Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat Lok Sabha : દેશના ઇતિહાસમાં અત્યાર સુધી 28 સાંસદ લોકસભામાં બિનહરીફ

03:07 PM Apr 22, 2024 | Vipul Pandya

Surat Lok Sabha : સુરત લોકસભા બેઠક પર ઈતિહાસ રચાયો છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ તમામ અપક્ષોએ પણ ઉમેદવારી ફોર્મ પાછા ખેંચ્યા છે અને હવે ગણતરીની મિનિટો પહેલાં જ BSPના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ પણ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. આવો જાણીએ અગાઉ કયા પક્ષના કેટલા ઉમેદવારો આ રીતે બિનહરિફ ચૂંટાયેલા છે.

BSPના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ પણ ફોર્મ પરત ખેંચ્યું

સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે અને પ્રથમ વખત લોકસભામાં ભાજપ બિનહરીફ ચૂંટાયું છે. તમામ અપક્ષોએ પણ ઉમેદવારી ફોર્મ ખેંચ્યા બાદ BSPના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ પણ ફોર્મ પરત ખેંચ્યું હતું અને તેથી જ હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા વચ્ચે ઇતિહાસ રચાયો છે.

 

સૌથી વધુ વખત જમ્મુ-કાશ્મીરની બેઠક પરથી બિનહરીફ

જો કે સમગ્ર વિશ્વમા સૌથી મોટા લોકતંત્ર તરીકેનો ખિતાબ મેળવનારી ભારતીય લોકશાહીમાં વિના વિરોધ ચૂંટાયેલા સંસદસભ્યોમાં સૌથી વધુ કૉંગ્રેસ પાર્ટીના નેતાઓનો સમાવેશ થાય છે અને સૌથી વધુ વખત જમ્મુ-કાશ્મીરની બેઠક પરથી વિના વિરોધ સંસદસભ્યો ચૂંટાયા છે.

લોકસભામાં બિનહરીફ ચૂંટાયેલા સાંસદોની વિગત

  • દેશમાં અત્યાર સુધી 28 સાંસદ લોકસભામાં બિનહરીફ
  • 5 સાંસદ પ્રથમ અને બીજી લોકસભા ચૂંટણીમાં ચૂંટાયા હતા
  • 1967માં 5 સાંસદ લોકસભામાં બિનહરીફ ચૂંટાયા હતા
  • જમ્મુ કાશ્મીરમાંથી સૌથી વધુ 4 સાંસદ બિનહરીફ થયેલા
  • સિક્કિમ અને શ્રીનગર બેઠક સૌથી વધુ વખત બિનહરીફ
  • ઉત્તરપ્રદેશ, આસામ, તમિલનાડુમાં 2-2 સાંસદ બિનહરીફ
  • યુપીમાં કોંગ્રેસના રામદયાલ, SPના ડિમ્પલ યાદવ ચૂંટાયેલા

પાર્ટી આધારિત બિનહરીફ ચૂંટાયેલા સંસદસભ્યો

  • આઝાદી બાદ 20 વખત કોંગ્રેસના સભ્ય બિનહરીફ
  • નેશનલ કોન્ફરન્સના 2, સમાજવાદી પાર્ટીના 2 સભ્ય
  • ફક્ત એક જ અપક્ષ ઉમેદવાર બિનહરીફ સાંસદ બન્યો
  • ભાજપનો એક સાંસદ  બિનહરીફ ચૂંટાયો

બિનહરીફ લોકસભાના સાંસદ બનેલા મોટા નેતા

  • જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા
  • નાગાલેન્ડના પૂર્વ મુખ્યમંત્રી સી. જમીર બિનહરીફ થયેલા
  • મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વાય.બી. ચવ્હાણ ચૂંટાયેલા
  • ઓડિશાના પહેલા મુખ્યમંત્રી હરેકૃષ્ણ મહતાબ બિનહરીફ
  • પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.એમ. સઈદ બિનહરીફ સાંસદ બનેલા
  • 2012માં SPના ડિમ્પલ યાદવ કન્નોજથી બિનહરીફ ચૂંટાયેલા
  • 1962માં ટિહરી ગઢવાલથી કોંગ્રેસના માનવેન્દ્ર શાહ બિનહરીફ
  • 1974માં બિજનૌર બેઠક કોંગ્રેસના રામદયાલ બિનહરીફ
  • 1957માં 7 સાંસદ લોકસભામાં બિનહરીફ ચૂંટાયા હતા
  • 1957માં આંધ્રમાંથી ડી.સત્યનારાયણ રાજૂ બિનહરીફ
  • 1957માં આંધ્રમાંથી ટીએન વિશ્વનાથ રેડ્ડી બિનહરીફ
  • 1957માં આંધ્રમાંથી લક્ષ્મીબાઈ સંગમા બિનહરીફ થયેલા
  • 1957 અસમની દરાંગ બેઠક પર ભગવતી બિજોય ચંદ્ર બિનહરીફ
  • 1957 એમપીની મંડલા બેઠકથી મંગરૂ બાબુ બિનહરીફ ચૂંટાયેલા
  • 1957 મદ્રાસની તિરૂચેંદુર બેઠકથી ટી.ગણપતિ બિનહરીફ થયેલા
  • 1957 મૈસૂરની હસન બેઠકથી ટી. સિદ્દનનજપ્પા એસ. બિનહરીફ

વિધાનસભામાં બિનહરીફ થવાનો ઈતિહાસ

➤ 298 ધારાસભ્ય અત્યાર સુધીમાં બિનહરીફ ચૂંટાયા
➤ 77 ધારાસભ્ય સાથે નાગાલેન્ડ સૌથી આગળ
➤ 63 ધારાસભ્ય જમ્મુ-કાશ્મીરથી બિનહરીફ ચૂંટાયા છે
➤ 40 ધારાસભ્ય અરુણાચલ પ્રદેશથી બિનહરીફ ચૂંટાયા
➤ 34 આંધ્ર અને 18 ધારાસભ્ય આસામથી બિનહરીફ ચૂંટાયા
➤ 6 ધારાસભ્ય ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનથી બિનહરીફ ચૂંટાયા
➤ 47 ધારાસભ્ય 1962માં 6 રાજ્યોમાં બિનહરીફ ચૂંટાયા, જે કોઈ એક વર્ષમાં સૌથી વધુ હતું.
➤ 45 ધારાસભ્ય 1998માં, 33 -33 ધારાસભ્ય 1967 અને 1972માં ચૂંટાયા
➤ 10 ભાજપના ધારાસભ્ય હાલની અરુણાચલ પ્રદેશની ચૂંટણીમાં 2024માં ચૂંટાયા

પક્ષોના આંકડા કેવા છે?

➤ 195 ધારાસભ્યો સાથે આ મામલે કોંગ્રેસ સૌથી આગળ છે
➤ નેશનલ કોન્ફરન્સના 34 અને ભાજપના 15 ધારાસભ્યો બિનહરીફ ચૂંટાયા છે
➤ 29 અપક્ષ ધારાસભ્યો અત્યાર સુધી બિનહરીફ ચૂંટાયા છે

આ પણ વાંચો—- LOKSABHA 2024 : ચૂંટણી પહેલા જ સુરતમાં ખીલ્યું ભાજપની જીતનું કમળ

આ પણ વાંચો— ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણીનો ફોન સતત બંધ આવતા અનેક તર્કવિતર્ક

આ પણ વાંચો—- Congress : કોંગ્રેસે લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી, નિશિકાંત દુબે સામે ઉમેદવાર બદલ્યા…