Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુરતમાં યોજાયું સીટેક્ષ સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–2023

03:46 PM Jul 10, 2023 | Vipul Pandya
અહેવાલ—આનંદ પટણી, સુરત 
સુરત (Surat)  શહેરમાં હાલ સિટેક્ષ (Sitex ) દ્વારા ટેક્સટાઇલ એક્સપો (Textile Expo) નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન (exhibition) માં ટેક્સટાઇલને લગતા નવી ટેકનોલોજીના મશીનો લગાવવામાં આવ્યા છે. સિટેક્સ એક્ઝિબિશનમાં 60 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. સુરત ખાતે બનતી મશીનરીઓને અહીંયા રાખવામાં આવી છે સાથે જોડાયેલા લોકોનો સુંદર પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

સરસાણા ખાતે સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજન
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ  ફેડરેશનના સંયુકત ઉપક્રમે  સરસાણા ખાતે સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૩’નું આયોજન કરવામાં આવ્યું છે. ભારતના કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહયા હતા અને તેમના હસ્તે સીટેક્ષનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.

‘સીટેક્ષ’ શ્રેણીનું આ આઠમું પ્રદર્શન
ચેમ્બર દ્વારા યોજાતા સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું આ આઠમું પ્રદર્શન યોજાયું છે. આ મહત્વકાંક્ષી આ પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ શહેરના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકઝીબીશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળશે. ‘સીટેક્ષ– ર૦ર૩’ એ કાપડની કવોલિટી અપગ્રેડ કરી વધુમાં વધુ એક્ષ્પોર્ટ કરવાની દિશામાં મહત્વનું યોગદાન આપશે. આખા વિશ્વને ટેક્ષ્ટાઇલ પ્રોડકટની ઉપલબ્ધતા કરાવી શકાય તે માટે ટેક્ષ્ટાઇલ મશીનરીનું પ્રદર્શન યોજાયું છે.

60થી વધુ એકઝીબીટર્સ દ્વારા અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓનું પ્રદર્શન
સરસાણા સ્થિત ‘સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૧.૩૦ લાખ સ્કવેર ફૂટમાં પ્રદર્શન યોજાયું છે, જેમાં 60થી વધુ એકઝીબીટર્સ દ્વારા અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે. ખાસ કરીને જર્મની ખાતે એક્ષ્પોર્ટ કરાતા તેમજ ત્યાં બીએમડબ્લ્યુ કારમાં જે ફેબ્રિકસનો ઉપયોગ કરવામાં આવે છે એ ફેબ્રિકસનું ઉત્પાદન જે વિવિંગ મશીન પર થાય છે એ મશીનરી પણ સીટેક્ષ એક્ષ્પોમાં પ્રદર્શન માટે મુકવામાં આવી છે.

વિવિધ મશીનરી મુકાઇ 
મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટથી ભારતમાં જ બનતા ૧૦૦૦ આરપીએમ સ્પીડ ધરાવતું ‘આર્મી’ ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન તથા ફકત ૯.પ ફૂટની હાઇટમાં ચાલતું એકમાત્ર ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન કે જે આજ સુધીમાં અંદાજિત ૧૦ હજારથી પણ વધુ મશીન સુરતમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે તેવી મશીનરીઓ પણ અહીં પ્રદર્શિત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત એક્ષ્પોર્ટની ‘વિસ્કોસ’ જેવી કવોલિટીનું ડિફેકટલેસ કાપડ બનાવવા માટેનું સ્પેશિયલી તૈયાર કરાયેલું ૧૦૦૦ થી વધુ આરપીએમની સ્પીડ ધરાવતું એરજેટ મશીન પ્રદર્શનમાં મુકાયું છે.

 ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેક્ષ્ટાઇલ એન્સીલરી અને મશીનરીઓનું પ્રદર્શન
આ પ્રદર્શનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેક્ષ્ટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, એમ્બ્રોઇડરી એન્ડ બ્રીડીંગ મશીનરી તથા એસેસરીઝ, ટેક્ષ્ટાઇલ એન્જીનિયરીંગ, ટેકિનકલ ટેક્ષ્ટાઇલ સંબંધિત મશીનરી, પોઝીશન અને ડિજીટલ પ્રિન્ટીંગ મશીન અને એસેસરીઝનું પ્રદર્શન થઇ રહયું છે.