Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

WORLD CUP : વર્લ્ડકપ 2023માં 9 પ્રકારના લોગોનો કરાયો ઉપયોગ, જાણો આ લોગોનો મતલબ શું છે?

08:34 AM Oct 27, 2023 | Hiren Dave

વર્લ્ડકપ 2023નો રોમાંચ ચરમ પર છે. પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટનું પ્રથમ વખત આયોજન વર્ષ 1975માં કરવામાં આવ્યું હતું. જે બાદ અનેક વખત આ મહાકુંભનું આયોજન થઈ ચૂક્યું છે. ભારતને પ્રથમ વખત ટૂર્નામેન્ટની એકલાહાથે મેજબાની કરવાની તક મળી છે. વર્ષ 2007 બાદ પ્રથમ વખત એવું બન્યું કે, કોઈ એક દેશ મેજબાની કરી રહ્યો છે. આ ભારત માટે ગર્વની વાત છે. ICCએ પણ આના મહત્વને દર્શાવવા માટે વર્લ્ડકપમાં અમુક ખાસ લોગો બતાવ્યા છે.

 

શું છે ‘નવરસા’?

ટૂર્નામેન્ટ દરમિયાન અમુક ખાસ પ્રકારના લોગો જોવા મળી રહ્યા છે. તમામના મનમાં સવાલ છે કે, આ લોગોનો મતલબ શું છે? જો તમારા મનમાં પણ આ સવાલ છે, તો તેનો જવાબ લઈને અમે આવ્યા છીએ. વર્લ્ડકપ 2023માં ICCએ ‘નવરસા’ શબ્દને સામેલ કર્યો છે, જે ભારતીય ક્રિકેટમાં નવ ભાવનાઓને દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. તમામ લોકોનું અલગ-અલગ મહત્વ છે.

 

 

Joy (ખુશી): ICCએ જાહેર કરેલા લોગોમાં સૌથાી પહેલાં JOYનું પ્રતીક દર્શાવવામાં આવ્યું છે. જેનો મતલબ ખુશી થાય છે. મેચ દરમિયાન ફેન્સ પોતાની મનપસંદ ટીમને દર્શાવવા પર આ મહેસૂસ કરે છે.

 

Power(શક્તિ): બીજો લોગો ખેલાડીઓના પાવરને દર્શાવે છે. મેદાનમાં જ્યારે બેટ્સમેન સારી બેટિંગ કરીને મોટા શોટ લગાવે છે, ત્યારે આનો ઉપયોગ કરવામાં આવે છે.

 

Respect(સમ્માન): ICCએ ઉપયોગમાં લીધેલો ત્રીજા લોગોનો મતલબ ક્રિકેટ પ્રેમિઓ અને ખેલાડીઓ પ્રતિ સમાન સમ્માન દર્શાવવું છે.

Bravery(બહાદૂરી): ચોથો લોગો બહાદૂરીનો પ્રતિક છે. જ્યારે કોઈ ખેલાડી મેદાનમાં ઈજાગ્રસ્ત થવા છતાં જીતવા માટે મહેનત કરે છે, ત્યારે આ લોગોનો ઉપયોગ કરવામાં આવે છે.

Pride(ગર્વ)): આ લોગો પોતાના દેશ પ્રત્યે ગર્વ મહેસૂસ કરાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ટૂર્નામેન્ટમાં આ લોગોને ખાસ કરીને રાષ્ટ્રગાન સમયે જોવામાં આવે છે.

Glory(વૈભવ): આ લોગોનું યોગ્ય ઉદાહરણ વર્લ્ડકપ ખિતાબને પોતાના નામે કરવા અને પરમ ગૌરવ લક્ષ્ય સુધી પહોંચવાનું છે.

Wonder(આશ્ચર્ય): આ લોગોનો ઉપયોગ આશ્ચર્યજનક અને અપ્રત્યાશિત વસ્તુઓમાં કરવામાં આવે છે.

Passion(જુસ્સો): આ લોગોને ઉપયોગ ખેલાડીઓ અને ફેન્સના જુસ્સાને દર્શાવવા માટે કરવામાં આવે છે.

Anguish(પીડા): આ લોગોનો ઉપયોગ ખેલાડીઓ અને ફેન્સના દુઃખને દર્શાવવા માટે કરવામાં આવે છે.

 

આ  પણ  વાંચો –37 મી નેશનલ ગેમ્સની શાનદાર શરૂઆત, PM મોદીએ કહ્યું, 9 વર્ષમાં રમતગમત પરનો ખર્ચ ત્રણ ગણો વધ્યો