+

EVM પર બોલ્યા અખિલેશ યાદવ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિને કરી આ માંગ

છેલ્લા ઘણા સમયથી જ્યારે ચૂંટણી શબ્દનો ઉપયોગ થાય છે ત્યારે સાથે EVM શબ્દનો પણ ઉપયોગ થાય છે. તાજેતરમાં દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. જેમાંથી પંજાબને બાદ કરતા બાકી ચાર રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. આ પ્રચંડ જીત બાદ EVMમો મુદ્દો એકવાર ફરી સામે આવ્યો છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે એકવાર ફરી  EVM પર સવાલ ઉઠાવ્યા છે.ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સàª
છેલ્લા ઘણા સમયથી જ્યારે ચૂંટણી શબ્દનો ઉપયોગ થાય છે ત્યારે સાથે EVM શબ્દનો પણ ઉપયોગ થાય છે. તાજેતરમાં દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. જેમાંથી પંજાબને બાદ કરતા બાકી ચાર રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. આ પ્રચંડ જીત બાદ EVMમો મુદ્દો એકવાર ફરી સામે આવ્યો છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે એકવાર ફરી  EVM પર સવાલ ઉઠાવ્યા છે.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સામે કારમી હારનો સામનો કરનાર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષે EVM વિશે વાયરલ થયેલા ઓડિયો પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ પાસે નોંધ લઈને સુરક્ષા માંગી છે. અખિલેશ યાદવે આ અંગે ટ્વીટ કર્યું છે જેમાં તેમણે લખ્યું, “EVM બદલવા વિશે કોઈ ચૂંટણી અધિકારીની કોઇ અન્ય સાથેની વાતની જે ઓડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે, મા. સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિએ તેની નોંધ લેવી જોઈએ અને સરકારે તાત્કાલિક સંબંધિત વ્યક્તિને સંપૂર્ણ સુરક્ષા આપવી જોઈએ. અમારા માટે સરકાર બનાવવા કરતા એક વ્યક્તિનું જીવન વધુ મહત્વનું છે.

નોંધનીય છે કે સમાજવાદી પાર્ટી અને તેના વડા અખિલેશ યાદવ એક્ઝિટ પોલના સમયથી જ EVM અને મતગણતરીમાં ગોટાળાનો આરોપ લગાવી રહ્યા છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પર અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા. સપાના ઘણા નેતાઓ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આરોપ લગાવ્યો છે કે ગડબડ કરીને સપાની હાર થઈ છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે આવેલા પરિણામોમાં ભાજપ ગઠબંધનને પ્રચંડ બહુમતી મળી છે, જ્યારે સપાને હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપ ગઠબંધનને 273 બેઠકો મળી હતી જ્યારે સપા ગઠબંધનને 125 બેઠકો મળી હતી.
Tags : ,EVM,અખિલેશ યાદવ,સુપ્રીમ કોર્ટ,રાષ્ટ્રપતિને,પંજાબને,ભાજપનો,EVMમો,સપા,અધ્યક્ષ,અખિલેશ યાદવે,પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં,ભારતીય જનતા પાર્ટી
Whatsapp share
facebook twitter