+

યુ.કેના વડા પ્રધાન બોરિસ જોન્સનની ખુરશી ખતરામાં

યુકેના વડા પ્રધાન બોરિસ જોન્સનની ખુરશી છોડવાની અટકળોએ જોર પકડ્યું છે. તેમના યુકેના પીએમ પદ પર ચાલુ રહેવા અંગે શંકાઓ સેવાઇ રહી છે. મળતી માહિતી મુજબ, સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના 40થી વધુ સાંસદોએ પોતાના પીએમ વિરુદ્ધ વોટ કરી શકે છે. આવી પરિસ્થિતિમાં પી.એમ બોરિસ જોન્સને વિશ્વાસ મતનો સામનો પણ કરવો પડી શકે છે. આ રાજકારણ પાછળ કોરોના સમયનો એક વિવાદ જવાબદાર માનવામાં આવે છે વાત એમ છે કે, àª
યુકેના વડા પ્રધાન બોરિસ જોન્સનની ખુરશી છોડવાની અટકળોએ જોર પકડ્યું છે. તેમના યુકેના પીએમ પદ પર ચાલુ રહેવા અંગે શંકાઓ સેવાઇ રહી છે. મળતી માહિતી મુજબ, સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના 40થી વધુ સાંસદોએ પોતાના પીએમ વિરુદ્ધ વોટ કરી શકે છે. આવી પરિસ્થિતિમાં પી.એમ બોરિસ જોન્સને વિશ્વાસ મતનો સામનો પણ કરવો પડી શકે છે. 
આ રાજકારણ પાછળ કોરોના સમયનો એક વિવાદ જવાબદાર માનવામાં આવે છે વાત એમ છે કે, બોરિસ જોન્સન પર આરોપ લાગ્યો છે ગત વર્ષે સમગ્ર વિશ્વ કોરોના મહામારીની ઝપેટમાં હતું ત્યારે તેઓ પાર્ટી કરી રહ્યાં હતા. તે સમયે બ્રિટન સહિત સમગ્ર વૈશ્વિક સ્તરે મોટા ભાગના દેશો કોરોનાની ચપેટમાં હતાં. મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યાં હતાં. કોરોના સંક્રમણને રોકવા માટે મોટાભાગના દેશમાં લોકડાઉન લગાડવામાં આવ્યું હતું. જેનું દરેકે કડકાઇથી પાલન કરવાનું હતું. 
આવા કપરાં સમયે 19 જૂન 2020ના રોજ બોરિસ જોન્સન 56મો બર્થ-ડે હતાો, આ સમયે સમગ્ર યુકેમાં લોકડાઉન કડક રીતે લાગુ હતું આવા કપરાં સમયમાં બેથી વધુ વ્યક્તિઓના ભેગાં થવા પર પણ કડક પ્રતિબંધ હતો. તમામ જાહેર કાર્યક્રમોમાં બેથી વધુ લોકોને કાર્યક્રમોમાં આવવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આવા સમયે ડાઉનિંગ સ્ટ્રીટના કેબિનેટ રૂમમાં એક પાર્ટીનું આયોજન કરાયું હતું. જેમાં 30થી 35 લોકો આવ્યાં હતાં. આ સમગ્ર વિવાદને ‘પાર્ટીગેટ કૌભાંડ’ નામ આપવામાં આવ્યું હતું. 
કોરોના પ્રતિબંધ દરમિયાન, ડાઉનિંગ સ્ટ્રીટના કેબિનેટ રૂમમાં આયોજિત પાર્ટી માટે બોરિસ જોનસન, તેની પત્ની સહિત ઘણા લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્હોન્સને અગાઉ કહ્યું હતું કે ડાઉનિંગ સ્ટ્રીટ સરકારી માર્ગદર્શિકાનું પાલન કરે છે. અગાઉ યુકેના પીએમ બોરિસ જોન્સનની પત્ની કેરી જોન્સન દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી તેમણે કહ્યું કે આ કેસમાં તેમણે દંડ ભરી દીધો છે અને માફી પણ માંગી છે. પરંતુ આમ છતાં પણ તેમની ખુરશી જોખમમાં છે. 
બોરિસ જોન્સનના રાજીનામાની માંગ સતત વધી રહી છે. દરમિયાન, વેકફિલ્ડમાં 23 જૂને યોજાનારી પેટા ચૂંટણી પહેલા એક મતદાર સર્વેક્ષણ પણ સામે આવ્યું છે. જે મુજબ, પાર્ટીગેટ કૌભાંડ કેસના કારણે સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીના 40થી વધુ સાંસદોએ જ પોતાના જ પીએમના રાજીનામાની માંગ કરી છે. આવી સ્થિતિમાં, સોમવારે પીએમ બોરિસને વિશ્વાસ મતનો સામનો કરવો પડી શકે છે. સરવે અનુસાર કન્ઝર્વેટિવ પાર્ટી પણ લગભગ 20 ટકાના માર્જિનથી આ ચૂંટણી હારી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ પેટાચૂંટણીમાં લેબર પાર્ટીને મોટું સમર્થન મળી શકે છે 
Whatsapp share
facebook twitter