Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IPL 2024 AUCTION : ગુજરાતના આ ખેલાડી પર થયો પૈસાનો વરસાદ

04:13 PM Dec 19, 2023 | Hiren Dave

ગુજરાતી ખેલાડી હર્ષલ પટેલને IPL 2024 સીઝનમાં ચાંદી ચાંદી થઈ ગઈ છે. હર્ષલ પટેલને IPL 2024 સીઝનમાં પંજાબ કિંગ્સની જર્સીમાં જોવા મળશે. જી હા…પંજાબ કિંગ્સે 11.75 કરોડ રૂપિયા ખર્ચીને હર્ષલ પટેલને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જ્યારે હર્ષલ પટેલની બેસ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. પંજાબ કિંગ્સ ઉપરાંત ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સે હર્ષલ પટેલ માટે બોલી લગાવી હતી, પરંતુ પંજાબ કિંગ્સે છેલ્લી બોલી જીતી હતી.

 

 

અગાઉ હર્ષલ પટેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ હતો, પરંતુ તાજેતરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે હર્ષલ પટેલને રિલીઝ કર્યો હતો. IPL ઓક્શન 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે હર્ષલ પટેલને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. IPLમાં હર્ષલ પટેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ઉપરાંત દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ રહી ચૂક્યો છે. પરંતુ હવે તે પંજાબ કિંગ્સની જર્સીમાં જોવા મળશે.

 

 

ગુજરાત ટાઈટન્સે કરી ઓપનિંગ, પંજાબ કિંગ્સે કરી ફિનિશ…
આ વર્ષે IPLની મીની હરાજીમાં ગુજરાત ટાઇટન્સે હર્ષલ પટેલ માટે પ્રથમ બોલી લગાવી હતી. હર્ષલ પટેલની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. પરંતુ છેલ્લે પંજાબ કિંગ્સે બાજી મારી લીધી હતી. હર્ષલ પટેલ માટે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સે બિડિંગ ચાલુ રાખ્યું હતું. જ્યારે હર્ષલ પટેલની કિંમત 11 કરોડ રૂપિયા સુધી પહોંચી ત્યારે લખનૌ સુપર જાયન્ટ્સે બોલીમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ આ ટીમે ટૂંક સમયમાં જ પોતાની જાતને સાઇડલાઇન કરી દીધી. આ રીતે પંજાબ કિંગ્સે હર્ષલ પટેલ માટે છેલ્લી બોલી લગાવી હતી. પંજાબ કિંગ્સે હર્ષલ પટેલને રૂ. 11.75 કરોડમાં સાઇન કરવામાં સફળતા મેળવી હતી.

 

 હર્ષલ પટેલનું IPL નું કરિયર
ગુજરાતના સાણંદમાં જન્મેલા હર્ષલ પટેલની ઉંમર 33 વર્ષ છે. 23/11/1990ના રોજ જન્મેલા હર્ષલ પટેલે વર્ષ 2023 સુધી કુલ 92 IPL મેચ રમી છે. હર્ષલ પટેલ IPLમાં કઈ ટીમો તરફથી રમ્યો? તેના જવાબ છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ડીડી, દિલ્હી કેપિટલ્સ, આરસીબી, ડીડી, ડીસી.