Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

‘સોનિયાજીના માત્ર બે જ ઉદ્દેશ્ય છે એક પુત્રને સેટ કરવો છે, બીજુ જમાઇને ભેટ આપવી છે’ ભાજપ સાંસદ નિશિકાંત દુબેના પ્રહાર

02:28 PM Aug 08, 2023 | Vishal Dave

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે, અને ભાજપ સાંસદ નિશિકાંત દુબે ભાજપ તરફથી બોલી રહ્યા હતા.. આ દરમ્યાન તેમણે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે સોનિયાજીના માત્ર બે ઉદ્દેશ્ય છે એક પુત્રને સેટ કરવો છે અને જમાઇને ભેટ આપવી છે.

નિશિકાંત દુબેએ નેશનલ હેરાલ્ડનો મુદ્દો પણ ઉઠાવ્યો, તેમણે કહ્યું કે હું રાહ જોઇ રહ્યો હતો કે રાહુલ ગાંધીજી બોલશે પરંતુ તેઓ ન બોલ્યા, કદાચ તેમણે તૈયારી નહીં કરી હોય, મોડા ઉઠયા હશે, તેમણે સ્પીકરને સંબોધિત કરતા કહ્યું કે આ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે, આ પ્રસ્તાવ કેમ લાવવામાં આવ્યો છે.. સોનિયાજી અહીં બેઠા છે, પરંતુ તે ભારતીય નારીની જેમ ફક્ત બે કામ કરવા માંગે છે. પહેલુ કામ તેમને પોતાના પુત્રને સેટ કરવો છે, અને બીજુ કામ તેમને જમાઇને ભેટ આપવી છે..આ જ આ પ્રસ્તાવનો આધાર છે.

અ પહેલા કોંગ્રેસના ઉપનેતા ગૌરવ ગોગોઈએ મણિપુરમાં હિંસા અંગે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ‘ડબલ એન્જિન’ સરકાર પર સંપૂર્ણ નિષ્ફળતાનો આરોપ લગાવતા કહ્યું હતું કે અવિશ્વાસ પ્રસ્તાવ વિપક્ષ દ્વારા એટલા માટે લાવવામાં આવ્યો છે કે જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મૌનનું વ્રત’ તોડી શકાય છે.

ગોગોઈએ લોકસભામાં સરકાર સામે અવિશ્વાસની દરખાસ્તને ચર્ચા માટે રાખતી વખતે એ પણ પ્રશ્ન કર્યો કે શા માટે વડાપ્રધાને મણિપુરની મુલાકાત ન લીધી અને મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહને પદ પર કેમ બનાવી રાખ્યા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે વડા પ્રધાન મૌન રહેવા માગે છે કારણ કે તેઓ માત્ર તેમની છબીને લઇને ચિંતિત છે અને તેમની સરકારની નિષ્ફળતાઓ સામે આવે તેવું તેઓ ઈચ્છતા નથી