ કિશોર, રાશિદ ખાન, જોશુઆ લિટલ, મોહિત શર્મા, અઝમતુલ્લા ઉમરઝાઈ, ઉમેશ યાદવ, શાહરૂખ ખાન, સુશાંત મિશ્રા, કાર્તિક ત્યાગી, માનવ સુથાર, સ્પેન્સર જોન્સન, રોબિન મિન્ઝ.

 

આ પણ વાંચોIPL 2024 AUCTION : ગુજરાતના આ ખેલાડી પર થયો પૈસાનો વરસાદ