Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અતિક અહેમદે જેલમાં છતાં અમદાવાદના ગુનેગારો સાથે ધંધામાં કરોડોનું રોકાણ કર્યું

07:36 PM Apr 28, 2023 | Bankim Patel

અમદાવાદની સેન્ટ્રલ જેલ (Ahmedabad Central Jail) કહો કે, સાબરમતી જેલ (Sabarmati Jail) છૂટા હાથે હપ્તો આપનારા ગુનેગારો માટે સ્વર્ગ સમાન છે. જેનું તાજું અને ઉત્તમ ઉદાહરણ માફિયા અતિક અહેમદ (Mafia Atiq Ahmed) નો સાબરમતી જેલ (Sabarmati Central Jail) માં રહેલો ભૂતકાળ છે. અતિક અહેમદ સિવાયના અન્ય ગુનેગારો પણ જેલમાં રૂપિયાના જોરે મહેલ જેવી સુવિધાઓ આજે પણ ભોગવી રહ્યાં છે. ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર અતિક અહેમદે સાબરમતી જેલમાં બેઠાં-બેઠાં અન્ય ગુનેગારો સાથે જમીનના ધંધા (Land Business) માં ભાગીદારી કરીને કરોડો રૂપિયાનું રોકાણ ગુજરાતમાં કર્યું છે. આ હકિકતથી જેલના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસની એજન્સીઓ પણ સારી રીતે વાકેફ છે. કારણ કે, આ સમગ્ર કાંડ પાછળ તેમની કૃપા દ્રષ્ટી જવાબદાર છે. રાજ્યભરની જેલોમાં દરોડા પડ્યા બાદ સાબરમતી ‘જેલ ગરમ’ થયેલી જે પાછી ભ્રષ્ટાચારના કારણે પાછી ઠંડી પડી ગઈ, સાથે જ હપ્તાનું પણ જોર વધી ગયું છે.

અતિકે કેમ ગુજરાતમાં બેનામી સંપત્તિ ખરીદી ?
ઉત્તર પ્રદેશમાંથી અતિક અહેમદે છેલ્લાં કેટલાંક વર્ષોમાં પોતાના ખૌફનો ઉપયોગ કરી કરોડો રૂપિયાની મિલકતો પચાવી પાડી, ખંડણી વસૂલી તેમજ કરોડો રૂપિયાના સરકારી કોન્ટ્રાક્ટ મેળવ્યા. હજારો કરોડના આસામી બનેલા પોલિટિશિયન કમ ગેંગસ્ટર (Politician cum Gangster) ની પ્રયાગરાજમાં આવેલી મિલકત પર યોગી સરકારે (Yogi Government) બુલડોઝર ફેરવવાનું શરૂ કરતાં અતિકે અન્ય રાજ્યોમાં રોકાણ શરૂ કરી દીધું હતું. અતિક અને તેના પરિવારની 11,684 કરોડ રૂપિયાની સંપત્તિ યુપી સરકારે (UP Government) જપ્ત કરી હતી. UP માં અતિકના ભાગીદારો (Atiq Business Partner) પોલીસ તપાસના વિવાદથી બચવા તેનો છેડો ફાડવા લાગ્યા હતા. બીજી તરફ અતિક અહેમદે અમદાવાદ સેન્ટ્રલ જેલમાં કેદ રિયલ એસ્ટેટ (Real Estate) સાથે જોડાયેલા બે ભાઈઓ જીતુ અને કેતન (Jitu & Ketan) સાથે ભાગીદારી કરી જમીનના ધંધામાં ઝંપલાવ્યું હતું. જીતુ અને કેતન ગુજરાતમાં જમીન સહિત અન્ય ધંધાઓમાં પણ વર્ચસ્વ ધરાવે છે. જુહાપુરાના નઝીર વોરા (Nazir Vora) અને તેના પુત્ર અલી રઝા (Ali Raza) સાથે ધંધામાં મોટી રકમ અતિકે લગાવી હતી.

નઝીર-અતિકની મીટિંગ અલ્તાફ બાસીએ જેલમાં ગોઠવી
જમીન પર ગેરકાયદેસર કબજો, ફાયરિંગ સહિતના ગુનામાં નઝીર વોરા સાબરમતી જેલના અનેક ચક્કર કાપી ચૂક્યો છે. અતિકનો નઝીર વોરા સાથે સંપર્ક કરાવવામાં પોલીસના બાતમીદાર અલ્તાફ પઠાણ ઉર્ફે અલ્તાફ બાસી (Altaf Pathan @ Altaf Basi) ની મુખ્ય ભૂમિકા રહી છે. ભ્રષ્ટાચારી IPS ની રહેમ નજર હેઠળ જેલમાં અલ્તાફ બાસી અનેક વખત અતિકની ગેરકાયદેસર રીતે મુલાકાત લઈ ચૂક્યો છે. અતિક અને નઝીરની મુલાકાત કરાવવામાં અલ્તાફ મુખ્ય કડી બન્યો હતો. સમાજવાદી પાર્ટી (Samajwadi Party) ના બેનર હેઠળ બાપુનગર વિધાનસભા બેઠક (Bapunagar Assembly Seat) પરથી ચૂંટણી લડી ચૂકેલા અલ્તાફ બાસીનો ગુનાહિત ઈતિહાસ પોલીસની કૃપાથી ખૂબ લાંબો છે. ગુનેગારીથી લઈને રાજકારણી બનવા સુધીની અલ્તાફની સફર પણ કરાવવામાં ભ્રષ્ટ પોલીસ અધિકારીઓની ભૂમિકા છે.

શું બેનામી સંપત્તિ હત્યા માટે જવાબદાર ?
માફિયા અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની પોઈન્ટ બ્લેન્ક ગોળી મારીને કરવામાં આવેલી હત્યા પાછળ બેનામી સંપત્તિ કારણભૂત હોવાની ચર્ચા છે. અતિક-અશરફની હત્યા (Atiq Ashraf Murder) બાદ ઉત્તર પ્રદેશ એસટીએફે (UP STF) બેનામી રોકાણોની તપાસ સઘન બનાવી છે. સાબરમતી જેલમાંથી અતિકને મદદ કરનારા ચાર ગુનેગારોના નામ પોલીસ તપાસમાં સામે આવ્યા છે. અતિકની પ્રયાગરાજ (Prayagraj) થી લઈને ગુજરાત-રાજસ્થાન (Gujarat Rajasthan) માં ઘણી બેનામી મિલકત છે અને આ સંપત્તિના વિવાદમાં માફિયાને મર્હૂમ બનાવી દીધો.

જેલ ગુનાખોરીનું એપી સેન્ટર
હત્યા કેસમાં સજા પામી ચૂકેલો ગુનેગાર જો સાબરમતી જેલના IPS નો વહીવટદાર હોય તો, જેલમાં કેવાં-કેવાં કાંડ સર્જાતા હશે તેની કલ્પના કરવી પણ શક્ય નથી. ગુજરાત સરકારે (Gujarat Government) ભલે જેલમાં ચાલતા ભ્રષ્ટાચારને રોકવા દરોડા પડાવ્યા હોય, પરંતુ આજે પણ જેલમાં આઈ ફોન (I Phone) હોય કે એન્ડ્રોઈડ ફોન આસાનીથી મળે છે. અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી ગુનેગારો ખંડણી નેટવર્ક ચલાવતા હોવાની અનેક વખત વાતો સામે આવી છે. જેલમાં જુગારનો અડ્ડો (Gambling in Jail) ચલાવવો હોય કે દારૂ-ડ્રગ્સનું સેવન કરવું હોય તે તમામ સેવા ગાંધી છાપ નોટોથી મળી રહે છે. અતિકના મોતથી ભ્રષ્ટ જેલ સ્ટાફ દુઃખી થઈ ગયો છો તો અતિક સાથે ભાગીદારી કરનારા ગુનેગારો માલામાલ થઈ ગયા હોવાનો મુદ્દો સાબરમતી જેલમાં હોટ ટૉપિક (Hot Topic) બન્યો છે.

આ પણ વાંચો : ATIQ ની સાથે IPS ઓફિસરનો ઘરોબો છતાં હવાલદારે દમ બતાવ્યો