Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IPL ઓક્શનરે હરાજીમાં કરી ભૂલ! RCBને થયું મોટું નુકસાન, વાંચો અહેવાલ

09:56 PM Dec 19, 2023 | Hiren Dave

IPL (IPL-2024)ની આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી મંગળવારે દુબઈમાં યોજાઈ હતી. આ સમય દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના અલઝારી જોસેફને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ 11.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હરાજી કરનાર મલ્લિકા સાગરની બોલી દરમિયાન થયેલી ભૂલને કારણે RCBને નુકસાન ભોગવવું પડ્યું હતું.

 

પહેલીવાર કોઈ મહિલા ઓક્શનર
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આ પ્રથમ વખત છે કે કોઈ મહિલા હરાજી કરનારે આ જવાબદારી લીધી છે. હરાજી કરનાર મલ્લિકા સાગરે દુબઈમાં ખેલાડીઓની હરાજી કરનારની ભૂમિકા ભજવી હતી. મિની હરાજી પ્રથમ વખત ભારત બહાર અન્ય કોઈ દેશમાં યોજાઈ હતી.

 

ઓક્શનર મલ્લિકા સાગરની ભૂલને કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને 20 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. વાસ્તવમાં, આ ભૂલ ત્યારે થઈ જ્યારે અલઝારી જોસેફ પર બિડિંગ થઈ રહ્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ જોસેફ પર બિડિંગ શરૂ કર્યું, ત્યારબાદ દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને પછી RCBએ પ્રવેશ કર્યો. બિડિંગ થોડા સમય માટે રૂ. 6.40 કરોડ પર અટકી ગયું હતું. થોડા સમય પછી, RCBએ પોતે પેડલ ઊંચક્યું અને બોલી લગાવવાનું શરૂ કર્યું પરંતુ પછીની બોલીમાં મલ્લિકાએ 6.60 કરોડને બદલે 6.80 કરોડ રૂપિયા બોલ્યા. બાદમાં RCBએ જોસેફને 11.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો પરંતુ ફ્રેન્ચાઈઝીને 20 લાખ રૂપિયાનું નુકસાન થયું.

 

બીજો સૌથી મોંઘો વિન્ડિઝ ખેલાડી
અલઝારીની બેસ પ્રાઈસ 1 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. RCBએ તેને 11.50 કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને ખરીદ્યો. અલઝારી જોસેફ 11.50 કરોડ રૂપિયા સાથે IPLમાં વેસ્ટ ઈન્ડિઝનો બીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. IPL-2023માં સનરાઇઝર્સ હૈદરાબાદે નિકોલસ પુરનને 16 કરોડ રૂપિયા આપ્યા હતા.

આ પણ વાંચો-ભારત 211 રનમાં ઓલ આઉટ, સાઇ સુદર્શને રચ્યો ઈતિહાસ