Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જિયા ખાન સાથેના સંબંધો પર સૂરજ પંચોલીએ કર્યો ખુલાસો, કહ્યું- તે સમયે હું..

07:54 AM Apr 30, 2023 | Dhruv Parmar

અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં 10 વર્ષની તપાસ બાદ CBI કોર્ટનો નિર્ણય આવ્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી એવા અભિનેતા સૂરજ પંચોલીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. આરોપોમાંથી મુક્ત થયા પછી, હવે અભિનેતાએ જિયા અને તેના સંબંધો વિશે વાત કરી છે. તેણે ખુલાસો કર્યો છે કે જિયાએ આત્મહત્યા કરી તેના થોડા મહિના પહેલા જ બંને રિલેશનશિપમાં હતા.

અમે ફક્ત પાંચ મહિનાથી રિલેશનમાં હતા

એક ઈન્ટરવ્યુ દરમિયાન સૂરજે કહ્યું હતું કે તે જિયાને માત્ર પાંચ મહિનાથી ઓળખતો હતો. આટલા ટૂંકા ગાળામાં મારા માટે એ સમજવું ખૂબ જ મુશ્કેલ હતું કે જિયા ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી છે. અભિનેતાએ કહ્યું, “તમે જાણીને ચોંકી જશો કે હું તેને માત્ર પાંચ મહિનાથી જ ઓળખતો હતો, તે ખૂબ જ નાનો સંબંધ હતો. હું તેને કદાચ છ મહિનાથી સંપૂર્ણપણે જાણતો હતો, તેમાંથી પાંચ મહિના અમે રિલેશનશિપમાં હતા. પાંચ મહિનામાં કોઈ વ્યક્તિ શેમાંથી પસાર થઈ રહી છે તે જાણવું ખૂબ જ મુશ્કેલ છે. તે ઉંમરે, તેણી શેમાંથી પસાર થઈ રહી છે તે સમજવા માટે હું થોડો અપરિપક્વ હતો.”

જિયા ખાન ડિપ્રેશનમાં હતી

તેણે આગળ કહ્યું, ‘મેં જિયાના પરિવારને કહ્યું કે તે ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી છે, તે સમયે મેં તેના માટે મારાથી જે થઈ શકે તે કર્યું, પરંતુ હું ફરીથી યાદ અપાવવા માંગુ છું કે તે સમયે મારી ઉંમર માત્ર 20 વર્ષની હતી. એ ઉંમરે હું મારી યોગ્ય રીતે કાળજી લઈ શકતો ન હતો, પરંતુ મેં મારાથી થોડાં વર્ષ મોટી જિયાની કાળજી લેવાનો પૂરો પ્રયાસ કર્યો.

જિયાએ બોલિવૂડમાં ફક્ત ત્રણ ફિલ્મોમાં કામ કર્યું

અભિનેતાએ કહ્યું કે તેને મારો નહીં પણ તેના પરિવારને સપોર્ટ કરવાની જરૂર છે. દુખદ સત્ય એ છે કે જિયાના જીવનમાં તેનો પરિવાર અને તેની માતા ત્યારે જ હાજર હતા જ્યારે તેને આર્થિક મદદની જરૂર હતી. જિયા ખાનની એક્ટિંગ કરિયરની વાત કરીએ તો તેણે બોલિવૂડમાં માત્ર ત્રણ ફિલ્મોમાં જ કામ કર્યું હતું.

જિયાની ડેબ્યૂ ફિલ્મ અમિતાભ બચ્ચન સાથે હતી

અભિનેત્રીએ 2007માં અમિતાભ બચ્ચન સાથે નિશબ્દમાં ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2008માં તે ગજનીમાં આમિર ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી હતી. આ પછી તે વર્ષ 2010માં આવેલી મલ્ટિસ્ટારર સુપરહિટ ફિલ્મ હાઉસફુલનો ભાગ હતી.

અહેવાલ : રવિ પટેલ

આ પણ વાંચો : પ્રિયંકાએ પોતાના હાથે પોતાના પતિ માટે સ્વેટર ગૂંથ્યું, સ્વેટર જોઈને નીકે કીધું કે…