Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બીજી ODI માં દક્ષિણ આફ્રિકાએ ભારતને કરારી માત આપી

12:06 AM Dec 20, 2023 | Aviraj Bagda

દક્ષિણ આફ્રિકાએ બીજી ODI માં ભારતીય ટીમને 8 વિકેટથી હરાવ્યું. ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનડે સુંદર રીતે જીતી હતી અને પણ બીજી મેચ તેટલી જ ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો. ટોની ડી જ્યોર્જીએ આફ્રિકા માટે 119* રનની ઇનિંગ રમી અને આફ્રિકાને એકતરફી જીત આપવી છે. દક્ષિણ આફ્રિકાએ પહેલા બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને પછી બેટિંગમાં પણ પોતાની તાકાત બતાવી અને મેચને એકતરફી કરી દીધી હતી. આ જીત સાથે આફ્રિકાએ બીજી ODI 1-1 થી બરાબર કરી લીધી છે.

જો કે પ્રથમ બેટિંગ ટીમ ઈન્ડિયાની હતી અને 46.2 ઓવરમાં 211 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ સાઉથ આફ્રિકાએ આ ટાર્ગેટને 42.3 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને જીત હાંસલ કરી હતી. આફ્રિકા તરફથી ટોની ઉપરાંત રીઝા હેન્ડ્રીક્સે 52 રનની ઇનિંગ રમી હતી. ટોની અને હેન્ડ્રીક્સ વચ્ચે પ્રથમ વિકેટ માટે 130 રનની ભાગીદારી થઈ હતી.

જે પીચ પર ભારતીય ટીમના બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા તે જ પીચ પર આફ્રિકાના બેટ્સમેનોએ સરળતાથી બેટિંગ કરી હતી. આફ્રિકા માટે ઓપનિંગ કરનાર ટોની ડી જ્યોર્જી અને રીઝા હેન્ડ્રિક્સે 130 રનની ભાગીદારી કરી હતી, જે 28મી ઓવરમાં હેન્ડ્રિક્સની વિકેટે તૂટી ગઈ હતી. અર્શદીપ સિંહે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. જે બાદ ત્રીજા નંબરે આવેલા રાસી વાન ડેર ડુસેને 5 ચોગ્ગાની મદદથી 36 રનની ઇનિંગ રમી અને ટોની ડી જ્યોર્જીની સાથે બીજી વિકેટ માટે 76 રનની ભાગીદારી કરી હતી. જીતની થોડી જ ક્ષણો પહેલા રિંકુ સિંહે 42મી ઓવરમાં ભારત માટે બીજી વિકેટ લીધી હતી.

આફ્રિકા તરફથી નાન્દ્રે બર્જરે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 10 ઓવરમાં માત્ર 30 રન જ આપ્યા હતા. આ સિવાય કેશવ મહારાજ અને બેરુન હેન્ડ્રિક્સે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે લિઝાર્ડ વિલિયમ્સ અને કેપ્ટન એડન માર્કરામને 1-1 સફળતા મળી હતી.