Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ક્યાંક જીવનભર, તો ક્યાંક 50 વર્ષ સુધી એક જ પ્રમુખ, આ 6 પક્ષોમાં ક્યારેય ચૂંટણી જ નથી થઈ

08:05 AM Apr 21, 2023 | Vipul Pandya

કોંગ્રેસમાં પાર્ટીપ્રમુખ પદ માટે ખેંચતાણ છે. તો આજે આવો જાણીએ દેશની અન્ય પાર્ટીઓમાં શું છે પક્ષ પ્રમુખની લાયકાત અને પરિસ્થિતિ અને હાલની સ્થિતિ શું છે. હાલમાં દેશમાં સૌથી મોટી અને કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ પદ પર રહેનાર વ્યક્તિ સતત બે ટર્મ માટે જ આ પદ પર રહી શકે છે. પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ટોચના આ પદ પર સૌથી લાંબો કાર્યકાળ રાખવાનો રેકોર્ડ ધરાવે છે, જો અન્ય પાર્ટીની વાત કરીએ તો ક્યાંક જીવનભર, તો ક્યાંક 50 વર્ષ સુધી એક જ પ્રમુખ રહ્યાં છે, જ્યારે ભારતમાં દાયકાઓ સુધી આ 6 પક્ષોમાં ક્યારેય પ્રમુખ પદ માટે ચૂંટણીઓ થઈ ન હતી.



સૌથી જૂની પાર્ટીમાં 22 વર્ષ બાદ આ પદ માટે ચૂંટણી
હાલમાં દેશની સૌથી જૂના રાજકીય પક્ષ એવાં કોંગ્રેસમાં પ્રમુખની ચૂંટણી માટે ઉમેદવારોની તૈયારી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે સૌથી જૂની પાર્ટીમાં 22 વર્ષ બાદ આ પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ  પહેલાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષની જવાબદારી સંભાળી હતી. હાલમાં વરિષ્ઠ નેતાઓ મલ્લિકાર્જુન ખડગે, શશિ થરૂર અને કેએન ત્રિપાઠીએ ટોચના પદ માટે પોતાનો દાવીદારી નોંધાવી છે, જો કે, માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ગલિયારાઓમાં દરેક પક્ષમાં પ્રમુખ પદનું વાતાવરણ ગરમાયેલું છે.



અખિલેશ યાદવ સતત ત્રીજી વખત પાર્ટી અધ્યક્ષ 
ગુરુવારે જ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સતત ત્રીજી વખત પાર્ટી અધ્યક્ષ તરીકે ચૂંટાયા. તેઓ વર્ષ 2017થી આ જવાબદારી નિભાવી રહ્યાં છે. આ પહેલા તેમના પિતા મુલાયમ સિંહ યાદવ 1992થી પાર્ટીના ટોચના પદ પર બેઠા હતા. જો કે, ભારતના રાજકારણમાં આવા અનેક પક્ષો છે, જેમના પ્રમુખ એક-બે વર્ષ નહીં, દાયકાઓથી બદલાયા નથી. આવો જાણીએ આપક્ષની હાલની સ્થિતિ

રાષ્ટ્રીય જનતા દળ (RJD)
બિહારના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે બુધવારે પાર્ટી અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. ખાસ વાત એ છે કે આવું કરનાર તેઓ એકમાત્ર નેતા હતા. વર્ષ 1997થી અત્યાર સુધી તેઓ સતત 12મી વખત પ્રમુખ બન્યા છે. આ રીતે તેમનો કાર્યકાળ 25 વર્ષનો થઈ ગયો છે.



દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)
દક્ષિણ ભારતની જાણીતી પાર્ટી દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)તેઓ 1969થી ઓગસ્ટ 2018 માં તેમના મૃત્યુ સુધી પક્ષના ટોચના હોદ્દા પર હતા. ખાસ વાત એ છે કે જુલાઈ 2018માં જ તેમણે પાર્ટીના અધ્યક્ષ પદના 50 વર્ષ પૂરા કર્યા હતા. તેઓ દેશના પહેલા નેતા છે, જે આટલા લાંબા સમય સુધી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા.

અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)
પાર્ટીના સ્થાપક એમજી રામચંદ્રના મૃત્યુ પછી, સુપ્રીમો જય જયલલિતા 1987થી પાર્ટીના મહાસચિવ હતા. વર્ષ 2016માં તેમનું નિધન થયું હતું. ખાસ વાત એ છે કે સપ્ટેમ્બર 2017માં તેમને ‘ઇટરનલ જનરલ સેક્રેટરી’ એટલે કે કાયમ માટે જનરલ સેક્રેટરી કહેવામાં આવ્યા હતા. જો કે, હાલમાં તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓ પનીરસેલ્વમ અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન એડાપ્પડી કે પલાનીસ્વામી વચ્ચે પક્ષના નિયંત્રણને લઈને ઝઘડો ચાલી રહ્યો છે. વર્ષ 2022માં EPSને AIADMKના વચગાળાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.


રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)
મહારાષ્ટ્રના સૌથી યુવા મુખ્યમંત્રી હોવાનો રેકોર્ડ ધરાવતા શરદ પવાર આ વર્ષે સતત 8મી વખત NCPના વડા તરીકે ચૂંટાયા હતા. વર્ષ 1999માં તેમણે કોંગ્રેસથી અલગ થઈને NCPની શરૂઆત કરી હતી. ત્યારથી તેઓ પાર્ટીના અધ્યક્ષ છે. પવાર દેશના સૌથી વરિષ્ઠ નેતાઓમાંના એક છે.


બહુજન સમાજ પાર્ટી (BSP)
આ પાર્ટીનું નેતૃત્વ હાલમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી કરી રહ્યા છે. તેઓ 19 વર્ષથી આ પદ પર છે. ખાસ વાત એ છે કે પાર્ટીના સંસ્થાપક કાશીરામ 1984 થી 2003 સુધી 19 વર્ષ સુધી BSPના કેપ્ટન પણ હતા.


ભારતીય જનતા પાર્ટીમાં શું સ્થિતિ છે?
કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપમાં પ્રમુખ માત્ર બે ટર્મ માટે જ સેવા આપી શકે છે. પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ટોચના પદ પર સૌથી લાંબો કાર્યકાળ રાખવાનો રેકોર્ડ ધરાવે છે. તેમણે અલગ-અલગ સમયે લગભગ 10 વર્ષ સુધી પાર્ટીની કમાન સંભાળી છે.


જગન મોહન રેડ્ડી આજીવન પાર્ટી અધ્યક્ષ રહેશે
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીને યુવાજન શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSRCP)ના આજીવન પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. ગત જુલાઈમાં જ આ જાહેરાત કરવામાં આવી હતી. તે દરમિયાન યોજાયેલી ચૂંટણીમાં રેડ્ડીને સર્વસંમતિથી આજીવન પક્ષના વડા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેમના નામ પર 22 સેટ નોમિનેશન ફાઈલ કરવામાં આવ્યા હતા.