Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat First ના આ સંકલ્પને મારી શુભકામના છે, ગુજરાતે મને ખુબ પ્રેમ આપ્યો છે : Kailash Kher

03:11 PM Aug 09, 2023 | Viral Joshi

ગુજરાતી મીડિયાના ઈતિહાસમાં સૌપ્રથમવાર શૌર્યનો રંગ ખાખી ઈવેન્ટ થવા જઈ રહી છે. પહેલીવાર એક મંચ પરથી દેશના જવાનો સમ્માનિત થવાના છે. ગુજરાતની જાણીતી રિઅલ એસ્ટેટ કંપની શ્રી સિદ્ધી ગૃપ (Sri Siddhi Group) તથા ગુજરાત ફર્સ્ટ ચેનલ (Gujarat First) અને OTT India દ્વારા BSF, CRF, CISF અને ગુજરાત પોલીસના અધિકારીઓ અને જવાનોને સમ્માનવાનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ શૌર્યનો રંગ ખાખી આજે સાંજે 6 કલાકે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં બોલીવુડના જાણીતા સિંગર કૈલાસ ખેર (Kailash Kher) તેમના કૈલાસા બેન્ડ સાથે શૌર્યના સુરો રેલાવશે ત્યારે ગુજરાત ફર્સ્ટ અને OTT India પર બોલીવુડ સિંગર કૈલાસ ખેરે (Kailash Kher) ખાસ વાતચીત કરી.

સવાલ :- આજના કાર્યક્રમ વિશે શું મેસેજ આપશો

જવાબ :- સૌથી પહેલા ગુજરાતને પ્રણામ કરીને જણાવીશ કે, ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ન્યૂઝ ચેનલે જે આ સંકલ્પ લીધો છે જેનું નામ રાખેલું છે શૌર્યનો રંગ ખાખી તો અમારા સૈનિકોના નામે, આપણાં સુરક્ષા કર્મીઓના નામે, આપણાં જેટલા પણ ડિફિન્સના લોકો, ફોર્સના લોકોને સલામ કરતા પ્રણામ કરતા અભિનંદન કરી એક ઈવેન્ટ ડિઝાઈન કરી તે એક સારુ કાર્ય છે અને તેના માટે હું તમારા ગૃપને શુભકામના આપું છું અને અમારી ડિફેન્સને, આપણી પોલીસ ફોર્સને જેટલા પણ આપણાં સૈનિક છે તેમને, તેમના પરિવારોને નમન કરીએ છીએ અને આ ખુબ સારી વાત છે કે, જ્યાં પરાક્રમ, વિરતા, શૌર્ય હોય ત્યાં જો આધ્યાત્મ પણ હોય તો તેમાં વધુ પવિત્રતા જોડાઈ જાય છે અને તમે શુદ્ધ થઈ જાઓ છો અને તમારી આત્મા એવી થઈ જાય છે કે, જ્યારે વાત હોય દેશની પરવા નથી શેષની…

સવાલ :- બધા સિંગરોમાં તમારી ઓળખ અલગ છે, તમે આધ્યાત્મિક છો, આધ્યાત્મિકનો રંગ લાગવાની શરૂઆત ક્યાંથી થઈ

જવાબ :- વાસ્તવમાં હું નાની વયે ઘર છોડીને ભાગી ગયો હતો ત્યારે મને જેમ અનાથઆશ્રમમાં બાળકોનો ઉછેર થાય છે તેમ આશ્રમમાં પણ બાળકોનો ઉછેર થાય છે. હું આશ્રમમાં મોટો થયો છું અને આધ્યાત્મની દુનિયામાં જ રહ્યો છું. સંતોની આસપાસ રહ્યો છું, મહાત્માઓની સંગતમાં રહ્યો છું તો આ પ્રકારની સંગતથી આવી જ રંગત આવે પણ અમારી પર ઈશ્વરની અનુકંપા વિશેષ છે કે, જેમ ઓછા જ્ઞાનથી તમે ભ્રમિત થાઓ છો. જેને આપણે કન્ફ્યૂઝન કહીએ છીએ તો આ રીતની કૃપા મારા પર પરમાત્માએ રાખી કે તે અધૂરી બાબતો નહી પણ જે આપણા સાધુ-સંત-મહાત્મા હતા તે પ્રકાંડ હતા તેમની સંગતનો અમારા પર પ્રકાશ છે એટલે હવે જે વાત થાય છે તે અર્થપૂર્ણ થાય છે.

સવાલ :- ગુજરાત વિશે શું કહેશો?

જવાબ :- ગુજરાતમાં ઘણી વખત આવ્યો છું અને જ્યારે જ્યારે અહીં આવ્યો છું ખુબ પ્રેમ મેળવ્યો છે અને પ્રેમ લુંટાવ્યો પણ છે. જ્યાં પ્રેમ હોય છે ત્યાં પ્રેમ લુંટવાનો અને લુંટાવવાનો આનંદ મળે છે આ એવી ધરતી છે અને આ જ એકમાત્ર ધરતી છે જ્યાં કોઈ પણ ઉદાસ આદમીને પણ પુછી લેશો કે કેમ છો તો કહેશે મજામાં… સીધો જવાબ આવે છે મજામાં.

સવાલ :- Gujarat First પર અમારી ઈવેન્ટ વિશે લોકોને શું અપીલ કરશો?

જવાબ :- આજની જે ઈવેન્ટ છે કૈલાસ ખેર એન્ડ કૈલાસા લાઈવ ઈન કોન્સર્ટ તો છે જ પણ સાથે શૌર્યનો રંગ ખાખી તેની પાછળ શું પ્રકલ્પ છે, શું સંકલ્પ છે, શું નિશ્ચય છે તેને સમજવા માટે તમે જોતા રહો Gujarat First ન્યૂઝ ચેનલ ખુબ જ સારી ન્યૂઝ ચેનલ છે તેની પાછળ ઘણાં કર્મઠ લોકો જોડાયેલા છે અને તમારા બધાનો પ્રેમ અને આશિર્વાદ આવી રીતે જ આપતા રહેજો.

આ પણ વાંચો : મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં સમ્માનિત થશે દેશના જવાનો, ઐતિહાસિક ક્ષણ જોવાનું ચૂકતા નહી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.