+

SK Langa : ગાંધીનગરના તત્કાલીન કલેક્ટરની મુશ્કેલીઓ વધી, નોંધાયો વધુ એક ગુનો! વાંચો અહેવાલ

ગાંધીનગરના (Gandhinagar) તત્કાલીન કલેક્ટર લાંગાની (SK Langa) મુશ્કેલીઓ સતત વધી રહી છે. તેમની સામે વધુ એક કેસ નોંધાયો હોવાના સમાચાર છે. હોદ્દાનો દુરુપયોગ કરી અને ભ્રષ્ટાચાર આચરી રૂ.11.64 કરોડની મિલકતો…

ગાંધીનગરના (Gandhinagar) તત્કાલીન કલેક્ટર લાંગાની (SK Langa) મુશ્કેલીઓ સતત વધી રહી છે. તેમની સામે વધુ એક કેસ નોંધાયો હોવાના સમાચાર છે. હોદ્દાનો દુરુપયોગ કરી અને ભ્રષ્ટાચાર આચરી રૂ.11.64 કરોડની મિલકતો વસાવી હોવાના આરોપ સાથે એસીબીએ (ACB) શંકરદાન લાંગા અને પુત્ર પરિક્ષીત સામે ગુનો નોંધ્યો છે. આરોપ અનુસાર, લાંગાએ શેલ કંપનીઓ થકી ભ્રષ્ટાચારના રૂપિયા ધોળા કરવાનું કાવતરૂં રચ્યું હતું.

હોદ્દાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર આચર્યું

ગાંધીનગરના તત્કાલીન કલેક્ટર એસ.કે. લાંગાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ત્યારે હવે તેમની સામે વધુ એક કેસ નોંધાવવામાં આવ્યો હોવાના સમાચાર છે. ACB ની ટીમ દ્વારા શંકરદાન લાંગા અને પુત્ર પરિક્ષીત (Parikshit) સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે રાજ્ય સેવક તરીકેની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર આચર્યો હતો. આરોપ મુજબ, એસ.કે. લાંગાએ શેલ કંપનીઓ (shell companies) થકી ભ્રષ્ટાચારના રૂપિયા ધોળા કરવાનું કાવતરૂં આચર્યું હતું.

ગેરકાયદેસર રૂ. 11.64 કરોડની મિલકતો વસાવી હોવાનો આરોપ

આરોપ મુજબ, ગાંધીનગરના (Gandhinagar) તત્કાલીન કલેક્ટર લાંગાએ શેલ કંપનીઓમાંથી ટુકડે-ટુકડે રૂપિયા બચત ખાતામાં જમા કરાવ્યા હતા. લાંગાએ પુત્ર પરિક્ષીતની શેલ કંપનીમાં રૂ. 5.44 કરોડ જમા કરાવ્યા હોવાનો ઘટસ્ફોટ થતા તેમની સામે ગુનો નોંધાયો છે. લાંગાએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર નાણા મેળવી કુલ રૂ. 11.64 કરોડની મિલકતો વસાવી હતી. તેમણે પુત્રના નામે ઘણી બધી મિલકતો વસાવી હતી. મિલકતોની ખરીદી વખતે દર વખતે પુત્રની ફર્મમાં ટુકડે ટુકડે રોકડ નાણા જમા કરાવ્યા હતા. ત્યાર બાદ એ રોકડ નાણા પોતાના બચત ખાતામાં ટ્રાન્સફર કરાવીને તે ખાતામાંથી મિલ્કતો ખરીદી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જણાવી દઈએ કે, એસ.કે.લાંગા (SK Langa) છેલ્લાં 9 મહિનાથી જેલવાસ ભોગવી રહ્યાં છે.

 

આ પણ વાંચો – Surat news મરાઠી ભાવ બની મહારાષ્ટ્રમાં માર્યો છાપો, સુરત પોલીસની કામગીરી

આ પણ વાંચો – ગોંડલમાંથી રૂરલ SOG બ્રાન્ચે 5 કિલો ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો

આ પણ વાંચો – VADODARA : અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં બે ફરિયાદ નોંધાઇ

Whatsapp share
facebook twitter