Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Congress MLA resigns : સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને લાગી શકે વધુ એક ઝટકો 

02:56 PM Mar 05, 2024 | Vipul Pandya

Congress MLA resigns : લોકસભા ચૂંટણી (loksabha election) પહેલા ગુજરાત કોંગ્રેસ (gujarat congress)ને જાણે કે ગ્રહણ લાગ્યું છે, ગુજરાત કોંગ્રેસના વરિષ્ટ નેતાઓ ગણાતા અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર તથા મુળુભાઇ કંડોરીયા આજે ભાજપ (bjp) માં જોડાયા બાદ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. ગુજરાત કોંગ્રેસનમા વધુ એક ધારાસભ્ય રાજીનામુ (Congress MLA resigns) આપી શકે છે

માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ભાજપના સંપર્કમાં

ગુજરાત કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ યથાવત રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના ગઢના કાંગરા ખરી રહ્યા છે ત્યારે એક અખબારમાં કરાયેલા દાવા મુજબ સૌરાષ્ટ્રમાં વધુ એક રાજકીય ઝટકો કોંગ્રેસને લાગી શકે છે. અહેવાલો મુજબ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ભાજપના સંપર્કમાં હોવાની વાત ચર્ચાઇ રહી છે.

અરવિંદ લાડાણી 2022માં જવાહર ચાવડાને હરાવીને ધારાસભ્ય બન્યા હતા

ઉલ્લેખનિય છે કે અરવિંદ લાડાણી 2022માં જવાહર ચાવડાને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત અખબારનો દાવો છે કે અરવિંદ લાડાણી કોંગ્રેસને રામ રામ કરી શકે છે. હાલ તેઓ ભાજપના વરિષ્ટ નેતાઓ સાથે સંપર્કમાં છે તેવી વાતોથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. લાડાણી ગમે ત્યારે રાજીનામુ આપી શકે છે તેવો આ અહેવાલમાં દાવો કરાયો છે.

ભાજપનો ચૂંટણી પ્રચાર શરુ

ગુજરાતમાં પણ બીજેપીએ (BJP Gujarat) પ્રચારનો ઘમઘમાટ શરૂ કરી દીધો છે. ગુજરાતમાં ફરી એકવાર લોકસભાની તમામ બેઠકો જીતવાના લક્ષ્ય સાથે પાર્ટી ચૂંટણી મેદાનમાં પોતાના ઉમેદવારોને ઉતારશે. ત્યારે ચૂંટણી પહેલા સામાન્ય જનતા સુધી પહોંચવા માટે પાર્ટીએ કવાયત હાથ ધરી છે. બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (C.R. Patil) આજે ગાંધીનગરમાં કમલમ (Kamalam) ખાતેથી ‘વિકસિત ભારત મોદીની ગેરેન્ટી’ ના સ્લોગન સાથેનાં રથોનું ફ્લેગ ઓફ કર્યું છે.

આ પણ વાંચો—--BJP GUJARAT : લોકસભા ચૂંટણી માટે BJP એ શરૂ કર્યો પ્રચારનો ઘમઘમાટ, C.R.પાટીલે રથોનું ફ્લેગ ઓફ કર્યું