Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Air Indiaના વિમાનમાંથી નિકળ્યો સાપ, દુબઈ જઈ રહી હતી ફ્લાઈટ, અપાયા તપાસના આદેશ

07:42 AM Apr 21, 2023 | Vipul Pandya

  • DGCA તપાસના આદેશ આપ્યા
  • વિમાનના કાર્ગોહોલ્ડમાં સાપ નિકળ્યો
  • કોઈ મુસાફરને તકલીફ પહોંચી નથી
એર ઈન્ડિયા ગ્રુપની એરલાઈન કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસની (Air India Express) ફ્લાઈટમાં સાપ મળી આવવાની ઘટના સામે આવી છે. આ ફ્લાઈટ કેરળના કાલિકટથી રવાના થઈ હતી. દુબઈમાં ઉતર્યા બાદ એરક્રાફ્ટના કાર્ગો હોલ્ડમાં એક સાપ જોવા મળ્યો હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) આ ઘટનાની તપાસ કરી રહી છે.
કોર્ગો હોલ્ડમાં સાપ
એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન શનિવારે દુબઈ એરપોર્ટ પર ઉતર્યું ત્યારે તપાસ દરમિયાન તેના કાર્ગો હોલ્ડમાં એક સાપ જોવા મળ્યો હતો. જો કે, મુસાફરોને કોઈ તકલીફ પહોંચી ન હતી અને તેઓને દુબઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતા. જોકે ઘટના સમયે વિમાનમાં કેટલા મુસાફરો સવાર હતા, તેની માહિતી સામે આવી નથી.
તપાસના આદેશ
એર ઈન્ડિયા એક્સપ્રેસનું આ વિમાન બોઈંગનું B737-800 એરક્રાફ્ટ હતું. DGCAના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, દુબઈ એરપોર્ટ પર વિમાનના કાર્ગો હોલ્ડમાં સાપ મળ્યા બાદ એરપોર્ટ ફાયર સર્વિસને તેની જાણ કરવામાં આવી હતી. સાથે જ DGCAએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
અગાઉ પણ વિમાનમાં સાપ નીકળ્યાની ઘટના બની ચુકી છે
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી ચુકી છે. 10મી ફેબ્રુઆરીએ મલેશિયાની રાજધાની કુઆલાલંપુરથી ફ્લાઇટ ટેકઓફ થઈ ત્યારે અધવચ્ચે મુસાફરોએ જોયું કે ફ્લાઈટ કેસની અંદર એક સાપ હતો. આ સમાચાર આવતા જ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને પ્લેનમાં સવાર મુસાફરોએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.