+

રાજ્યના સળગતા પ્રશ્નો મુદ્દે કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે કહી આ વાત

રાજ્યની અનેક સમસ્યાઓ મુદ્દે સરકારના પ્રયાસ છતાં પરિણામ મળતી નથી. આ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે ગુજરાત ફર્સ્ટ સાથે સીધી વાત કરી હતી. જેમાં તેમણે સરકારની કામગીરી પર નિશાન સાધ્યું હતું.તેમણે કહ્યું કે, ગુજરાતની પ્રજા આ બધું જોઈ રહી છે. એક પણ સરકારી વિભાગ નથી જેમાં કર્મચારીઓ નારાજ ના હોય, સરકારી કર્મચારીઓની માગણી છે તે મુદ્દે સરકારે કર્મચારીઓ સાથે સંવાદ કરવો જોઈàª
રાજ્યની અનેક સમસ્યાઓ મુદ્દે સરકારના પ્રયાસ છતાં પરિણામ મળતી નથી. આ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે ગુજરાત ફર્સ્ટ સાથે સીધી વાત કરી હતી. જેમાં તેમણે સરકારની કામગીરી પર નિશાન સાધ્યું હતું.
તેમણે કહ્યું કે, ગુજરાતની પ્રજા આ બધું જોઈ રહી છે. એક પણ સરકારી વિભાગ નથી જેમાં કર્મચારીઓ નારાજ ના હોય, સરકારી કર્મચારીઓની માગણી છે તે મુદ્દે સરકારે કર્મચારીઓ સાથે સંવાદ કરવો જોઈએ પણ સરકારની મંશા સારી નથી. સરકાર હક્ક નથી આપતી એટલે પ્રજા પીડાય છે. કર્મચારીઓ પોતાના અધિકારો માગે છે. સરકારને વિનંતી કરીશ કે, સંવાદ કરી હક્ક આપવા જોઈએ. સરકાર હક્ક નથી આપતી એટલે પ્રજા પીડાય છે.
તેમણે કહ્યું કે, પૂર્વ સૈનિકના મૃત્યુની ઘટના કંપારી છૂટે તેવી છે. સરકારના અભિમાનના કારણે આંદોલન ઉગ્ર બને છે. સરકારે નાના માણસોની વાત સાંભળવી જોઈએ. કાયદા કડક કરવાથી બનાવો બનતા નથી અટકતા પણ બનાવો ન બને તેની રણનીતિ નક્કી કરવી જોઈએ.
રખડતા ઢોર મુદ્દે તેમણે કહ્યું કે, ‘રખડતા ઢોર મુદ્દે પશુપાલકો સાથે બેસીને ચર્ચા કરવી પડે’ સામૂહિક ઢોરવાડા બનાવીને ઉકેલ લાવી શકાય તેમજ માલધારીઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ પણ સરકારની પ્રશ્નો ઉકેલવાની મંશા નથી.
ખરાબ રસ્તાઓ મુદ્દે તેમણે કહ્યું કે, ગાંધીનગર સિવાય આખા ગુજરાતમાં ખાડા છે રાજ્યમાં રોડના કામમાં ભ્રષ્ટાચાર થાય છે. જો સરકાર,અધિકારી ઈચ્છે તો 24 કલાકમાં પરિણામ મળે.
અરવિંદ કેજરીવાલ પર જગદીશભાઈ ઠાકોરના પ્રહાર
તેમણે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું કે, કેજરીવાલ બંગલો, ગાડી લેવાની ના પાડતા હતા પણ હાલ કેજરીવાલ લક્ઝુરીયસ લાઈફ જીવે છે, મેં પહેલીવાર રીક્ષાવાળાને યુનિફોર્મમાં જોયો, રીક્ષા વાળા સાથેનો સંવાદ સ્ક્રીપ્ટેડ હતો. કેજરીવાલ ગુજરાતમાં આવીને નાટક કરે છે, કાવતરા ખુલ્લા ન પડે એ માટે પણ કાવતરા કરે છે. પંજાબમાં મહાત્મા ગાંધીની છબી AAPએ હટાવી.
Whatsapp share
facebook twitter